AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

40 દિવસના જંગ બાદ કોણ બન્યું મિડલ ઈસ્ટનું ‘કિંગ’? અમેરિકાની સુરક્ષા ગેરંટી થઈ તાર-તાર અને ઈરાનનો થયો ઉદય, વાંચો ઇનસાઇડ સ્ટોરી

અમેરિકાની ધમકી અને ઈઝરાયેલની ટેકનોલોજી પર ભારે પડ્યું ઈરાન? 40 દિવસના લોહિયાળ જંગ બાદ પશ્ચિમ એશિયાનું સત્તા સમીકરણ બદલાયું. જાણો કોણે ગુમાવ્યું વર્ચસ્વ.

40 દિવસના જંગ બાદ કોણ બન્યું મિડલ ઈસ્ટનું 'કિંગ'? અમેરિકાની સુરક્ષા ગેરંટી થઈ તાર-તાર અને ઈરાનનો થયો ઉદય, વાંચો ઇનસાઇડ સ્ટોરી
Image Credit source: AI
| Updated on: Apr 08, 2026 | 8:18 PM
Share

પશ્ચિમ એશિયામાં છેલ્લા 40 દિવસથી ચાલી રહેલા ભયાનક યુદ્ધ પર ભલે હાલ વિરામ મુકાયો હોય, પણ આ જંગે દુનિયાને એક નવો ‘કિંગ’ આપ્યો છે. અત્યાર સુધી પશ્ચિમ એશિયામાં અમેરિકાનો સિક્કો ચાલતો હતો, પરંતુ આ 40 દિવસોએ અમેરિકાના વર્ચસ્વ અને ઈઝરાયેલના ‘અજેય’ હોવાના દાવાને હચમચાવી દીધા છે.

શું અમેરિકાની ‘ગેરંટી’ એક્સપાયર થઈ ગઈ?

દાયકાઓથી બહેરીન, દોહા અને અન્ય ખાડી દેશોમાં અમેરિકાના સૈન્ય મથકો એ વાતની ગેરંટી હતા કે અમેરિકા જેની સાથે છે તેનું કોઈ વાળ પણ વાંકું નહીં કરી શકે. પરંતુ ઈરાને આ 40 દિવસમાં આ ગેરંટીને તોડી નાખી છે. ઈરાનનો દાવો છે કે તેના હુમલા બાદ ખાડી દેશોમાં આવેલા અમેરિકી સૈન્ય મથકો હવે રહેવા લાયક પણ બચ્યા નથી. સૌથી મોટી વાત એ છે કે, ઈરાને ખાડી દેશો પર હુમલા કર્યા છતાં એક પણ દેશે વળતો પ્રહાર કરવાની હિંમત કરી નથી.

ઈઝરાયેલના ડિફેન્સ સિસ્ટમની ખુલી ગઈ પોલ

ઈઝરાયેલ હંમેશા પોતાની સૈન્ય શક્તિ અને આધુનિક ટેકનોલોજીના દમ પર આરબ દેશોમાં દબદબો રાખતું હતું. પરંતુ આ જંગમાં ઈરાનની મિસાઈલો અને ડ્રોન ઈઝરાયેલના મલ્ટિ-લેયર ડિફેન્સ સિસ્ટમને ચકમો આપવામાં સફળ રહ્યા. ઈઝરાયેલનો હેતુ ઈરાનના મિસાઈલ ભંડારને ખતમ કરવાનો હતો, પરંતુ 40 દિવસ બાદ પણ ઈરાનની શક્તિ અકબંધ દેખાઈ રહી છે.

ખાડીના દેશો કેમ દેખાયા લાચાર?

સાઉદી અરેબિયા અને યુએઈ (UAE) જેવા દેશો પોતાની આર્થિક શક્તિ અને તેલના ભંડારને કારણે શક્તિશાળી ગણાય છે. રિપોર્ટ્સ મુજબ, આ દેશોએ અમેરિકા પર દબાણ કર્યું હતું કે તે ઈરાનને જડમૂળથી ખતમ કરી નાખે. પરંતુ પરિણામ ઉલટું આવ્યું. ઈરાને આ દેશોમાં આવેલી ઓઈલ રિફાઈનરીઓ પર એવા હુમલા કર્યા કે યુએઈ જેવા દેશોને આ નુકસાનમાંથી બહાર આવતા વર્ષો લાગી જશે. ઈરાની હુમલા સામે આ શક્તિશાળી દેશો માત્ર ટીકા કરવા સિવાય કંઈ જ કરી શક્યા નહીં.

