Rajnath Sinh Ladakh Visit: રેઝાંગ લા યુદ્ધના શહીદોની યાદમાં બનાવાયુ સ્મારક, રાજનાથ સિંહે કહ્યુ, ”સૈનિકો ભારતની ધરતીના એક-એક ઈંચની રક્ષા કરવા સક્ષમ”
રેઝાંગ લાના યુદ્ધમાં એક હજારથી વધુ સૈનિકોને કચળી નાખનાર 120 જેટલા ભારતીય શહીદોની યાદમાં યુદ્ધ સ્મારક બનાવવામાં આવ્યુ છે.
સંરક્ષણ પ્રધાન(Minister of Defense) રાજનાથ સિંહે(Rajnath Singh) ગુરુવારે પૂર્વી લદ્દાખના રેઝાંગ લાRezang La)માં સુધારેલા યુદ્ધ સ્મારક(War Memoria)નું ઉદ્ઘાટન કર્યું. રક્ષા મંત્રીએ રેઝાંગ લામાં 1962ના યુદ્ધમાં ભાગ લેનારા સેનાના જવાનોને શ્રદ્ધાંજલિ(Tribute) પણ અર્પણ કરી. લદ્દાખના રેઝાંગ લામાં 1962ની લડાઈ ભારતીય ઈતિહાસમાં ખૂબ જ વિશેષ માનવામાં આવે છે. આ લડાઈ ખાસ છે કારણ કે આ લડાઈમાં ભારતીય સેનાના લગભગ 120 સૈનિકોએ 1000થી વધુ સૈનિકો સાથે ચીની સેનાને જડબાતોડ જવાબ આપ્યો હતો.
आज लद्दाख़ की दुर्गम पहाड़ियों के बीच स्थित रेजांग ला पहुँच कर 1962 की लड़ाई में जिन 114 भारतीय सैनिकों ने अपना सर्वोच्च बलिदान दिया था, उन बहादुर सैनिकों की स्मृतियों को नमन किया। रेज़ांग ला का युद्ध, विश्व की दस सबसे महान और चुनौतीपूर्ण सैन्य संघर्षों में से एक माना जाता है। pic.twitter.com/9QushWdU4K
— Rajnath Singh (@rajnathsingh) November 18, 2021
યુદ્ધ સ્મારકનું ઉદ્ઘાટન કર્યા પછી સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે સંબોધન કર્યુ હતુ. તેમણે કહ્યુ હતુ કે,” હું 114 ભારતીય સૈનિકોને મારી શ્રદ્ધાંજલિ અર્પણ કરું છે જેમણે 1962ના યુદ્ધમાં પોતાનું સર્વોચ્ચ બલિદાન આપ્યું હતું.”તેમણે કહ્યુ કે, ”રેઝાંગ લાનું યુદ્ધ વિશ્વના 10 સૌથી મોટા અને સૌથી પડકારજનક લશ્કરી સંઘર્ષોમાંનું એક માનવામાં આવે છે”
રાજનાથ સિંહે કહ્યુ કે “કોઈ અન્ય દેશની જમીન પર કબજો કરવો એ ભારતનું ચરિત્ર નથી. પરંતુ, જ્યારે કોઈ દેશે ભારત તરફ વિચિત્ર નજરથી જોયુ છે, અમે તેમને જડબાતોડ જવાબ આપ્યો છે. આપણી સેનાના બહાદુર સૈનિકો ભારતની ધરતીના એક-એક ઈંચની રક્ષા કરવા સક્ષમ છે. આ સ્મારક રેઝાંગ લા ખાતે સૈન્ય દ્વારા પ્રદર્શિત નિશ્ચય અને અદમ્ય હિંમતનું ઉદાહરણ છે, જે માત્ર ઈતિહાસના પાનામાં જ અમર નથી, પણ આપણા હૃદયમાં પણ છે,”
भारत का चरित्र रहा है कि हमने किसी भी दूसरे देश की ज़मीन पर क़ब्ज़ा करने की नीयत नहीं रखी। मगर यदि किसी भी देश ने भारत की ओर आँख उठा कर भी देखा है तो हमने उसे मुँहतोड़ जवाब दिया है। हमारी सेना के बहादुर जवान भारत की हर एक इंच ज़मीन की रक्षा करने में सक्षम हैं।
— Rajnath Singh (@rajnathsingh) November 18, 2021
59 વર્ષ પહેલા થયુ હતુ યુદ્ધ આ યુદ્ધ 59 વર્ષ પહેલા બરફીલા પહાડો વચ્ચે લડવામાં આવ્યું હતું અને ખાસ વાત એ છે કે જે સૈનિકો એ બરફીલા પહાડોમાં ચીની સૈનિકો સામે લડી રહ્યા હતા તેમને બરફમાં લડવાનો અનુભવ નહોતો. આ યુદ્ધમાં ભારતીય સેનાના ઘણા સૈનિકો પણ શહીદ થયા હતા, પરંતુ ઓછા સંસાધન પછી પણ તેઓએ બહાદુરી બતાવી હતી, જેને ભારત આજે પણ યાદ કરે છે.
ઝીરો ટેમ્પરેચરમાં લડ્યા હતા ભારતીય સૈનિક રેઝાંગ લા એ લદ્દાખ ક્ષેત્રની ચુશુલ ખીણની દક્ષિણ-પૂર્વમાં ખીણમાં પ્રવેશતો પર્વતીય માર્ગ છે. તે 2.7 કિમી લાંબો અને 1.8 કિમી પહોળો છે અને તેની સરેરાશ ઊંચાઈ 16000 ફૂટ છે. 1962ના ભારત-ચીન યુદ્ધમાં માત્ર 120 ભારતીય સૈનિકોએ 1300 ચીની સૈનિકોને માર્યા હતા. 13 કુમાઉને ચુશુલ એરસ્ટ્રીપની સુરક્ષા માટે મોકલવામાં આવ્યો હતો. એવું કહેવાય છે કે અહીં તૈનાત મોટાભાગના સૈનિકો હરિયાણાના હતા અને તેમને બરફમાં યુદ્ધનો કોઈ અનુભવ નહોતો અને તેમને લગભગ શૂન્ય તાપમાનમાં લડવું પડતું હતું.
શૈતાન સિંહને પરમવીર ચક્ર મળ્યું આ યુદ્ધ માટે ભારતીય સેનાની ટુકડીનું નેતૃત્વ કરી રહેલા જોધપુરના રહેવાસી મેજર શૈતાન સિંહને મરણોત્તર પરમવીર ચક્ર એનાયત કરવામાં આવ્યો હતો. વાસ્તવમાં, શેતાનસિંહને લડાઇમાં પહેલા હાથમાં ગોળી વાગી હતી. સારવાર પછી, તેણે ફરીથી યુદ્ધમાં ભાગ લીધો હતો. આ પછી તેને પેટમાં ગોળી વાગી હતી અને તેમણે વીરગતિ પ્રાપ્ત કરી હતી.
આ પણ વાંચોઃ સલમાન ખાનનો વાંદરાઓને કેળા ખવડાવતો વીડિયો થયો વાયરલ, ક્યુટ વીડિયો જોઇ ફેન્સ થયા ખુશ