Azadi Ka Amrit Mahotsav : આઝાદીના 90 વર્ષ પહેલા બરેલી એક વર્ષ માટે આઝાદ હતુ, જાણો બરેલીને એક વર્ષ સુધી આઝાદ રાખનાર ક્રાંતિકારીની કહાની

|

Jul 29, 2022 | 7:56 PM

Azadi Ka Amrit Mahotsav : ખાન બહાદુર ખાંની ધરપકડ પછી અંગ્રેજો દ્વારા તેને યાતનાઓ આપવામાં આવી, તેના પર કેસ ચલાવવામાં આવ્યો અને 22 ફેબ્રુઆરી 1860ના રોજ તેને દોષિત ઠેરવવામાં આવ્યો અને મૃત્યુદંડની સજા આપવામાં આવી.

Azadi Ka Amrit Mahotsav : આઝાદીના 90 વર્ષ પહેલા બરેલી એક વર્ષ માટે આઝાદ હતુ, જાણો બરેલીને એક વર્ષ સુધી આઝાદ રાખનાર ક્રાંતિકારીની કહાની

Follow us on

દેશના ઘણા ભાગોને પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ (First freedom struggle) દરમિયાન આઝાદી મળી હતી, દેશમાં આ આઝાદી ક્યાંક 5 થી 7 દિવસ રહી તો ક્યાંક 10 થી 30 દિવસ સુધી આ આઝાદી ચાલી. જોકે ત્યારપછી અંગ્રેજોએ ફરીથી પુનરાગમન કર્યુ. એકમાત્ર બરેલી જ એવુ રજવાડું રહ્યું જેને અંગ્રેજો એક વર્ષ સુધી ફરીથી કબજે કરી શક્યા નહીં. ધૂંધળી ક્રાંતિના તણખલાએ 10 મે, 1857ના રોજ મેરઠમાં સ્વતંત્રતા પ્રેમીઓને એક કર્યા. 4 દિવસમાં બરેલી પહોંચીને આ ચિનગારી આગ બની ગઈ હતી.

જો કે ક્રાંતિકારીઓએ ખુલ્લેઆમ વિરોધ કરવાને સ્થાને હમણા અંદરો અંદર જ આયોજન બનાવવાનું યોગ્ય માન્યું. જેથી અંગ્રેજો પર આયોજનબદ્ધ રીતે હુમલો કરી શકાય અને તેની અસર પણ દેખાય. જે પછી 31 મેના રોજ બળવો (Rebellion) શરૂ થયો હતો. જેના પગલે અંગ્રેજોમાં થોડી થોડી ચિંતા જોવા મળી રહી હતી. ઘણા અંગ્રેજ અધિકારીઓ તો માર્યા ગયા. જો કે અંગ્રેજો વિરુદ્ધ આયોજન ઘડી રહેલાક્રાંતિકારીઓનું નેતૃત્વ ખાન બહાદુર ખાં (Khan Bahadur Khan) કરી રહ્યા હતા. જેમને બરેલીના નવાબ જાહેર કરવામાં આવ્યા હતા. ત્યારે અમે તમને આજે જણાવીશું કે કેવી રીતે બરેલીના રણબેંકર્સે અંગ્રેજોને બરેલી છોડવા મજબૂર કર્યા.

ખાન બહાદુર ખાન રુહેલા સરદારના વંશજ હતા

ખાન બહાદુર ખાં કે જેમણે બરેલીમાં ક્રાંતિનું બ્યુગલ વગાડ્યુ હતુ તે રુહેલા સરદાર હાફિઝ રહેમત ખાનના પૌત્ર હતા. ખાન બહાદુર ખાંનો જન્મ 1791 માં થયો હતો અને તેમના પિતા ઝુલ્ફીકાર અલી ખાનના મૃત્યુ પછી, તેઓ બરેલીના ભોદ વિસ્તારમાં સ્થાયી થયા હતા. અગાઉ તેમનું રહેઠાણ કેન વિસ્તારમાં હતું. તેઓ બ્રિટિશ સરકારમાં સદર જજ પણ હતા.

