ભારતે આઝાદી પછી ઘણા ફેરફારો જોયા છે અને આ સ્વતંત્રતા મેળવવા માટે કરવા માટે ઘણો સંઘર્ષ કર્યો છે.
ઘણા ફેરફારો પછી ભારતનો રાષ્ટ્રધ્વજ ત્રિરંગો બન્યો છે. તેણે પણ ઘણી સફર ખેડી છે.
પહેલો ધ્વજ 7 ઓગસ્ટ 1906ના રોજ કલકત્તાના પારસી બાગાન ચોક (ગ્રીન પાર્ક) ખાતે ફરકાવવામાં આવ્યો હતો.
વર્ષ 1907માં મેડમ કામા અને કેટલાક ક્રાંતિકારીઓએ પેરિસમાં બીજો ધ્વજ ફરકાવ્યો હતો.
ઈ.સ. 1917માં તેને હોમ રૂલ ચળવળ દરમિયાન ડૉ. એની બેસન્ટ અને લોકમાન્ય ટિળકે લહેરાવ્યો હતો.
અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના અધિવેશન દરમિયાન આંધ્રપ્રદેશના એક યુવકે એક ધ્વજ બનાવીને ગાંધીજીને આપ્યો હતો.
પાંચમો ધ્વજ આવ્યો જે વર્તમાન કરતા થોડો અલગ હતો. તેમાં ચક્રને બદલે ચરખો હતો. ધ્વજના ઈતિહાસમાં 1931નું વર્ષ યાદગાર વર્ષ છે.
22 જુલાઈ 1947ના રોજ, બંધારણ સભાએ તેને મુક્ત ભારતીય રાષ્ટ્રધ્વજ તરીકે અપનાવ્યો. આ આજનો ત્રિરંગો અને ભારતનો રાષ્ટ્રધ્વજ છે.