AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અલા આ શું…! કાલે બેંક બંદ….? જાણો 9 એપ્રિલે કયા કયા રાજ્યોમાં બેંકોના તાળા નહીં ખુલે, ક્યાંક જવું હોય તો આ અહેવાલ જરૂર વાંચી લેજો

શું કાલે બેંકમાં રજા છે? પાંચ રાજ્યોમાં ચૂંટણીના માહોલ વચ્ચે બેંકિંગ સેવાઓને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. જાણી લો તમારા રાજ્યની સ્થિતિ અને ડિજિટલ સેવાનો પ્લાન.

અલા આ શું...! કાલે બેંક બંદ....? જાણો 9 એપ્રિલે કયા કયા રાજ્યોમાં બેંકોના તાળા નહીં ખુલે, ક્યાંક જવું હોય તો આ અહેવાલ જરૂર વાંચી લેજો
Image Credit source: TV9 Network
| Updated on: Apr 08, 2026 | 8:55 PM
Share

જો તમે આવતીકાલે એટલે કે 9 એપ્રિલ 2026ના રોજ બેંકમાં જઈને કોઈ કામ પતાવવાનું વિચારી રહ્યા છો, તો એકવાર આ સમાચાર વાંચી લેજો. દેશના પાંચ મોટા રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી અને પેટાચૂંટણીનો ધમધમાટ શરૂ થઈ રહ્યો છે. આ જ કારણ છે કે આસામ, કેરળ, પુડુચેરી, ગોવા અને કર્ણાટક જેવા રાજ્યોમાં બેંકો બંધ રહેવાની શક્યતા છે. પરંતુ શું દરેક જગ્યાએ રજા હશે? ચાલો સમજીએ આ આખો મામલો.

ક્યાં કન્ફર્મ રજા છે અને ક્યાં નહીં?

સામાન્ય રીતે જ્યારે પણ વોટિંગ હોય ત્યારે જે-તે વિસ્તારમાં જાહેર રજા આપવામાં આવે છે જેથી લોકો મતદાન કરી શકે. ભારતીય રિઝર્વ બેંક (RBI)ના હોલિડે કેલેન્ડર મુજબ, કેરળમાં ચૂંટણીને કારણે બેંકો બંધ રહેવાની પુષ્ટિ કરવામાં આવી છે. જ્યારે આસામ, પુડુચેરી, ગોવા અને કર્ણાટકમાં જ્યાં મતદાન થવાનું છે ત્યાં સ્થાનિક વહીવટના આદેશ મુજબ રજા રહેશે. જો કે, હજુ તમામ રાજ્યો માટે સ્પષ્ટ રજાની જાહેરાત થઈ નથી, તેથી નજીકની બ્રાન્ચમાં પૂછી લેવું હિતાવહ છે.

આ સિવાય અન્ય કોઈ રાજ્યમાં આની અસર જોવા મળશે નહીં અને ત્યાં રાબેતા મુજબ બેંકો ચાલુ રહેશે.

સરકારી કચેરીઓ પર પણ અસર

માત્ર બેંકો જ નહીં, પણ કેન્દ્ર સરકારની ઓફિસો પર પણ આની અસર જોવા મળશે. જે કર્મચારીઓનું મતદાન અન્ય વિસ્તારમાં છે, તેમને વોટ આપવા માટે ‘સ્પેશિયલ કેઝ્યુઅલ લીવ’ આપવામાં આવશે. મતદાનવાળા વિસ્તારોમાં સરકારી કચેરીઓ પણ બંધ રાખવામાં આવશે જેથી લોકશાહીના પર્વમાં સૌ ભાગીદાર બની શકે.

