સલમાન ખાનનો વાંદરાઓને કેળા ખવડાવતો વીડિયો થયો વાયરલ, ક્યુટ વીડિયો જોઇ ફેન્સ થયા ખુશ

સલમાન ખાનનો વાંદરાઓને કેળા ખવડાવતો વીડિયો થયો વાયરલ, ક્યુટ વીડિયો જોઇ ફેન્સ થયા ખુશ
Salman Khan (File Photo)

સલમાન ખૂબ જ સરળતાથી વાંદરાઓને મળતા જોવા મળ્યો હતો. જે બાળક તેના ખોળામાં હતું તે પણ ખૂબ ખુશ દેખાઈ રહ્યું છે. જ્યારે તેણે વાંદરાને કેળું આપ્યું અને વાંદરો તે લઈને ભાગી ગયો ત્યારે બાળકની ખુશી જોવા જેવી હતી

TV9 GUJARATI

| Edited By: Pinak Shukla

Nov 18, 2021 | 3:20 PM

સલમાન ખાનને (Salman Khan) બોલિવૂડ(Bollywood)નો ભાઈજાન કહેવામાં આવે છે. જેઓ તેમને નજીકથી ઓળખે છે તેઓ તેમની સાદગીને ખૂબ પસંદ કરે છે. તેના ચાહકો તેને મસીહાથી ઓછા નથી માનતા.સલમાન અત્યારે કલર્સના શો બોગ બોસને (Big Boss) હોસ્ટ કરવામાં વ્યસ્ત છે, પરંતુ આ વ્યસ્તતા વચ્ચે પણ તે અનોખા અંદાજમાં જોવા મળ્યો હતો. તેનો વાંદરાઓને ખવડાવતો એક વીડિયો ઝડપથી વાયરલ (Viral Video) થઈ રહ્યો છે.

સલમાન ખાને તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી એક વીડિયો શેર કર્યો છે. જેમાં તે વાંદરાઓને ખવડાવતો જોવા મળે છે. લગભગ 49 સેકન્ડના આ વીડિયોમાં સલમાન ખાનની ઉદારતા જોવા મળી હતી. સલમાન એક ઘરમાં જોવા મળે છે. કેટલાક વાંદરાઓ ઘરના આંગણામાં રમતા જોવા મળે છે. સલમાન સૌથી પહેલા તે વાંદરાઓને હાથ વડે કેળા આપતા જોવા મળે છે. થોડા સમય પછી સલમાન ખાનના ખોળામાં એક નાની છોકરી દેખાય છે, જે સલમાનની ભત્રીજી છે.

સલમાન ખૂબ જ સરળતાથી વાંદરાઓને મળતા જોવા મળ્યો હતો. જે બાળક તેના ખોળામાં હતું તે પણ ખૂબ ખુશ દેખાઈ રહ્યું છે. જ્યારે તેણે વાંદરાને કેળું આપ્યું અને વાંદરો તે લઈને ભાગી ગયો ત્યારે બાળકની ખુશી જોવા જેવી હતી. આ દરમિયાન સલમાન ખાન ઘણો ખુશ દેખાઈ રહ્યો હતો. સલમાન ખાન આવા ઘણા પ્રસંગોએ દેખાયો છે જ્યાં તે પોતાની ઉદારતા બતાવવાની એક પણ તક છોડતો નથી. ચાહકોને આ વીડિયો ખૂબ જ પસંદ આવી રહ્યો છે. આ પોસ્ટની કોમેન્ટમાં ફેન્સ તરફથી ઘણી કોમેન્ટ આવી રહી છે.

સલમાન ખાન હાલમાં જ ‘ધ બિગ પિક્ચર’ના શોમાં પહોંચ્યો હતો જ્યાં તેણે ધર્મેન્દ્ર વિશે ઘણી વાતો કહી હતી. તેણે ધર્મેન્દ્રને પોતાનો આદર્શ ગણાવ્યો હતો અને તેને ઈન્ડસ્ટ્રીનો સૌથી સુંદર વ્યક્તિ ગણાવ્યો હતો. જવાબમાં ધર્મેન્દ્રએ પણ સલમાનના ખૂબ વખાણ કર્યા અને તેને ઈન્ડસ્ટ્રીનો સૌથી હેન્ડસમ હીરો કહેવા બદલ આભાર માન્યો. આ એપિસોડ દરમિયાન રણવીર સિંહ પણ ફની અંદાજમાં જોવા મળ્યો હતો, તેણે સલમાનને પોતાના દિલની વાત કરતા ‘આઈ લવ યુ’ કહ્યું હતું અને સલમાને પણ તેને પ્રેમથી જવાબ આપ્યો હતો.

આ પણ વાંચો – Lunar Eclipse 2021: સૌથી લાંબુ આંશિક ચંદ્રગ્રહણ, જુઓ ભારતમાં ક્યા અને ક્યારે દેખાશે ચંદ્રગ્રહણનો સુંદર નજારો ?

આ પણ વાંચો – જગતના તાતનું દુઃખ: અનિયમિત વરસાદી ઋતુ અને હવે માવઠું! ‘ટેકાના ભાવે ડાંગરની ખરીદી થઈ ગઈ હોત તો નુકસાન ન થાત’

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati