ઈન્કમટેક્સે કોંગ્રેસને 100 કરોડનો ટેક્સ ભરવા ફટકારી નોટીસ, કોંગ્રેસે નોટીસને હાઈકોર્ટમાં પડકારી

કોંગ્રેસે આવકવેરા વિભાગ સામે દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરી છે. કોંગ્રેસે હાઈકોર્ટમાં અરજી કરીને ઈન્કમટેક્સ વિભાગને એક કેસમાં પડકાર ફેંક્યો છે, જેમાં તેની સામે ચાર વર્ષ જૂના પુન:મૂલ્યાંકનની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ગયા અઠવાડિયે જ કોંગ્રેસને રૂ. 100 કરોડથી વધુના બાકી ટેક્સની વસૂલાત માટે ઈન્કમટેક્સ વિભાગે નોટિસ ફટકારી હતી.

ઈન્કમટેક્સે કોંગ્રેસને 100 કરોડનો ટેક્સ ભરવા ફટકારી નોટીસ, કોંગ્રેસે નોટીસને હાઈકોર્ટમાં પડકારી
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 20, 2024 | 6:31 PM

મુખ્ય વિપક્ષી પાર્ટી કોંગ્રેસ ફરી એકવાર આવકવેરા વિભાગ સામે કોર્ટમાં પહોંચી છે. કોંગ્રેસે આવકવેરા વિભાગના પુનઃમુલ્યાકન કરવાના આદેશને દિલ્હી હાઈકોર્ટમાં પડકાર્યો છે, જેમાં તેની સામે ચાર વર્ષ જૂની પુન:મૂલ્યાંકનની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. કોંગ્રેસ તરફથી હાજર રહેલા એડવોકેટ પ્રસન્ના એસએ આ મામલો દિલ્હી હાઈકોર્ટના કાર્યકારી ચીફ જસ્ટિસ મનમોહન અને જસ્ટિસ મનમીત પ્રિતમ સિંહ અરોરાની કોર્ટ સમક્ષ ઉઠાવ્યો હતો.

કોંગ્રેસે આ મામલે તાત્કાલિક સુનાવણીની માંગ કરી છે. જ્યારે, હાઈકોર્ટે કોંગ્રેસની વિનંતીને પણ ગ્રાહ્ય રાખી અને કહ્યું કે આ કેસની સુનાવણી આવતીકાલે 21મી માર્ચના રોજ થશે. અત્રે ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસ વિરુદ્ધ કુલ 7 વર્ષની પુન:મૂલ્યાંકનની કાર્યવાહી શરૂ થઈ છે. કોંગ્રેસની 3 વર્ષની પુન:મૂલ્યાંકન પ્રક્રિયાને પડકારતી અરજી ગત બુધવારે હાઈકોર્ટમાં સુનાવણી માટે નિર્ધારિત છે.

100 કરોડથી વધુની રકમ છે

ગયા અઠવાડિયે જ એટલે કે 13 માર્ચે દિલ્હી હાઈકોર્ટે ઈન્કમ ટેક્સ એપેલેટ ટ્રિબ્યુનલ (ITAT)ના આદેશને યથાવત રાખીને કોંગ્રેસને મોટો ઝટકો આપ્યો હતો. આ કેસમાં ઈન્કમ ટેક્સ વિભાગ દ્વારા કોંગ્રેસ પાર્ટી પાસેથી રૂ. 100 કરોડથી વધુનો બાકી વેરો વસૂલવા નોટિસ ફટકારવામાં આવી હતી, જેના પર હાઈકોર્ટે સ્ટે આપ્યો હતો.

