16 દિવસમાં 500થી વધુ ફ્લાઈટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, કોણ ઘડી રહ્યું છે ભારત વિરુદ્ધ ષડયંત્ર ?

છેલ્લા 16 દિવસમાં 500થી વધુ ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સને બોમ્બની ધમકીઓ મળી છે. બોમ્બ કોલની ધમકીને કારણે એરલાઇન્સને કરોડો રૂપિયાનું નુકસાન થાય છે. મુસાફરોને જે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ત્યારે આવી ઘટનાઓ કેમ સતત બની રહી છે અને આની પાછળ કોઈ ષડયંત્ર રચી રહ્યું છે કે કેમ ? તેના વિશે આ લેખમાં જાણીશું.

16 દિવસમાં 500થી વધુ ફ્લાઈટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, કોણ ઘડી રહ્યું છે ભારત વિરુદ્ધ ષડયંત્ર ?
Bomb Threat
Follow Us:
| Updated on: Oct 30, 2024 | 5:22 PM

દેશમાં વિમાનોને ધમકીઓ આપવાનો સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યો. 29 ઓક્ટોબરે વિવિધ ભારતીય એરલાઇન્સ દ્વારા સંચાલિત 100થી વધુ ફ્લાઇટ્સને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. જેમાં એર ઈન્ડિયાની 36, ઈન્ડિગોની 35 અને વિસ્તારાની 32 ફ્લાઈટ્સનો સમાવેશ થાય છે. ત્યારે આવી ઘટનાઓ કેમ સતત બની રહી છે અને આની પાછળ કોઈ ષડયંત્ર રચી રહ્યું છે કે કેમ ? તેના વિશે આ લેખમાં જાણીશું.

છેલ્લા 16 દિવસમાં 500થી વધુ ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સને બોમ્બની ધમકીઓ મળી છે. બોમ્બ કોલની ધમકીને કારણે એરલાઇન્સને કરોડો રૂપિયાનું નુકસાન થાય છે. ફ્લાઇટ સરેરાશ 5થી 7 કલાક મોડી થવાને કારણે મુસાફરોને જે મુશ્કેલીનો સામનો કરવો પડે છે તે અલગ.

સુરક્ષા એજન્સીઓ દ્વારા આ કેસોની તપાસ અલગ અલગ એંગલથી કરવામાં આવી રહી છે. જેમ કે, આ ધમકીઓ પાછળ કોઈ આતંકવાદી સંગઠનો છે, શું ખાલિસ્તાન સમર્થકો આ ધમકીઓ આપી રહ્યા છે કે પછી આ એરલાઈન્સ કંપનીઓને નુકસાન તરફ લઈ જવાનું ષડયંત્ર છે, આ તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને આ મામલે તપાસ કરવામાં આવશે.

અનન્યા પાંડેના બોયફ્રેન્ડનું જામનગર સાથે છે કનેક્શન, જુઓ ફોટો
દિવાળીમાં ડાયાબિટીસના દર્દીઓ આ રીતે રાખે સ્વાસ્થ્યનું ધ્યાન
Almonds For Health : બદામ ખાવાથી શરીરના આટલા રોગ થશે દૂર, જાણી ને ચોંકી જશો
ફટાકડાના ધુમાડાથી આંખમાં બળતરા થાય તો કરો આ ઉપાય, મળશે રાહત
કોકોનટ શુગરનું સેવન કરવાથી થાય છે અનેક ફાયદા
Cashew nuts and Pistachios : શું કાજુ - પિસ્તા સાથે ખાવાથી થશે વધુ ફાયદો?

બોમ્બની ધમકીના કોલથી 1400 કરોડ રૂપિયાનું નુકસાન

ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સમાં બોમ્બની ધમકીને કારણે એરલાઈન્સ કંપનીઓને 1200થી 1400 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. એરલાઇનના સૂત્રોના જણાવ્યા અનુસાર, ઇમરજન્સી લેન્ડિંગ દરમિયાન મુસાફરો અને ક્રૂને રોકાવાના ખર્ચથી લઈને ફ્લાઇટ ગ્રાઉન્ડિંગ પાછળ 25 લાખથી 4 કરોડ રૂપિયાનો ખર્ચ થાય છે.