તમને આ ખબર છે.. સમુદ્ર અને મહાસાગર વચ્ચે શું તફાવત છે? 99 ટકા લોકો જાણતા નથી
OYO room Booking : રિલેશનશિપ સ્ટેટ્સ જાણવા માટે OYO માં ક્યા ડોક્યુમેન્ટ્સ જોઈશે?
Dry fruits and Nuts : ડ્રાયફ્રુટ્સ અને નટ્સ વચ્ચે શું તફાવત છે? જાણો
જાણો સ્વાસ્થ્ય માટે સફેદ અને કાળા મરી, બંન્નેમાંથી ક્યાં છે ફાયદાકારક
આજનું રાશિફળ તારીખ : 22-01-2025
રિંકુ સિંહની ભાવિ પત્ની આ ખાસ વ્યક્તિની છે મોટી ફેન

ક્રાંતિ પહેલા અંગ્રેજોને ચેતવણી આપી

14 મે, 1857 ના રોજ બરેલીમાં ક્રાંતિની તૈયારીઓ શરૂ કરવામાં આવી હતી. ખાન બહાદુર ખાંના ઘરે ક્રાંતિકારી નેતાઓની બેઠકો યોજવામાં આવી હતી, વિદ્રોહનું કાપડ વણવામાં આવ્યું હતું. ખાન બહાદુર ખાન સદર ન્યાયાધીશ પણ રહી ચૂક્યા હતા, તેથી તેઓ પોતે કમિશનરને ઘણી વખત મળ્યા હતા અને બળવાના સંભવિત પાસાઓ અંગે સંકેતો આપ્યા હતા, જેથી અંગ્રેજો બરેલી છોડી દે, તેમણે એમ પણ કહ્યું કે તમે તમારા જીવ સાથે ભાગી જાઓ તો સારું. .

ઘણા અંગ્રેજ અધિકારી માર્યા ગયા

બરેલીના તત્કાલિન કમિશનરે ખાન બહાદુરની વાતને ગંભીરતાથી લીધી ન હતી. જેથી 31 મેના રોજ બરેલીમાં જંગ-એ-આઝાદીનું બ્યુગલ ફૂંકાયું. જે પછી અંગ્રેજ અધિકારીઓની હત્યા કરવામાં આવી હતી. જે પછી અંગ્રેજોના પગ પાછા પડ્યા. તે ક્રાંતિકારી સૈન્ય સામે લાચાર બની ગયા અને તેણે હથિયાર મૂકીને બરેલી છોડવાનું યોગ્ય માન્યું.

1 જૂન, 1857ના રોજ વિજય સરઘસ નીકળ્યુ હતુ

લેખક સુધીર વિદ્યાર્થીએ ‘બરેલી એક કોલાજ’ નામનું પુસ્તક લખેલુ છે. જેમાં જણાવ્યા અનુસાર 31મી મેના રોજ બરેલી પર ક્રાંતિકારીઓનો કબજો હતો. એટલે કે બરેલી આઝાદીની શ્વાસ લઈ રહ્યુ હતુ. જે પચી 1 જૂન, 1857ના રોજ ક્રાંતિકારીઓએ વિજય સરઘસ પણ કાઢ્યું હતુ. નવાબ બહાદુર ખાનને આ સરઘસના અંતે બરેલીના નવાબ જાહેર કરવામાં આવ્યા હતા અને તેમની તાજપોશી કરવામાં આવી હતી.