બિહારી અને ઈન્દોરી પૌઆમાં શું અંતર છે? સ્વાદના ચટાકાથી જ તમે જાણી શકશો
પહેલા મગર તો હવે સાપ વાળો નેકલેસ પહેરી Cannesમાં ઉતરી ઉર્વશી રૌતેલા, જુઓ-Photo
આજનું રાશિફળ તારીખ : 20-05-2024
ઉનાળામાં પેટમાં એસીડિટીથી રાહત મેળવવા માટે કરો આ ઉપાય
ઘરના માટલામાં જ મળશે Fridge જેવું ઠંડુ પાણી, કરી લો બસ આ કામ, જુઓ-VIDEO
દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો

નોટિસ ફટકારાઈ

કોંગ્રેસ પાર્ટીએ, ગત 13 ફેબ્રુઆરીએ આવકવેરા વિભાગ દ્વારા જાહેર કરાયેલી નોટિસ પર સ્ટે આપવાનો ITAT દ્વારા ઇનકાર કરવાની માંગ કરતી અરજી સામે હાઈકોર્ટમાં ગઈ હતી. આવકવેરા વિભાગના અધિકારીએ વર્ષ 2018-19 માટે રૂ. 100 કરોડથી વધુની ટેક્સ ડિમાન્ડ કરી હતી. પરંતુ, આવક રૂ. 199 કરોડથી વધુ હોવાનો અંદાજ હતો.

હાઈકોર્ટે કોંગ્રેસને નવી અરજી સાથે ITATનો સંપર્ક કરવાની સ્વતંત્રતા આપી હતી જ્યારે તે કોર્ટના ધ્યાન પર લાવવામાં આવી હતી કે ITAT દ્વારા બેંક ડ્રાફ્ટના વટાવ પછી રૂ. 65.94 કરોડની રકમ પહેલેથી જ વસૂલ કરવામાં આવી છે.

Latest News Updates

કન્યાની વિદાય થતાની સાથે જ દુલ્હનનું થયુ અપહરણ,પોલીસે હાથ ધરી તપાસ
કન્યાની વિદાય થતાની સાથે જ દુલ્હનનું થયુ અપહરણ,પોલીસે હાથ ધરી તપાસ
માર્કેટમાં આવ્યું ગરમીમાં ઠંડક આપતું જેકેટ ! જાણો ક્યાં મળે છે?
માર્કેટમાં આવ્યું ગરમીમાં ઠંડક આપતું જેકેટ ! જાણો ક્યાં મળે છે?
ગુજરાતના આ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં જ 10 લોકોના મોત
ગુજરાતના આ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં જ 10 લોકોના મોત
આ પાંચ રાશિના જાતકોને આજે આર્થિક લાભના સંકેત
આ પાંચ રાશિના જાતકોને આજે આર્થિક લાભના સંકેત
સાબરકાઠાં: કાળઝાળ ગરમીથી લોકો બેહાલ, ઇડર બન્યું અગનગોળાની ભઠ્ઠી, જુઓ
સાબરકાઠાં: કાળઝાળ ગરમીથી લોકો બેહાલ, ઇડર બન્યું અગનગોળાની ભઠ્ઠી, જુઓ
અમદાવાદમાં હીટવેવના કારણે લૂ, ઝાડા ઉલ્ટીના કેસમાં થયો વધારો
અમદાવાદમાં હીટવેવના કારણે લૂ, ઝાડા ઉલ્ટીના કેસમાં થયો વધારો
ભાવનગરમાં ખનિજ માફિયાઓ બેફામ, ભૂસ્તર વિભાગના અધિકારીની કરી રેકી
ભાવનગરમાં ખનિજ માફિયાઓ બેફામ, ભૂસ્તર વિભાગના અધિકારીની કરી રેકી
રાજકોટ ખાતે TV9ના એજ્યુકેશન એક્સપોમાં બીજા દિવસે પણ વિદ્યાર્થીનો ધસારો
રાજકોટ ખાતે TV9ના એજ્યુકેશન એક્સપોમાં બીજા દિવસે પણ વિદ્યાર્થીનો ધસારો
કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગનું હીટવેવ એલર્ટ, જાણો
કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગનું હીટવેવ એલર્ટ, જાણો
મહેસાણાઃ કાળઝાળ ગરમીને લઈ વોટરપાર્કમાં લોકોની ભીડ ઉમટતા હાઉસફૂલ, જુઓ
મહેસાણાઃ કાળઝાળ ગરમીને લઈ વોટરપાર્કમાં લોકોની ભીડ ઉમટતા હાઉસફૂલ, જુઓ
g clip-path="url(#clip0_868_265)">