વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) આજે સાંજે સેન્ટ્રલ વિસ્ટા એવન્યુનું ઉદ્ઘાટન કરશે. 14000 કરોડનો આ સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ અમદાવાદના ફેમસ આર્કિટેક્ટ ડો. બિમલ પટેલે (Dr. Bimal Patel) ડિઝાઈન કર્યો છે. આ પહેલા પણ તે ઘણા મહત્વપૂર્ણ પ્રોજેક્ટ પર કામ કર્યું છે. તેમને ઘણી ઈમારતોની ડિઝાઇન તૈયાર કરી છે. પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે ડો.પટેલને વૈજ્ઞાનિક બનવું હતું, પરંતુ તેઓ આર્કિટેક્ટ બની ગયા.
વિમલના પિતા હસમુખ પટેલ પણ ફેમસ આર્કિટેક્ટ હતા, તેથી કહી શકાય કે આર્કિટેક્ટનું કામ ડો.વિમલને વારસામાં મળ્યું. નાનપણમાં વિમલ તેના પિતા સાથે દરરોજ ડિઝાઇન કાર્યાલયમાં જતો. પરંતુ તે ભૌતિકશાસ્ત્ર હતું, જેણે તેમને આકર્ષિત કર્યું. ખરેખર ડો. પટેલ તેમના પિતા સાથે વિક્રમ સારાભાઈ કોમ્યુનિટી સાયન્સ સેન્ટરની સતત જતા હતા. અહીંથી જ તેમની સાઈન્ટિસ્ટ બનવાની ઈચ્છા જાગી. પરંતુ કિસ્મતને કંઈક બીજું જ મંજૂર હતું.
અમદાવાદની સેન્ટ ઝેવિયર્સ સ્કૂલમાંથી અભ્યાસ કર્યા બાદ ડો.વિમલે આર્કિટેક્ટને પોતાનું પ્રોફેશન બનાવી લીધું અને આમાં આગળ વધ્યા. 1984માં તેમને સીઈપીટીમાંથી આર્કિટેક્ટ તરીકે સ્નાતક થયા. આ પછી તે વિદેશ ગયા જ્યાં તેમને માસ્ટર ઓફ આર્કિટેક્ટની ડિગ્રી મેળવી. આ પછી તેમને આ જ વિષયમાં પીએચડી કર્યું. ડો.બિમલ આ બધું કર્યા પછી પિતા સાથે કામ કરવા લાગ્યા. પરંતુ તેમને 1990માં તેના પિતા સાથે કામ કરવાનું શરૂ કર્યું. તેમને અમદાવાદની ધ એન્ટરપ્રેન્યોરશિપ ડેવલપમેન્ટ ઈન્સ્ટિટ્યૂટ માટે ડિઝાઈન તૈયાર કરી હતી. બે વર્ષ પછી 1992માં તેમને આર્કિટેક્ટ માટે આગા ખાન એવોર્ડ સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ પછી ડોક્ટર બિમલે પાછું વળીને જોયું નથી. તેમને આ ક્ષેત્રમાં સતત પ્રગતિ કરી. તેમની ખાસ ડિઝાઈનમાં અમદાવાદનો રિવરફ્રન્ટ પ્રોજેક્ટ, રાજકોટ રેસકોર્સ રિ-ડેવલપમેન્ટ, કાંકરિયાનો રિ-ડેવલપમેન્ટ, આરબીઆઈ અમદાવાદ, ગુજરાત હાઈકોર્ટ, આઈઆઈટી જોધપુર, આઈઆઈએમ અમદાવાદ જેવી ઘણી બિલ્ડિગ્સનો સમાવેશ થાય છે. આ સિવાય સાબરમતી રિવરફ્રન્ટ અને કાશી વિશ્વનાથ ધામ પ્રોજેક્ટની ડિઝાઈન પણ તેમને તૈયાર કરી છે. ડોક્ટર પટેલને અનેક એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. આગા ખાન એવોર્ડ ફોર આર્કિટેક્ચર સિવાય તેમને 1998માં યુએન સેન્ટર ફોર હ્યુમન સેટલમેન્ટ્સ એવોર્ડ ઓફ એક્સેલન્સથી સન્માનિત કરવામાં આવ્યા હતા. 2001માં ડો.વિમલને વર્લ્ડ આર્કિટેક્ચર એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા.
2002માં તેમને પ્રધાનમંત્રી નેશનલ એવોર્ડ ફોર એક્સિલેન્સ ઈન અર્બન પ્લાનિંગ એન્ડ ડિઝાઈનથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પછી વર્ષ 2019માં મોદી સરકારે તેમને પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કર્યા હતા. ડો. બિમલ અમદાવાદમાં સીઈપીટી વિશ્વવિદ્યાલયના અધ્યક્ષ છે અને સ્કૂલ ઓફ પ્લાનિંગ એન્ડ આર્કિટેક્ચર ભોપાલના બોર્ડ ઓફ ગવર્નર્સના અધ્યક્ષ છે.