Breaking News: Atiq Ahmed Murder Case: અતીક-અશરફ હત્યા કેસની સુપ્રીમમાં સુનાવણી 28 એપ્રિલે થશે
તમને જણાવી દઈએ કે 16 એપ્રિલની રાત્રે અતીક અને તેના ભાઈ અશરફની પ્રયાગરાજમાં હત્યા કરવામાં આવી હતી. આ કેસની તપાસ માટે સુપ્રીમ કોર્ટમાં એક અરજી કરવામાં આવી હતી.
અતીક અહેમદ અને તેના ભાઈ અશરફની હત્યાની તપાસની માંગ પર સુપ્રીમ કોર્ટ 28 એપ્રિલે સુનાવણી કરશે. કેસ આજે એટલે કે 24 એપ્રિલે સાંભળવાનો હતો પણ ઘણા જ્જની તબિયત સારી ના હોવાના કારણે લિસ્ટમાં ના આવી શક્યો. ચીફ જસ્ટિસે અરજીકર્તાને શુક્રવારે સુનાવણીનું આશ્વાસન આપ્યું છે. અરજીમાં ઉત્તરપ્રદેશમાં 2017થી અત્યાર સુધી થયેલા 183 એનકાઉન્ટરની તપાસની પણ માંગ કરવામાં આવી છે.
આ પણ વાંચો: Breaking News : પ્રયાગરાજના ડેપ્યુટી CMOનો એક હોટલની રૂમમાંથી મૃતદેહ મળી આવ્યો , રૂમમાં લટકી રહી હતી લાશ
તમને જણાવી દઈએ કે 16 એપ્રિલની રાત્રે અતીક અને તેના ભાઈ અશરફની પ્રયાગરાજમાં હત્યા કરવામાં આવી હતી. આ કેસની તપાસ માટે સુપ્રીમ કોર્ટમાં એક અરજી કરવામાં આવી હતી. અરજીમાં પૂર્વ ન્યાયાધીશની અધ્યક્ષતામાં એક સ્વતંત્ર વિશેષ સમિતિની રચના કરવાની માંગ કરવામાં આવી છે. હવે સુપ્રીમ કોર્ટ આ મામલે 28 એપ્રિલે સુનાવણી કરશે.
SC to hear on April 28 plea seeking an inquiry into #AtiqAshraf killing in police presence #TV9News pic.twitter.com/asJCvJltMA
— Tv9 Gujarati (@tv9gujarati) April 24, 2023
પોલીસ કસ્ટડીમાં થઈ હતી હત્યા
તમને જણાવી દઈએ કે માફિયા ભાઈઓ અતીક અહેમદ અને અશરફની પોલીસ કસ્ટડીમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. ત્રણ હુમલાખોરોએ 18 રાઉન્ડ ફાયરિંગ કરીને બંને ભાઈઓની હત્યા કરી નાખી હતી. ત્રણ આરોપીઓની ઓળખ લવલેશ, સની સિંહ અને અરુણ મૌર્ય તરીકે થઈ હતી.
તમામ એન્કાઉન્ટરની તપાસની માંગ
એડવોકેટ વિશાલ તિવારીએ આ મામલાની તપાસને લઈને સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. તિવારીએ 2017થી ઉત્તર પ્રદેશમાં થયેલા 183 એન્કાઉન્ટરની તપાસની પણ માંગ કરી છે. અતીક અને અશરફ પોલીસ ટીમ સાથે મેડિકલ તપાસ માટે જઈ રહ્યા હતા ત્યારે તેમને ગોળી મારવામાં આવી હતી. મીડિયાકર્મી બનીને આવેલા ત્રણ લોકોએ આ હત્યાને અંજામ આપ્યો હતો. પોલીસ હાલ ત્રણેય હત્યારાઓની પૂછપરછ કરી રહી છે.
માફિયા અતીકની હત્યા બાદ કોને મળશે તેની કરોડોની મિલકત
મીડિયા રિપોર્ટ્સ અનુસાર અતીકની કુલ સંપત્તિ 1200 કરોડની આસપાસ છે. તેની પાસે ઘણી ગેરકાયદેસર અને બિનજરૂરી મિલકતો છે. અતીકના પુત્ર અસદ અને શૂટર ગુલામના એન્કાઉન્ટર પહેલા ઈડીએ અતીક અને તેના નજીકના સાથીદારો પર દરોડા પાડ્યા હતા. ત્યારબાદ EDને 15 સ્થળોએથી 100થી વધુ ગેરકાયદેસર અને બેનામી મિલકતોના કાગળો મળ્યા હતા. આ દરમિયાન એ વાત પણ સામે આવી હતી કે તેણે લખનૌ અને પ્રયાગરાજના પોશ વિસ્તારોમાં ઘણી પ્રોપર્ટી ખરીદી છે. આ મિલકતો અતીકના નામે અથવા તેના પરિવારના સભ્યોના નામે છે.
એક અહેવાલ મુજબ જ્યારથી યુપી પોલીસ અને વહીવટીતંત્રે ગેંગસ્ટર એક્ટ હેઠળ માફિયા અતીકની સંપત્તિની તપાસ કરી છે, જે ડેટા સામે આવ્યો છે તે ચોંકાવનારો છે. ED અનુસાર અતીકે જે પ્રોપર્ટી ખરીદી હતી તે સર્કલ રેટ કરતા ઘણી ઓછી કિંમતે તેના નામે હતી.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
દેશ ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…