ચિંતા કરવાની જરૂર નથી, આ સેવાઓ ચાલુ રહેશે

જો તમારી બેંકની શાખા બંધ હોય તો પણ તમારે ગભરાવાની જરૂર નથી. તમે ઘરે બેઠા આ બધી સુવિધાઓનો લાભ લઈ શકશો:

  • ATM: પૈસા ઉપાડવા માટે એટીએમ મશીનો ચાલુ રહેશે.
  • ડિજિટલ બેંકિંગ: નેટ બેંકિંગ અને મોબાઈલ એપ દ્વારા પૈસા ટ્રાન્સફર કે પેમેન્ટ કરી શકાશે.
  • ઓનલાઇન પેમેન્ટ: યુપીઆઈ (UPI) જેવી સેવાઓ 24 કલાક કાર્યરત રહેશે.

તમારા આર્થિક વ્યવહારોમાં કોઈ અડચણ ન આવે તે માટે જરૂરી કામ આજે જ પતાવી લેવા વધુ સારું છે. ખાસ કરીને જે રાજ્યોમાં વોટિંગ થવાનું છે ત્યાં બેંકિંગ સેવાઓને લઈને ગૂંચવણ ટાળવા માટે પૂર્વ તૈયારી કરી લેવી જોઈએ.

40 દિવસના જંગ બાદ કોણ બન્યું મિડલ ઈસ્ટનું ‘કિંગ’? અમેરિકાની સુરક્ષા ગેરંટી થઈ તાર-તાર અને ઈરાનનો થયો ઉદય, વાંચો ઇનસાઇડ સ્ટોરી

Follow Us
યુવકે 'છોકરી' શોધવા માટે અપનાવ્યો એવો રસ્તો કે, લોકો 'ચોંકી' ગયા
યુવકે 'છોકરી' શોધવા માટે અપનાવ્યો એવો રસ્તો કે, લોકો 'ચોંકી' ગયા
વડોદરામાં શંકાસ્પદ ખાદ્યતેલ જપ્ત: આરોગ્ય વિભાગની મોટી કાર્યવાહી
વડોદરામાં શંકાસ્પદ ખાદ્યતેલ જપ્ત: આરોગ્ય વિભાગની મોટી કાર્યવાહી
સુરતમાં પૂરથી અસરગ્રસ્ત થયેલા નાગરિકો માટે સરકારે જાહેર કર્યુ રાહત પેક
સુરતમાં પૂરથી અસરગ્રસ્ત થયેલા નાગરિકો માટે સરકારે જાહેર કર્યુ રાહત પેક
ભગવાન જગન્નાથજીના ત્રણેય રથનું મંદિર પરિસરમાં આગમન
ભગવાન જગન્નાથજીના ત્રણેય રથનું મંદિર પરિસરમાં આગમન
જો પાકિસ્તાનમાં હોત તો તારું અપહરણ કરી લેત..., જુઓ Video
જો પાકિસ્તાનમાં હોત તો તારું અપહરણ કરી લેત..., જુઓ Video
વેજ બિરીયાનીને બદલે રેસ્ટોરન્ટે નોન વેજ બિરીયાની મોકલ્યાનો આક્ષેપ
વેજ બિરીયાનીને બદલે રેસ્ટોરન્ટે નોન વેજ બિરીયાની મોકલ્યાનો આક્ષેપ
આજનું રાશિફળ: 15 જુલાઈએ કઈ રાશિએ રાખવી પડશે સાવધાની?
આજનું રાશિફળ: 15 જુલાઈએ કઈ રાશિએ રાખવી પડશે સાવધાની?
ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટને લઈને આવ્યા સૌથી 'મોટા સમાચાર'
ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટને લઈને આવ્યા સૌથી 'મોટા સમાચાર'
રાજુલાના મોટા આગરિયા ગામે ત્રણ સિંહના આંટાફેરાથી ગામલોકોમાં ફફડાટ
રાજુલાના મોટા આગરિયા ગામે ત્રણ સિંહના આંટાફેરાથી ગામલોકોમાં ફફડાટ
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી વરસાદની 'નવી આગાહી'
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી વરસાદની 'નવી આગાહી'
g clip-path="url(#clip0_868_265)">