98th Mann Ki Baat: દુનિયામાં વધ્યો ભારતીય રમકડાનો ક્રેઝ – PM Modi, જાણો આજની મન કી બાતની મોટી વાતો

ઘણા વર્ષોથી વડાપ્રધાન મોદીના આ શોને આખો પરિવાર, પાર્ટીના કાર્યકર્તાઓ અને વિદેશમાં પણ લોકો સાંભળતા હોય છે. આ રેડિયો શોમાં જનભાગીદારી અને લોકોની અભિવ્યક્તિઓ પણ સાંભળવા મળે છે. ચાલો જાણીએ મન કી બાતના 98મા એપિસોડની ખાસ વાતો.

98th Mann Ki Baat: દુનિયામાં વધ્યો ભારતીય રમકડાનો ક્રેઝ - PM Modi, જાણો આજની મન કી બાતની મોટી વાતો
98th Mann Ki Baat
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 26, 2023 | 12:13 PM

વડાપ્રધાન મોદીના ‘મન કી બાત’ રેડિયો શોને લઈને મહિના છેલ્લા રવિવારે દેશવાસીઓમાં ભારે ઉત્સાહ જોવા મળે છે. 8 વર્ષ પહેલા શરુ થયેલા મન કી બાત રેડિયો શોનો આજે 98મો એપિસોડ સાંભળવા મળ્યો હતો. ઘણા વર્ષોથી વડાપ્રધાન મોદીના આ શોને આખો પરિવાર, પાર્ટીના કાર્યકર્તાઓ અને વિદેશમાં પણ લોકો સાંભળતા હોય છે. આ રેડિયો શોમાં જનભાગીદારી અને લોકોની અભિવ્યક્તિઓ પણ સાંભળવા મળે છે. ચાલો જાણીએ મન કી બાતના 98મા એપિસોડની ખાસ વાતો.

98મી મન કી બાત: વડાપ્રધાનના સંબોધનની મોટી વાતો

  1. તમે તમારા મનની શક્તિ જાણો છો, તેવી જ રીતે, સમાજની શક્તિ સાથે દેશની શક્તિ કેવી રીતે વધે છે, આપણે ‘મન કી બાત’ના જુદા જુદા એપિસોડમાં આ જોયું, સમજ્યું અને અનુભવ્યું તથા સ્વીકાર્યું પણ છે.
  2. ભારતીય રમકડાંની વાત કરવામાં આવે તો દેશના લોકોએ તેનો પ્રચાર પણ કર્યો છે. હવે ભારતીય રમકડાંનો એટલો ક્રેઝ થઈ ગયો છે કે વિદેશોમાં પણ તેની માંગ વધી રહી છે.
  3. સરદાર પટેલની જન્મજયંતિ એટલે કે ‘એકતા દિવસ’ના અવસરે અમે ‘મન કી બાત’માં ત્રણ સ્પર્ધાઓ વિશે વાત કરી હતી.દેશભક્તિ પરની આ સ્પર્ધાઓ ‘ગીત’, ‘લોરી’ અને ‘રંગોળી’ સાથે સંકળાયેલી હતી. જેના વિજેતાઓની જાહેરાત વડાપ્રધાન મોદીએ પોતાના રેડિયો શો દરમિયાન કરી હતી.
  4. આ સ્પર્ધામાંઓ જોડાવવા માટે લતા મંગેશકરે લોકોને પ્રોત્સાહિત કર્યા, વડાપ્રધાન મોદીએ તેમને આજે યાદ કર્યા હતા.
  5. આ સ્પર્ધામાં માટે આવેલી વિવિધ કૃતિઓને તમે વેબસાઈટ પર જોઈ અને સાંભળી શકો છો.
  6. વડાપ્રધાન મોદીએ સંગીત વાદ્ય યંત્ર સૂરસાગર , ઉસ્તાદ બિસ્મિલાહ ખાન પુરસ્કાર, E-Sanjeevani App અને પેરિની નાટ્યમની પણ ચર્ચા કરી હતી.
  7. વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે, તમે ભારતની યુપીઆઈની શક્તિ પણ જાણો છો. વિશ્વના ઘણા દેશો તેના તરફ આકર્ષાયા છે. UPI-Pay Now લિંક થોડા દિવસો પહેલા ભારત અને સિંગાપોર વચ્ચે લોન્ચ કરવામાં આવી હતી.
  8. વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે, “આપણા દેશમાં ઘણી એવી મહાન પરંપરાઓ છે જે લુપ્ત થઈ ગઈ હતી, લોકોના મન અને હૃદયમાંથી દૂર થઈ ગઈ હતી, પરંતુ હવે જનભાગીદારીની શક્તિથી તેને પુનર્જીવિત કરવાના પ્રયાસો થઈ રહ્યા છે, તેથી ‘મન કી બાત’ ચર્ચા કરશે. આનાથી સારું પ્લેટફોર્મ કયું?”ભારતમાં આવી બીજી ઘણી પ્રથાઓ છે, જેને પુનર્જીવિત કરવાની જરૂર છે.
  9. દેશના અલગ અલગ જૂથની મહિલાઓ દૂધની થેલીઓ અને અન્ય પ્લાસ્ટિક પેકિંગમાંથી ટોપલી અને મોબાઈલ સ્ટેન્ડ જેવી ઘણી વસ્તુઓ બનાવે છે. સ્વચ્છતાની સાથે સાથે તે તેમના માટે આવકનો સારો સ્ત્રોત પણ બની રહ્યો છે.
  10. આપણે દેશની મહેનતની જેટલી વાત કરીએ એટલી જ વધુ ઉર્જા મળે છે.આ ઉર્જા પ્રવાહ સાથે આગળ વધીને, આજે આપણે ‘મન કી બાત’ના 98મા એપિસોડના સ્ટેજ પર પહોંચી ગયા છીએ.

