વકફ બોર્ડની બેઠકમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને અસદ્દુદીન ઔવેસી વચ્ચે બોલાચાલી, જુઓ Video
વકફ સંશોધન બિલ માટે રચાયેલી JPC આજે ગુજરાતમાં છે. JPCની બેઠકમાં બબાલ થઈ છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને અસદ્દુદીન ઓવેસી વચ્ચે બોલાચાલી થઈ હોવાનું સામે આવ્યુ છે.
વકફ સંશોધન બિલ માટે રચાયેલી JPC આજે ગુજરાતમાં છે. વકફ બોર્ડ સુધારા વિધેયક પર ચર્ચા હાથ ધરવામાં આવી છે. કમિટીના અધ્યક્ષ જગદંબિકા પાલ, ઓવૈસી સાથે કુલ 31 સભ્યોની અમદાવાદમાં બેઠક મળી છે. બિલમાં સુધારા મામલે લોકોના મંતવ્યો જાણવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે. ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી,DGP વિકાસ સહાયની પણ બેઠકમાં હાજરી આપી છે. જો કે આ બેઠકમાં બબાલ થઇ છે.
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને અસદ્દુદીન ઓવેસી વચ્ચે બોલાચાલી
ગુજરાત વકફ બોર્ડના સભ્યો સાથે પણ કમિટીની મુલાકાત થઈ છે. જો કે સ્થાનિક મુસ્લિમ આગેવાનોએ વકફ સુધારા બિલનો વિરોધ કર્યો છે. મળતી માહિતી અનુસાર JPCની બેઠકમાં બબાલ થઈ છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને અસદ્દુદીન ઓવેસી વચ્ચે બોલાચાલી થઈ હોવાનું સામે આવ્યુ છે. વકફ બોર્ડના નિયમો અને કાયદાને લઈ બોલાચાલી થઈ છે. બબાલ અંગે ગૃહ રાજ્ય પ્રધાને કંઈપણ બોલવાનું ટાળ્યું છે.
JPC બેઠકની વાતો બહાર ન થઈ શકે તેવુ પણ હર્ષ સંઘવીએ જણાવ્યુ છે. રાજ્ય સરકાર તરફથી JPC સમક્ષ સૂચનો મુક્યા હોવાનું જણાવ્યુ છે. તમામ નાગરિકોના હિતને ધ્યાનમાં રાખી સૂચનો રજૂ કર્યા હોવાનું હર્ષ સંઘવીએ જણાવ્યુ છે.
મુસ્લિમ ધર્મને અપાયોલા ફંડામેન્ટ્લ અધિકાર છિનવાનો પ્રયાસ – ઓવેસી
વકક્ફ બિલ ની સુનવણી દરમ્યાન અસ્સુદીન ઓવેસી તથા હર્ષ સંધવી વચ્ચે બોલાચાલી થઈ હતી. સૂત્રો અનુસાર ઓવીસીનો આક્ષેપ છે કે આ જોગવાઇથી મુસ્લિમ ધર્મને અપાયોલો ફંડામેન્ટ્લ અધિકાર છિનવાનો પ્રયાસ થઈ રહ્યો છે. હર્ષ સંધવીએ જણાવ્યુ કે તમામ ધર્મના ફંડામેન્ટલ અધિકારને સાચવવાનો પ્રયાસ કરીએ છીએ.
વક્કફ બોર્ડમા કોઇ પણ વ્યક્તી અરજી કરે અને સુનવણી વગર પ્રોપર્ટી જપ્ત થઇ જાય છે.સામાન્ય નગરિકોના ટેક્સના પૈસા લાગ્યા હોય છે. સામાન્ય નાગરિક નો આમા શુ વાંક…
સરકારની પ્રોપર્ટીમાં બધાનો હક લાગે છે. સુરત કોર્પોરેશનમા વક્કફ બોર્ડમાં અરજી થઇ એ તે ઘટના પણ ટાંકવામાં આવી હતી. દ્વારકા, સોમનાથ એ ધર્મ અને આસ્થાના કેન્દ્ર છે. જો ત્યાં અચાનક કબજો કરવાની વાત આવે તો તેનુ સોલ્યુશન જરૂરી છેે.
ધર્મ સ્થાનોમા ગેરકાયદેસર કોર્મશીયલ પ્રોપર્ટી બની જાય અને વર્તમાન કાયદા દ્વારા એને રક્ષણ મળે છે ત્યારે કાયદામાં સુધારો જરૂરી છે. ધાર્મિક નગરીમાં આસ્થા અંગે પણ વિચારવુ જોઇએ તેવી પ્રકારની બેઠકમાં ચર્ચા થઈ હોવાની સૂત્રો દ્વારા માહિતી મળી છે.
આ ઉપરાંત સૂત્રના જણાવ્યા અનુસાર ભારત પાકિસ્તાન બોર્ડર ના ગામો મા સુરક્ષા સૌથી મહત્વનો વિષય છે. જો ત્યા વકફ બોર્ડ જમીન પર હકક બતાવે તો સુરક્ષા કઇ રીતે ગોઠવાય સહિતની ચર્ચા કરવામાં આવી છે.
ઈમરાન ખેડાવાલાએ કર્યો આક્ષેપ
ગૃહ રાજ્ય પ્રધાન પર ઈમરાન ખેડાવાલાના શાબ્દિક પ્રહાર કર્યા છે. માત્ર નવા કાયદા અને અમલની જ વાત કરી છે. રાજ્ય સરકાર દ્વારા માત્ર દેખાડાનો પ્રયાસ કરતા હોવાનો આક્ષેપ કર્યો છે. ભારતીય જનતા પાર્ટી બિલને સમર્થન આપી રહી હોવાનું ઈમરાન ખેડાવાલાએ જણાવ્યુ છે.
( વીથઈનપુટ – રોનક વર્મા, અમદાવાદ )