ટ્રમ્પની ડેડલાઈન અને ઈરાનની જીત

ડોનાલ્ડ ટ્રમ્પ સતત ડેડલાઈન આપતા રહ્યા, પણ ઈરાન ઝૂક્યું નહીં. ઈરાનનો દાવો છે કે અમેરિકાએ તેના તમામ 10 પ્રસ્તાવો માની લીધા છે, જેમાં પ્રતિબંધો હટાવવા અને હોર્મુઝ પર ઈરાનનું નિયંત્રણ સ્વીકારવા જેવી બાબતો સામેલ છે. ભલે આ જંગમાં ઈરાનને ઘણું આર્થિક નુકસાન થયું હોય, પણ રાજકીય અને સૈન્ય રીતે તે મિડલ ઈસ્ટના અસલી વિજેતા તરીકે ઉભરી આવ્યું છે.

નવી કૂટનીતિ: હવે શું થશે?

હવે ખાડી દેશોમાં ડર છે કે જો તેઓ અમેરિકાની વધુ નજીક જશે, તો ઈરાન તેમને ફરી નિશાન બનાવશે. ઈરાને હવે એક નવી ચાલ રમી છે- તેણે કહ્યું છે કે તેને ખાડી દેશો સાથે કોઈ દુશ્મની નથી અને તેઓ સુરક્ષા માટે ઈરાન પર ભરોસો કરી શકે છે. સાફ છે કે, મિડલ ઈસ્ટમાં નેતૃત્વનું જે સંકટ હતું, તે હવે ઈરાન ભરવાની કોશિશ કરી રહ્યું છે.

શું સાઉદી અને યુએઈ પોતાનું જૂનું વર્ચસ્વ પાછું મેળવી શકશે? કે પછી હવે ઈરાનના ઈશારે ચાલશે મિડલ ઈસ્ટનું રાજકારણ?

અમેરિકા-ઈરાન વચ્ચે 14 દિવસનો યુદ્ધવિરામ, ક્રૂડ ઓઈલના ભાવમાં મોટો ઘટાડો થતા ભારતને મળશે મોટી રાહત

Follow Us
જો કોઈ મોટી દુર્ઘટના થાય તો ખેલૈયાઓની સુરક્ષાની જવાબદારી કોની?
જો કોઈ મોટી દુર્ઘટના થાય તો ખેલૈયાઓની સુરક્ષાની જવાબદારી કોની?
નવસારી મહાનગરપાલિકામાં 600થી વધુ કર્મચારીઓની હડતાળ
નવસારી મહાનગરપાલિકામાં 600થી વધુ કર્મચારીઓની હડતાળ
વડોદરા યુનાઈટેડ વે ગરબામાં પ્રથમ નોરતે મોબાઈલ ચોરીનો વિવાદ
વડોદરા યુનાઈટેડ વે ગરબામાં પ્રથમ નોરતે મોબાઈલ ચોરીનો વિવાદ
દિલ્લી-NCRમાં વાતાવરણમાં પલટો, ધોધમાર વરસાદથી રસ્તાઓ પર પાણી ભરાયાં
દિલ્લી-NCRમાં વાતાવરણમાં પલટો, ધોધમાર વરસાદથી રસ્તાઓ પર પાણી ભરાયાં
મોરબીના હળવદમાં જૂથ અથડામણ, રસ્તા પરની બોલાચાલી
મોરબીના હળવદમાં જૂથ અથડામણ, રસ્તા પરની બોલાચાલી
જુનાગઢના ખેડૂતોને મગફળીમાં ખોટ, ઓછા વરસાદથી ઉત્પાદનમાં 50% ઘટાડો
જુનાગઢના ખેડૂતોને મગફળીમાં ખોટ, ઓછા વરસાદથી ઉત્પાદનમાં 50% ઘટાડો
મનપા ચૂંટણી વોર્ડ 2માં બૂથ કેપ્ચરિંગ, કોંગ્રેસનો ભાજપ MLA પર આરોપ
મનપા ચૂંટણી વોર્ડ 2માં બૂથ કેપ્ચરિંગ, કોંગ્રેસનો ભાજપ MLA પર આરોપ
મા ચામુંડાના દરબારમાં નવરાત્રીના પહેલા દિવસે ઉમટી ભક્તોની 'ભારે ભીડ'
મા ચામુંડાના દરબારમાં નવરાત્રીના પહેલા દિવસે ઉમટી ભક્તોની 'ભારે ભીડ'
સુરતમાં પાણી વચ્ચે 'એક્વા ગરબા'ની ધૂમ, સ્વિમિંગ પૂલમાં રમ્યા દાંડિયા
સુરતમાં પાણી વચ્ચે 'એક્વા ગરબા'ની ધૂમ, સ્વિમિંગ પૂલમાં રમ્યા દાંડિયા
આણંદના કાસોર ગામે દેખાયો 9.5 ફૂટનો મહાકાય મગર! વનવિભાગે કર્યુ રેસ્ક્યૂ
આણંદના કાસોર ગામે દેખાયો 9.5 ફૂટનો મહાકાય મગર! વનવિભાગે કર્યુ રેસ્ક્યૂ
g clip-path="url(#clip0_868_265)">