જે એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ થાય છે, ત્યાં પણ ચાર્જ ચૂકવવો પડે છે. હોટલોમાં મુસાફરો અને ક્રૂને રાખવાનો ખર્ચ પણ આવે છે અને તેમના માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવે છે. આ પછી એક નવી ક્રૂ ગોઠવાય છે. કેટલાક કિસ્સાઓમાં મુસાફરોને 100 ટકા રિફંડ પણ આપવું પડે છે. ફ્લાઇટ એક દિવસમાં ચારથી છ ટ્રિપ કરે છે. ત્યારે બોમ્બની ધમકીથી તમામ ફ્લાઇટ્સ પ્રભાવિત થાય છે. તેનાથી એરલાઈન્સનો ખર્ચ વધે છે.

VPN અને ડાર્ક વેબ જેવા નેટવર્કનો ઉપયોગ

ધમકીભર્યા કોલ મોટાભાગે VPN અને ડાર્ક વેબ જેવા નેટવર્ક દ્વારા કરવામાં આવી રહ્યા છે. ત્યારે આવા કોલને ટ્રેક કરવા મુશ્કેલ છે. જો કોઈપણ એક વિમાનને ધમકીભર્યે કોલ આવે તો ફ્લાઈટને ટેક ઓફ કરવાની મંજૂરી આપવામાં આવતી નથી. સુરક્ષા એજન્સીઓ, એરપોર્ટ ઓથોરિટી, CISF, સંબંધિત એરલાઇન્સ અને DGCAના અધિકારીઓ વચ્ચે બેઠક યોજવામાં આવે છે. આમાં ધમકીના તમામ પાસાઓની ચર્ચા કરવામાં આવે છે. કોલની ગંભીરતા અને શોર્સનું મૂલ્યાંકન કરવામાં આવે છે. જ્યાં સુધી આ બેઠકમાંથી ગ્રીન સિગ્નલ ન મળે ત્યાં સુધી ફ્લાઇટને હોલ્ડ પર રાખવામાં આવી છે. તપાસ પ્રક્રિયામાં ઓછામાં ઓછા પાંચથી સાત કલાકનો સમય લાગે છે. આના કરતાં પણ વધુ સમય લાગે છે.

સરકારે શું પગલાં લીધા ?

કેન્દ્ર સરકારે આ ધમકીઓ પર કડક વલણ અપનાવ્યું છે. આઈટી મંત્રાલયે 26 ઓક્ટોબરે એક એડવાઈઝરી જારી કરીને સોશિયલ મીડિયા પ્લેટફોર્મને કહ્યું હતું કે જો તેઓ આવી ખોટી માહિતીને તાત્કાલિક દૂર નહીં કરે તો આઈટી એક્ટ હેઠળ તેમને આપવામાં આવેલી ઈમ્યુનિટી રદ કરવામાં આવશે. મંત્રાલયે કહ્યું કે આવી માહિતી તાત્કાલિક દૂર કરવી પડશે અને આ માહિતી સંબંધિત અધિકારીઓને પણ આપવી પડશે.

મોટાભાગના ધમકીભર્યા કોલ કે મેસેજ વિદેશી ધરતી પરથી કરવામાં આવી રહ્યા છે, આવી સ્થિતિમાં તપાસ પ્રક્રિયા ઝડપથી આગળ વધતી નથી. આ માટે ઇન્ટરપોલ જેવી આંતરરાષ્ટ્રીય એજન્સીઓની મદદ લેવામાં આવી રહી છે. આ ઉપરાંત કેન્દ્ર સરકાર એરક્રાફ્ટ સેફ્ટી એક્ટને વધુ કડક બનાવવા પર પણ વિચાર કરી રહી છે.

