ભાજપના રામ મંદિર નેરેટિવનો સામનો કરવા કોંગ્રેસેની નવી રણનીતિ, ભારત જોડો ન્યાય યાત્રામાં ગણાવશે સરકારની ખામીઓ

|

Jan 04, 2024 | 10:15 PM

ભાજપ માટે રામ મંદિર નેરેટિવના કેન્દ્રમાં યુપી છે. ખાસ વાત તો એ છે કે રાહુલ ગાંધી ભારત જોડો ન્યાય યાત્રા સાથે સૌથી વધુ દિવસ સુધી ઉત્તર પ્રદેશમાં જ રહેશે. અહીં જ તેઓ સૌથી લાંબી યાત્રા કરશે. સરકાર અને સીટોને જોતા હાલ ઉત્તરપ્રદેશ ભાજપનો ગઢ છે જ્યારે રાજ્યમાં કોંગ્રેસની દયનિય રાજકીય સ્થિતિ સૌની સામે છે.

ભાજપના રામ મંદિર નેરેટિવનો સામનો કરવા કોંગ્રેસેની નવી રણનીતિ, ભારત જોડો ન્યાય યાત્રામાં ગણાવશે સરકારની ખામીઓ

Follow us on

કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓની ગુરુવારે મળેલી બેઠકમાં રામ મંદિરનો મુદ્દો ઉઠ્યો. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખરગે સામે કોંગ્રેસના નેતાઓએ એ સવાલ રાખ્યો કે આ મુદ્દા પર પાર્ટીનું સ્ટેન્ડ શું છે ? બેઠકમાં તમામ ચર્ચા બાદ પણ કોંગ્રેસ કોઈ પરિણામ પર પહોંચી શકી નથી. ત્યારે એવુ મનાઈ રહ્યુ છે કે ભાજપ તરફથી રામ મંદિર નેરેટિવનો જવાબ આપવા રાહુલ ગાંધી ભારત જોડો ન્યાય યાત્રાથી આપશે.

કોંગ્રેસે ગુરુવારે બેઠકમાં અનેક મહત્વપૂર્ણ નિર્ણય કર્યા. જો કે પાર્ટીના વરિષ્ઠ નેતાઓને જ્યારે ઉત્તર ભારતને લઈને સવાલ કરવામાં આવ્યો કે રામ મંદિર મુદ્દે ભાજપ જે રીતે નેરેટિવ સેટ કરી રહી છે. કોંગ્રેસમાં સોનિયા ગાંધી, કોંગ્રેસ અધ્યક્ષ અને અધીર રંજન ચૌધરીને આમંત્રણ મળ્યુ છે. આ મુદ્દે પણ જનતા વચ્ચે શું સ્ટેન્ડ રાખવાનુ છે? એવુ પણ જાણવામળી રહ્યુ છે કે તેના જવાબમાં ખરગે અને કેસી વેણુગોપાલે જણાવ્યુ કે હજુ 22 તારીખને સમય છે. તેના પર ચર્ચા કર્યા બાદ જણાવવામાં આવશે. આ મુદ્દાને ટાળતા બેઠકમાં જણાવાયુ કે હાલ બેઠક 2024ની કોંગ્રેસની રાજ્યવાર તૈયારીઓને લઈને અને ભારત જોડો ન્યાય યાત્રા પર છે. આથી તેના પર ચર્ચા કરે.

ભાજપના નેરેટિવને તોડવાની જવાબદારી રાહુલ ગાંધી પર

કોંગ્રેસના સૂત્રોનું કહેવુ છે કે રામ મંદિરના ભાજપના નેરેટિવને રાહુલ ગાંધી તેમની ભારત જોડો ન્યાય યાત્રા દરમિયાન તોડવાની કવાયત કરશે. ભારત જોડો ન્યાય યાત્રામાં રાહુલ ગરીબો, ખેડૂતો, પછાત વર્ગોનો સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાય સાથે જોડશે. આ દરમિયાન રાહુલ ગાંધી મોદી સરકારે આપેલા વચનો જે પુરા નથી થયા તેને ગણાવશે. સાથે જ દરેક વિસ્તારોમાં મોદી સરકારની નિષ્ફળતાઓને તેમને રોજના બે ભાષણોમાં જોરશોરથી લોકોને ગણાવશે.

