જ્યારે પીએમ મોદીએ સોનિયા ગાંધીને તેમની તબિયત વિશે પૂછ્યું, કોંગ્રેસ નેતાએ કહ્યું- હું ઠીક છું પણ મણિપુર…

|

Jul 20, 2023 | 3:08 PM

સોનિયા ગાંધીએ વડાપ્રધાનનેપી કહ્યું કે, મણિપુરની હાલત સારી નથી. સંસદમાં આ અંગે ચર્ચા થવી જોઈએ. લોકસભામાં વડાપ્રધાન આજે વિપક્ષી નેતાઓને મળવા ગયા હતા. પીએમ સામાન્ય રીતે સત્રના પહેલા દિવસે તમામ સાંસદોને મળે છે.

જ્યારે પીએમ મોદીએ સોનિયા ગાંધીને તેમની તબિયત વિશે પૂછ્યું, કોંગ્રેસ નેતાએ કહ્યું- હું ઠીક છું પણ મણિપુર...
Sonia Gandhi - Narendra Modi

Follow us on

આજે એટલે કે ગુરુવારથી સંસદનું ચોમાસુ સત્ર શરૂ થયું છે. સત્રના પહેલા દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (Narendra Modi) કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષા સોનિયા ગાંધીના (Sonia Gandhi) સ્વાસ્થ્ય વિશે પૂછપરછ કરી હતી. સત્રની શરૂઆતમાં જ્યારે પીએમ મોદીએ સોનિયા ગાંધીની તબિયત વિશે પૂછ્યું તો તેમણે PM ને માત્ર મણિપુર પર જ સવાલ કર્યા હતા. પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું કે, મારી હાલત ઠીક છે, મણિપુર ઠીક નથી.

વડાપ્રધાન આજે વિપક્ષી નેતાઓને મળવા ગયા હતા

સોનિયા ગાંધીએ વડાપ્રધાનનેપી કહ્યું કે, મણિપુરની હાલત સારી નથી. સંસદમાં આ અંગે ચર્ચા થવી જોઈએ. લોકસભામાં વડાપ્રધાન આજે વિપક્ષી નેતાઓને મળવા ગયા હતા. પીએમ સામાન્ય રીતે સત્રના પહેલા દિવસે તમામ સાંસદોને મળે છે. આ પ્રથાને જાળવી રાખીને આજે તેમણે સોનિયા ગાંધીને તેમના સ્વાસ્થ્ય વિશે પૂછ્યું હતું.

ક્રિકેટની સાથે આ સરકારી પદ પર છે યુઝવેન્દ્ર ચહલ, મળે છે મોટો પગાર !
Winter Tips : શિયાળામાં ઈન્ડોર પ્લાન્ટ Succulentsની આ રીતે રાખો કાળજી
Makhana : શિયાળામાં શેકેલા મખાના કયા સમયે ખાવા જોઈએ, નિષ્ણાતો પાસેથી જાણો
કાગળના બોક્સ પર છત્રીનું નિશાન કેમ દોરેલું હોય ? નહીં જાણતા હોવ તો પસ્તાશો
Vastu Tips : વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં સીડી બનાવવી જોઈએ ?
Sprouts Benefits: નાસ્તામાં ફણગાવેલા મગ ખાવાથી થતા ફાયદા વિશે જાણો છો તમે ? અનેક રોગોમાં રામબાણ ઈલાજ

વિપક્ષ સતત મણિપુર પર ચર્ચાની માગ કરી રહ્યો છે

અધીર રંજન ચૌધરીએ કહ્યુ કે, સોનિયા ગાંધીએ વડાપ્રધાનને મણિપુર અંગે ગૃહમાં ચર્ચા કરવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું કે, મને લાગે છે કે પીએમને તેમની પાસેથી આવા સવાલની અપેક્ષા નહોતી. પીએમ મોદી તેનાથી આશ્ચર્યચકિત થયા અને કહ્યું કે ઠીક છે, હું જોઈશ. વિપક્ષ સતત મણિપુર પર ચર્ચાની માગ કરી રહ્યો છે. આજે ગૃહમાં આ બાબતે હોબાળો પણ થયો હતો. વિપક્ષના સાંસદોએ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.

 

 

આ પણ વાંચો : Seema Haider: સચિન નીકળ્યો માસ્ટર માઇન્ડ, સીમા હૈદરની ભારતમાં એન્ટ્રી માટે બનાવ્યું નકલી આધાર કાર્ડ

સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી વિપક્ષની બેઠકમાં હાજરી આપીને બેંગલુરુથી પરત ફરી રહ્યા હતા ત્યારે તેમની ફ્લાઈટનું ભોપાલમાં ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. જ્યારે પીએમને આ અંગેની માહિતી મળી તો તેઓ તેમની હાલત પૂછવા ગયા હતા. સોનિયા ગાંધીએ મણિપુર હિંસા પર એક વીડિયો જાહેર કર્યો અને કેન્દ્ર સરકારને પ્રશ્નો પૂછ્યા છે.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article