દિલ્હીમાં રાજકીય માહોલ ગરમ, 7-8 જાન્યુઆરીએ થઈ શકે છે વિધાનસભાની ચૂંટણી જાહેર
દિલ્હી વિધાનસભા ચૂંટણીની તારીખો 7-8 જાન્યુઆરીએ જાહેર થઈ શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, કેન્દ્રીય ચૂંટણી પંચ આમાંથી કોઈપણ દિવસે ચૂંટણીનો સમગ્ર કાર્યક્રમ જાહેર કરી શકે છે. દિલ્હીમાં સત્તારૂઢ આમ આદમી પાર્ટીએ, તમામે તમામ 70 બેઠકો માટે તેના ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે.
દિલ્હી વિધાનસભા ચૂંટણીની તારીખો, આગામી મંગળવારે અથવા બુધવારે જાહેર થઈ શકે છે. આમ આદમી પાર્ટીએ, તેના તમામ ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે, તો કોંગ્રેસે પણ તેના ઉમેદવારોની બે યાદી જાહેર કરી છે. પરંતુ ભાજપે હજુ સુધી એક પણ બેઠક પર પોતાના ઉમેદવારો જાહેર કર્યાં નથી. જો કે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હી વિધાનસભાની ચૂંટણીને ધ્યાને લઈને આમ આદમી પાર્ટી પર વાકપ્રહારો કર્યા હતા. જેના પગલે, રાજકારણ ગરમાયું છે.
દિલ્હી વિધાનસભા ચૂંટણીની તારીખો 7-8 જાન્યુઆરીએ જાહેર થઈ શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, કેન્દ્રીય ચૂંટણી પંચ આમાંથી કોઈપણ દિવસે ચૂંટણીનો સમગ્ર કાર્યક્રમ જાહેર કરી શકે છે. દિલ્હીમાં સત્તારૂઢ આમ આદમી પાર્ટીએ, તમામે તમામ 70 બેઠકો માટે તેના ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. તો બીજી બાજુ, કોંગ્રેસે પણ તેના ઉમેદવારોની બે યાદીઓ બહાર પાડી છે અને તેના કેટલાક ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે. ભાજપે હજુ સુધી એક પણ બેઠક પર તેના ઉમેદવારો જાહેર કર્યા નથી.
વીરેન્દ્ર સચદેવા વિધાનસભાની ચૂંટણી નહીં લડે
સૂત્રોના જણાવ્યા અનુસાર, આ દરમિયાન એવા સમાચાર પણ છે કે દિલ્હી બીજેપી અધ્યક્ષ વીરેન્દ્ર સચદેવા વિધાનસભા ચૂંટણી નહીં લડે. તેમણે હાઈકમાન્ડને કહ્યું કે તેઓ 70 બેઠકો પર પાર્ટીના ઉમેદવારોની જીત સુનિશ્ચિત કરવા માટે કામ કરશે. પાર્ટી હાઈકમાન્ડે વીરેન્દ્ર સચદેવાને ચૂંટણી ન લડવા માટે સંમતિ આપી હતી. તાજેતરમાં જ વીરેન્દ્ર સચદેવાએ દિલ્હી વિધાનસભા ચૂંટણીને લઈને ગૃહમંત્રી અમિત શાહ સાથે પણ મુલાકાત કરી હતી.
AAPની નજર ચોથી વખત સત્તા મેળવવા પર
દિલ્હી વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થઈ નથી, પરંતુ રાજકીય પક્ષો પોતપોતાની રાજકીય શતરંજના મહોરા ગોઠવવામાં વ્યસ્ત છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દિલ્હીમાં સત્તા કબજે કરવા માટે લડી રહ્યા છે. જ્યારે AAP સતત ચોથી વખત સત્તા મેળવવા માંગે છે, ત્યારે કોંગ્રેસનું સમગ્ર ધ્યાન દિલ્હીમાં પોતાનું ગુમાવેલું રાજકીય મેદાન પાછું મેળવવા પર છે. બીજી તરફ ભાજપ છેલ્લા 27 વર્ષથી દિલ્હીમાં સત્તા કબજે કરવા માંગે છે.
છેલ્લા બે વખતથી કોંગ્રેસ વિધાનસભાની ચૂંટણીમાં એક પણ બેઠક જીતી શકી નથી. આ વખતે કોંગ્રેસને લાગી રહ્યું છે કે જો આમ આદમી પાર્ટીનો ગ્રાફ નીચે આવશે તો તેનો ફાયદો મળી શકે છે. વાસ્તવમાં, અગાઉ ચર્ચા હતી કે, ઈન્ડિયા ગઠબંધનને કારણે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ બંને સાથે મળીને ચૂંટણી લડશે, પરંતુ બાદમાં બંને પક્ષોએ સાથે ચૂંટણી લડવાની શક્યતાને નકારી કાઢી હતી. હવે બન્ને પક્ષ સ્વતંત્ર રીતે ચૂંટણી લડશે.