ટૂંક સમયમાં પૂરા થશે મન કી બાતના 100 એપિસોડ

મન કી બાતનો પહેલો એપિસોડ 3 ઓક્ટોબર, 2014ના રોજ સાંભળવા મળ્યો હતો. આ રેડિયો શો મહિનાના છેલ્લા રવિવારે સવારે 11 વાગ્યે સાંભળવા મળે છે. 2 મહિના બાદ એ રેડિયો શોના 100 એપિસોડ પૂરા થશે, તેને લઈને પણ ખાસ તૈયારીઓ કરવામાં આવી રહી છે. આ રેડિયો શો ચાલુ કરવા પાછળ ખાસ હેતુ હતા. દેશના લોકો સાથે વાતો કરવી, તેમની સમસ્યાઓ જાણવી અને તેમના સારા કાર્યને દેશ સામે મૂકવાનો એ શોનો હેતું છે.

વર્ષ 2021માં સૂચના અને માહિતી પ્રસારણ મંત્રીએ રાજ્ય સભામાં જણાવ્યું હતું કે, આ પહેલો જોઈ પણ શકાય તેવો રેડિયો પ્રોગ્રામ બન્યો છે. આ શોને રેડિયો પર સાંભળાની સાથે સાથે ડીડી નેટવર્કની ચેનલો પર જોઈ પણ શકાય છે.

જુનાગઢમાં ગીરનાર પર્વત પર 6 ઈંચ વરસાદ ખાબક્યો, દામોદર કુંડમાં ઘોડાપૂર
જુનાગઢમાં ગીરનાર પર્વત પર 6 ઈંચ વરસાદ ખાબક્યો, દામોદર કુંડમાં ઘોડાપૂર
રાજ્યમાં 149 તાલુકામાં પડ્યો વરસાદ, નર્મદાના સાગબારામાં ખાબક્યો 4 ઈંચ
રાજ્યમાં 149 તાલુકામાં પડ્યો વરસાદ, નર્મદાના સાગબારામાં ખાબક્યો 4 ઈંચ
રહેણાંક વિસ્તારોમાં વધ્યા સિંહોના આંટાફેરા, જાબાળમાં આવી ચડ્યા 4 સિંહ
રહેણાંક વિસ્તારોમાં વધ્યા સિંહોના આંટાફેરા, જાબાળમાં આવી ચડ્યા 4 સિંહ
ભારત પરના આક્રમણકારો સાથેની લડાઈનુ સાક્ષી છે આસામનુ તલાતાલ ઘર
ભારત પરના આક્રમણકારો સાથેની લડાઈનુ સાક્ષી છે આસામનુ તલાતાલ ઘર
રાજ્યમાં 48 કલાક અતિ ભારે, ધોધમાર વરસાદ પડવાની આગાહી- Video
રાજ્યમાં 48 કલાક અતિ ભારે, ધોધમાર વરસાદ પડવાની આગાહી- Video
ઉપરવાસમાં ધોધમાર વરસાદ ખાબક્તા પૂર્ણા નદીની જળ સપાટીમાં વધારો
ઉપરવાસમાં ધોધમાર વરસાદ ખાબક્તા પૂર્ણા નદીની જળ સપાટીમાં વધારો
World Tourism Day : 18મી સદીનું એમ્ફીથિયેટર છે આસામનું રંગ ઘર
World Tourism Day : 18મી સદીનું એમ્ફીથિયેટર છે આસામનું રંગ ઘર
ગૃહરાજ્યમંત્રીના રાજીનામાની ઉગ્ર માગ સાથે NSUIએ યુનિ. ખાતે કર્યા દેખાવ
ગૃહરાજ્યમંત્રીના રાજીનામાની ઉગ્ર માગ સાથે NSUIએ યુનિ. ખાતે કર્યા દેખાવ
મેઘરાજાએ ફરી બોલાવી ધડબડાટી, અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ
મેઘરાજાએ ફરી બોલાવી ધડબડાટી, અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ
JPCની બેઠકમાં હર્ષ સંઘવી અને અસદ્દુદીન ઔવેસી વચ્ચે બોલાચાલી
JPCની બેઠકમાં હર્ષ સંઘવી અને અસદ્દુદીન ઔવેસી વચ્ચે બોલાચાલી
g clip-path="url(#clip0_868_265)">