જુનવાણી ઘરોમાં કેમ રાખવામાં આવતા હતા બે દરવાજા, કારણ છે ઘણુ ઉંડુ

27 Sep. 2024

90ની સાલ કે એ પહેલાના સમયમાં ઘરોનું ઈન્ટીરિયર ઘણુ અલગ જોવા મળતુ હતુ. 

એ દિવસોમાં બે કમાડ લગાવવાનું ચલણ હવે સાવ ખતમ જ થઈ ગયુ છે અને ઘરોમાં લોકો સિંગલ ડોર જ લગાવવા લાગ્યા છે.

શું તમે રૂમમાં બે દરવાજા લગાવવા પાછળનું  કારણ જાણો છો?

જુના જમાનામાં ઘરો વાસ્તુના નિયમોની સાથોસાથ વડીલોની સલાહના આધારે બનાવવામાં આવતા હતા. 

એ જમાનામાં લોકો સંયુક્ત પરિવારમાં રહેતા હતા જેના નિયમો આજના સમય કરતા ઘણા અલગ હતા

એ સમયે બે કમાડને પતિ પત્નીના સંબંધોની સંજ્ઞા આપવામાં આવતી હતી જે એકબીજા વિના અધૂરા છે. 

એટલુ જ નહી ખાંડણી દસ્તો અને પાટલી વેલણ જેવી વસ્તુઓને પણ સંયુક્ત પરિવારની જેમ સાથે રાખવાની સલાહ આપવામાં આવતી હતી. 

આ તમામ તથ્યો પ્રાચીન માન્યતાઓ પર આધારીત છે, tv9 ગુજરાતી તેની પુષ્ટિ નથી કરતુ.