આ ઉપરાંત બોમ્બ થ્રેટ એસેસમેન્ટ કમિટી (BTAC) પ્રોટોકોલમાં ફેરફારો કરવામાં આવ્યા છે. સરકાર આવા ખતરાઓનો સામનો કરવા માટે કાયદામાં સુધારો કરવાની યોજના બનાવી રહી છે, જેમાં નો-ફ્લાય લિસ્ટમાં ગુનેગારોને સામેલ કરવાની જોગવાઈ હોઈ શકે છે. આ સિવાય સિવિલ એવિએશન એક્ટ (SUASCA), 1982માં સુધારો કરવાનો પ્રસ્તાવ છે, જેથી એરક્રાફ્ટ પર કોઈ ગેરકાયદેસર કૃત્ય થાય તો કોર્ટના આદેશ વિના પણ તપાસ શરૂ કરી શકાય. આ અંતર્ગત પ્લેનમાં બોમ્બની ધમકી આપનારાઓ સામે કડક સજાની જોગવાઈ પણ કરવામાં આવશે.

ફ્લાઈટને બોમ્બની ધમકી આપનાર એક વ્યક્તિની થઈ ઓળખ

નાગપુર પોલીસે વિમાનોને બોમ્બની ખોટી ધમકી આપનાર વ્યક્તિની ઓળખ કરી લીધી છે. જે મુજબ વ્યક્તિનું નામ જગદીશ ઉઇકે છે અને તેની ઉંમર 35 વર્ષ છે. તે મહારાષ્ટ્રના ગોંદિયાનો રહેવાસી છે. જગદીશ દ્વારા બોમ્બની ખોટી ધમકીના કારણે ગભરાટ ફેલાયો હતો. જે બાદ ફ્લાઈટ્સ મોડી પડી હતી અને એરપોર્ટ અને અન્ય સંસ્થાઓ પર સુરક્ષા વધારી દેવામાં આવી હતી.

નાગપુર સિટી પોલીસની સ્પેશિયલ બ્રાન્ચે જણાવ્યું કે, આ વ્યક્તિની ઓળખ આતંકવાદ પર એક પુસ્તકના લેખક જગદીશ ઉઇકે તરીકે થઈ છે. 2021માં એક કેસમાં ઉઇકેની પણ ધરપકડ કરવામાં આવી હતી. વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે ધમકીનો ઈમેલ મળી આવ્યા બાદ આ વ્યક્તિ ફરાર છે. ઉઇકેની ધરપકડ કરવા માટે એક વિશેષ ટીમ બનાવવામાં આવી છે અને ટૂંક સમયમાં તેની ધરપકડ કરવામાં આવશે.

કેન્દ્રીય મંત્રીએ આપી માહિતી

મામલો કેટલો ગંભીર છે તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે કેન્દ્રીય મંત્રી રામ મોહન નાયડુએ પોતે પત્રકાર પરિષદમાં આ ધમકીઓની માહિતી આપવી પડી હતી. તેમણે કહ્યું કે જ્યારે પણ ધમકી આપનારા પકડાશે ત્યારે તેમને નો-ફ્લાય લિસ્ટમાં મૂકવામાં આવશે. તેનો અર્થ એ કે તે તેના જીવનમાં ક્યારેય પ્લેનમાં મુસાફરી કરી શકશે નહીં.

તપાસ માટે BTACની રચના

હવે સવાલ એ છે કે એ લોકો કોણ છે જેઓ પ્લેનમાં બોમ્બ હોવાની સતત ખોટી અફવા ફેલાવી રહ્યા છે ? તેમનો હેતુ શું છે ? શું આ કોઈ મોટું ષડયંત્ર તો નથી ને ? બોમ્બની ધમકીઓ મળ્યા પછી એરલાઇન્સ આ ધમકીઓને હળવાશથી લેવાનું શરૂ કરે છે, તો શું ધમકી આપનારાઓ તે ક્ષણની રાહ જોઈ રહ્યા છે ?

