World Tourism Day : 18મી સદીનું એમ્ફીથિયેટર છે આસામનું રંગ ઘર, વાંસ અને લાકડાના ફ્રેમવર્કથી અષ્ટકોણ આકારમાં બન્યું છે, જુઓ વીડિયો

રંગ ઘર એ આસામના ડિબ્રુગઢ એરપોર્ટથી 80 કિલોમીટર દૂર આવેલ ઇતિહાસ અને સંસ્કૃતિનો અભિન્ન ભાગ છે, સ્થાનિક ઇતિહાસકારના જણાવ્યાનુંસાર "તે અહોમ વંશના એન્જિનિયરિંગ ક્ષેત્રની ઉત્તમ ભેટ અને કલાત્મક પરંપરાઓનું પ્રતીક છે."

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 27, 2024 | 4:57 PM

દેશના પૂર્વોતર રાજ્ય આસામના શિવસાગર જિલ્લામાં આવેલ રંગ ઘર સ્થાપત્ય આસામના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાનું પ્રતિક છે. અહોમ રાજા સ્વર્ગદેવ પ્રમત્ત સિંઘના શાસનકાળ દરમિયાન રંગ ઘર ઈ.સ. 1744-1750 વચ્ચે બંધાયું હતું. રંગ ઘર અહોમ અને મુઘલ સ્થાપત્ય શૈલીનું અનોખું મિશ્રણ ધરાવે છે. આ રંગ ઘરને 18મી સદીનું એમ્ફીથિયેટર કહી શકાય. તે મનોરંજન, લેઝર અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનું કેન્દ્ર રહ્યું છે.

અહોમ રાજા સ્વર્ગદેવ પ્રમત્ત સિંઘ દ્વારા બંધાયેલ રંગ ઘરનો આકાર અષ્ટકોણીય છે. રંગ ઘર ત્રણ-સ્તરીય મંડપ સ્વરૂપમાં છે. તે મુખ્યત્વે વાંસ અને લાકડાના ફ્રેમવર્કથી બનેલા છે, લાકડાની કોતરણી અને શિલ્પોથી શણગારવામાં આવેલ છે.

રંગ ઘર એ આસામના ડિબ્રુગઢ એરપોર્ટથી 80 કિલોમીટર દૂર આવેલ ઇતિહાસ અને સંસ્કૃતિનો અભિન્ન ભાગ છે, સ્થાનિક ઇતિહાસકારના જણાવ્યાનુંસાર “તે અહોમ વંશના એન્જિનિયરિંગ ક્ષેત્રની ઉત્તમ ભેટ અને કલાત્મક પરંપરાઓનું પ્રતીક છે.”

ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ દ્વારા રંગ ઘરની જાળવણી રાખવામાં આવે છે. રંગ ઘર આસામમાં આવતા દેશ વિદેશના પ્રવાસીઓ અને ઇતિહાસ રસિકો માટે એકસરખું આકર્ષણનું કેન્દ્ર છે. આ સ્મારકમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો અને ઉત્સવોનું આયોજન કરવામાં આવે છે, જેમાં આસામના લોકનૃત્ય બિહુની ઉજવણીનો પણ સમાવેશ થાય છે.

With input from Jagadish Prajapati

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">