ભારતની આ વ્હિસ્કીની વિદેશમાં છે બોલબાલા, ટોચની બ્રાન્ડ્સને છોડી પાછળ
Shilajit Benefits : એક મહિના સુધી શિલાજીત ખાવાથી શું થાય ?
ઈન્કમ ટેક્સ ઈન્સ્પેક્ટર છે યુઝવેન્દ્ર ચહલ, પગાર અને કુલ નેટવર્થ જાણી ચોંકી જશો
અજાણતાં થયેલા પાપોથી કેવી રીતે મુક્તિ મેળવવી ? પ્રેમાનંદ મહારાજે કહી મોટી વાત
Relationship : પ્રેમ કરતા યુગલો અપનાવી રહ્યા છે નવો ચોંકાવનારો ટ્રેન્ડ, જાણો
પ્રેમાનંદ મહારાજે સમજાવ્યું કે વિરાટ કોહલી કેમ નિષ્ફળ જઈ રહ્યો છે

ધર્મસ્થળોએ પણ જશે રાહુલ

સાથે જ યાત્રા દરમિયાન ધર્મસ્થળોએ પણ જશે, જેનાથી એ સંદેશ ક્યારેય ન જાય કે કોંગ્રેસ ધર્મવિરોધી કે હિંદુ વિરોધી છે. પરંતુ એ સંદેશ આપવાની કોશિષ કરશે કે કોંગ્રેસ તમામ ધર્મોમાં આસ્થા રાખે છે. પરંતુ આસ્થા એ રાજનીતિ કે મતબેંક નથી. પરંતુ વ્યક્તિગત વસ્તુ છે. રાહુલ ગાંધીની યાત્રા દરમિયાન એ સંદેશ આપવાની કોશિષ કરાશે કે જનતાની સુખાકારી માટે રોટી, કપડા, મકાન, ખેડૂત ખેતરો, રોજગાર, ગરીબીથી મુક્તિ અને શિક્ષણ જેવા મુદ્દા પર થવી જોઈએ. આ સાથે જ રાહુલ ગાંધી મોદી સરકાર પર અમુક ઉદ્યોગપતિઓને ગરીબ, ખેડૂત, આદિવાસીની કિંમત પર લાભ પહોંચાડવાના આક્ષેપ શરૂ રાખશે.

આ પણ વાંચો: ભારત જોડો ન્યાય યાત્રાથી લઈને મહારાષ્ટ્રમાં ગઠબંધન સુધી- જાણો ખરગે રાહુલની બેઠકમાં શું બની રણનીતિ

યુપીમાં લાંબા સમય સુધી રહેશે યાત્રા

જો કે એ પણ રસપ્રદે છે કે ભાજપ માટે રામ મંદિર નેરેટિવનું કેન્દ્ર યુપી છે તો રાહુલ ગાંધી સૌથી વધુ દિવસ અને સૌથી લાંબી યાત્રા યુપીમાં જ કરશે. જ્યારે સરકાર અને સીટોને જોતા યુપી હાલ ભાજપનો ગઢ છે. જ્યારે રાજ્યમાં કોંગ્રેસની દયનિય રાજકીય સ્થિતિ સૌની સામે છે. રાહુલ ગાંધી અને કોંગ્રેસ ભાજપના નેરેટિવનો તેના કેન્દ્રમાં જ સામનો કરવાની તૈયારી કરી રહી છે. આ દરમિયાન રાહુલ અને કોંગ્રેસ તરફથી ઈન્ડિયા ગઠબંધનના સાથીઓ, સિવિલ સોસાયટીના લોકો અને ફિલ્મ, રમતજગત સહિતની સમાજ સાથે જોડાયેલી હસ્તીઓને પણ આમંત્રણ આપવામાં આવી રહ્યુ છે. જેનાથઈ તેઓ કોંગ્રેસ અને ઈન્ડિયા ગઠબંધનના નેરેટિવને ભાજપના મુકાબલે જનતા સુધી પહોંચાડી શકે.

દેશના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Next Article