નાગરિક ઉડ્ડયન મંત્રાલય પણ આ બાબતથી વાકેફ છે. એટલા માટે આટલી મોટી સંખ્યામાં ધમકીઓ મળ્યા બાદ તેની તપાસ કરવા અને સમજવા માટે બોમ્બ થ્રેટ એસેસમેન્ટ ટીમ એટલે કે BTACની રચના કરવામાં આવી છે. આ ટીમ દેશના દરેક એરપોર્ટ પર તૈનાત કરવામાં આવી છે. આ અંગે સ્થાનિક પોલીસ, ગૃહ મંત્રાલયની સાયબર વિંગ, CISF, IB અને અન્ય મહત્વની એજન્સીઓની બેઠકો પણ યોજવામાં આવી છે. દેશભરના એરપોર્ટને સંપૂર્ણ એલર્ટ પર રહેવા માટે કહેવામાં આવ્યું છે.

માવજીભાઈ ના માન્યા, વાવ બેઠક પર ભાજપ-કોંગ્રેસ-અપક્ષ વચ્ચે જામશે જંગ
માવજીભાઈ ના માન્યા, વાવ બેઠક પર ભાજપ-કોંગ્રેસ-અપક્ષ વચ્ચે જામશે જંગ
દિવાળીને ધ્યાનમાં લઈ 108 ઈમરજન્સી સેવા સજ્જ, તમામ કર્મચારીઓની રજા રદ
દિવાળીને ધ્યાનમાં લઈ 108 ઈમરજન્સી સેવા સજ્જ, તમામ કર્મચારીઓની રજા રદ
વાપીમાં પાર્કિંગમાં બેઠેલા યુવકને કાર ચાલકે મારી ટક્કર
વાપીમાં પાર્કિંગમાં બેઠેલા યુવકને કાર ચાલકે મારી ટક્કર
વિસનગરના બાસણામાં દારુના અડ્ડા પર જનતા રેડ
વિસનગરના બાસણામાં દારુના અડ્ડા પર જનતા રેડ
જાફરાબાદમાં MLA હીરા સોલંકીના જમાઈ પર હુમલો, 6 લોકો સામે નોંધી ફરિયાદ
જાફરાબાદમાં MLA હીરા સોલંકીના જમાઈ પર હુમલો, 6 લોકો સામે નોંધી ફરિયાદ
ટ્રેક્ટર અને ટ્રોલીની ચોરીનો ભેદ ઉકેલાયા,પોલીસે બે આરોપીની કરી ધરપકડ
ટ્રેક્ટર અને ટ્રોલીની ચોરીનો ભેદ ઉકેલાયા,પોલીસે બે આરોપીની કરી ધરપકડ
આ રાશિના જાતકોને આજે આર્થિક લાભના સંકેત, જાણો આજનું રાશિફળ
આ રાશિના જાતકોને આજે આર્થિક લાભના સંકેત, જાણો આજનું રાશિફળ
ગુજરાતમાં આગામી કેટલાક દિવસ સહન કરવી પડશે ગરમી
ગુજરાતમાં આગામી કેટલાક દિવસ સહન કરવી પડશે ગરમી
બેસતુ વર્ષના દિવસે અંબાજી મંદિરમાં દર્શન અને આરતીના સમયમાં ફેરફાર
બેસતુ વર્ષના દિવસે અંબાજી મંદિરમાં દર્શન અને આરતીના સમયમાં ફેરફાર
ભરૂચ SOGએ ગેરકાયદે સિગારેટનો મોટો જથ્થો ઝડપ્યો, 2 આરોપીની ધરપકડ
ભરૂચ SOGએ ગેરકાયદે સિગારેટનો મોટો જથ્થો ઝડપ્યો, 2 આરોપીની ધરપકડ
g clip-path="url(#clip0_868_265)">