શોભારામને દિવાન બનાવાયા હતા

ખાન બહાદુર ખાને બરેલીના નવાબ બન્યા પછી લોકોને અન્ય સરકારી હોદ્દાઓ પર નિયુક્ત કર્યા અને બરેલીના રજવાડાની સત્તા પોતાના હાથમાં લીધી. તેણે શોભારામને પોતાનો દીવાન બનાવ્યો. ધીરે ધીરે, તેણે બદાઉન, પીલીભીત અને શાહજહાંપુરમાંથી પણ અંગ્રેજોને ભગાડ્યા.

અંગ્રેજો એક વર્ષ સુધી બરેલી પર કબજો કરી શક્યા નહીં

અંગ્રેજો માટે બ્રિટિશ અધિકારીઓની હત્યા અને ઈસ્ટ ઈન્ડિયા કંપનીમાંથી બરેલીની મુક્તિ એ એક મોટો ફટકો હતો. અંગ્રેજો કોઈપણ રીતે બરેલી પર ફરીથી કબજો કરવા માગતા હતા. પણ એક વર્ષ સુધી તેમના માટે તે શક્ય બન્યું નહીં. યુદ્ધો ચાલુ રહ્યા પરંતુ બહાદુર ખાનની સેના દરેક વખતે અંગ્રેજોને હરાવતી રહી. અંતે 7 મે 1858ના રોજ અંગ્રેજોએ જોરદાર હુમલો કર્યો અને બરેલી પર ફરીથી કબજો મેળવ્યો

ખાન બહાદુરની નેપાળમાં ધરપકડ

અંગ્રેજોએ નવાબ ખાન બહાદુરને બરેલીમાં હરાવ્યો હતો. તેમ છતા તેણે હાર ન માની અને સેનાનું પુનર્ગઠન કરવા માટે બરેલી છોડીને નેપાળ પહોંચી ગયો, પરંતુ ત્યાંના શાસક જંગ બહાદુરે તેને મદદ ન કરી, પરંતુ તેની ધરપકડ કરી અને અંગ્રેજોને સોંપી દીધો.

ખાન બહાદુરે ફાંસી આપતા પહેલા કહ્યું, ‘આ મારી જીત છે’

ખાન બહાદુર ખાંની ધરપકડ પછી અંગ્રેજો દ્વારા તેને યાતનાઓ આપવામાં આવી, તેના પર કેસ ચલાવવામાં આવ્યો અને 22 ફેબ્રુઆરી 1860ના રોજ તેને દોષિત ઠેરવવામાં આવ્યો અને મૃત્યુદંડની સજા આપવામાં આવી. ઈતિહાસકારોના મતે 24 માર્ચ 1860ના રોજ ફાંસી પર લટકતા પહેલા તેણે લોકોને ઉંચા અવાજમાં કહ્યું – ‘અંગ્રેજો સામે સંઘર્ષ ચાલુ રાખવો, તે મને શું મારશે, મેં ઘણા અંગ્રેજોને માર્યા છે, આ મારી જીત છે’.

જ્યાં નવાબ બન્યા, ત્યાં જ ફાંસી અપાઇ

અંગ્રેજો ક્રાંતિના પ્રયાસોને સંપૂર્ણપણે દબાવવા માગતા હતા, તેથી તેઓએ ખાન બહાદુર ખાંને ફાંસી આપવા માટે જૂની કોતવાલી સ્થળ પસંદ કર્યુ. આ તે જ સ્થળ હતું જ્યાં અંગ્રેજોને હરાવીને ખાન બહાદુર ખાંનો તાજ પહેરાવવામાં આવ્યો હતો અને તેમને નવાબ જાહેર કરવામાં આવ્યા હતા. તેમને જૂની કોતવાલી ખાતે જાહેરમાં ફાંસી આપવામાં આવી હતી, જેથી ક્રાંતિકારીઓમાં ગભરાટ ફેલાયો હતો, જો કે અંગ્રેજોનો આ હુમલો પણ ખાલી ગયો અને ક્રાંતિકારીઓની પ્રવૃત્તિઓ ચાલુ રહી.

Next Article