લો બોલો ! સ્કૂટી માટે સાઈડ ન આપતા આ મહિલાએ કેબ ડ્રાઈવરને ઝુડી નાખ્યો, Video જોઈ લોકોએ કહ્યુ- સરેઆમ ગુંડાગર્દી

સોશિયલ મીડિયા પર એક શોકિંગ વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક મહિલા કેબ ડ્રાઈવર રોડની વચ્ચે થપ્પડ મારતી જોવા મળે છે. આ વીડિયો દિલ્હીનો હોવાનુ જણાવવામાં આવી રહ્યુ છે.

લો બોલો ! સ્કૂટી માટે સાઈડ ન આપતા આ મહિલાએ કેબ ડ્રાઈવરને ઝુડી નાખ્યો, Video જોઈ લોકોએ કહ્યુ- સરેઆમ ગુંડાગર્દી
woman slaps the cab driver
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 18, 2021 | 3:09 PM

Viral Video : થોડા સમય પહેલા લખનઉમાં (Lucknow) એક છોકરીએ સડક વચ્ચે કેબ ડ્રાઈવરને માર માર્યાની ઘટના સામે આવી હતી. આવી જ એક ઘટના હવે દેશની રાજધાની દિલ્હીમાં પણ સામે આવી છે. આ ઘટના દિલ્હીના (Delhi) પટેલ નગરની હોવાનુ કહેવામાં આવી રહ્યુ છે. જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયા (Social Media) પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એક મહિલા જાહેરમાં કેબ ડ્રાઈવરને (Cab Driver) થપ્પડ મારતી જોવા મળી રહી છે. આ જોઈને આસપાસ ઉભેલા લોકો પણ આશ્વર્ય ચકિત થઈ જાય છે.

મહિલાએ ભારે કરી….!!

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

વાયરલ થઈ રહેલા વીડિયોમાં વાદળી રંગની ટી-શર્ટ પહેરેલી એક મહિલા કેબ ડ્રાઈવરનો કોલર પકડીને રસ્તા પર તેને થપ્પડ મારતી જોવા મળે છે. આસપાસ ઉભેલા લોકો મહિલાના આ વર્તનનો વિરોધ કરીને કેબ ડ્રાઈવરને ત્યાંથી જવાનું કહે છે. જ્યારે કેટલાક લોકો મહિલાના આ વર્તનને ગુંડાગીરી ગણાવી રહ્યા છે. નવાઈની વાત તો એ છે કે, લોકોના સમજાવ્યા બાદ પણ આ મહિલા કેબ ડ્રાઈવરને મારવાનુ શરૂ રાખે છે. આ વીડિયો હાલ ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે.

જુઓ વીડિયો

સ્કૂટી પાસ કરવા માટે સાઈડ ન મળતા મહિલા ભડકી

મળતી માહિતી મુજબ, આ મહિલા એક છોકરી સાથે સ્કૂટી (Scooty) પર જઈ રહી હતી. તેમજ રસ્તો જામ થઈ ગયો હતો અને તે દરમિયાન મહિલાએ કેબ ડ્રાઈવરને ત્યાંથી જવા માટે જગ્યા માંગી હતી. કેબ ડ્રાઈવરે જગ્યા આપવાની ના પાડી દીધી. જેના કારણે મહિલા ગુસ્સે થઈ ગઈ અને કેબ ડ્રાઈવર સાથે દુર્વ્યવહાર કરવા લાગી. એટલુ જ નહિ તેણે ડ્રાઇવરને કારમાંથી બહાર કાઢ્યો અને તેને મારવાનું શરૂ કર્યું. જો કે, હજુ સુધી આ મામલે કેબ ડ્રાઈવર દ્વારા મહિલા વિરુધ્ધ કોઈ ફરિયાદ કરવામાં આવી નથી.

આ પણ વાંચો: TV9 Gujarati ‘હાસ્યનો ડાયરો’: પત્નીએ પતિ સાથે અબોલા લીધા….અને એવું માનતી હતી કે હું મારા પતિને સજા કરૂં છું….!!!

આ પણ વાંચો: ડિલિવરી બોયથી પોતાને સુરક્ષિત રાખવા છોકરી વાપરે છે આ યુક્તિ, જાણીને તમે પણ કહેશો Interesting !

g clip-path="url(#clip0_868_265)">