ભારત પરના આક્રમણકારો સામેની લડાઈનુ સાક્ષી છે આસામનુ તલાતાલ ઘર, ભૂગર્ભ ટનલ અને ગુપ્ત માર્ગો હજુ પણ જળવાયેલા છે સ્મારકમા, જુઓ વીડિયો
આસામના શિવસાગર જિલ્લામાં આવેલ તલાતાર ઘર સ્વર્ગદેવ જયધ્વજ સિંઘ દ્વારા ઈ.સ. 1752માં બાંધવામાં આવેલુ હતું. જેનુ જતન ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવી રહ્યું છે. તલાતાલ ઘર અહોમ રાજાઓના શાહી મહેલ તરીકે ઓળખાય છે.
સમગ્ર વિશ્વમાં 27મી સપ્ટેમ્બરનો દિવસ વિશ્વ પ્રવાસન દિવસ તરીકે ઉજવાય છે. ભારતના પૂર્વમાં આવેલ આસામ રાજ્યમાં દેશ વિદેશના પ્રવાસીઓ મુલાકાત લેતા હોય છે. આસામ રાજ્ય એ વન્ય, સાંસ્કૃતિક વારસો સાચવી રહ્યું છે. 1752માં બાંધવામાં આવેલ તલાતાલ ઘર એ આસામની સાંસ્કૃતિક વિરાસતમાંનું એક સ્થાપત્ય છે.
આસામના શિવસાગર જિલ્લામાં આવેલ તલાતાલ ઘર સ્વર્ગદેવ જયધ્વજ સિંઘ દ્વારા ઈ.સ. 1752માં બાંધવામાં આવેલુ હતું. જેનુ જતન ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવી રહ્યું છે. તલાતાલ ઘર અહોમ રાજાઓના શાહી મહેલ તરીકે ઓળખાય છે. વહીવટી અને લશ્કરી કામગીરી માટેનું કેન્દ્ર પણ ગણાય છે. તલાતાલ ઘર આક્રમણકારો સામેની લડાઇઓ સહિત નોંધપાત્ર ઐતિહાસિક ઘટનાઓનુ સાક્ષી રહ્યું છે. તલાતાલ ઘર સ્મારકમાં ભૂગર્ભ ટનલ, ગુપ્ત માર્ગો અને બહુમાળી ચેમ્બર આવેલી છે.
તલાતાલ ઘરના સ્થાપત્ય, અખંડિતતા અને ઐતિહાસિક મહત્વને જાળવી રાખવા માટે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ વિભાગે વ્યાપક પ્રયાસો હાથ ધર્યા છે. આ તલાતાલ ઘર આસામના ડિબ્રુગઢ એરપોર્ટથી 80 કિલો મીટરના અંતરે આવેલ છે. તલાતાલ ઘર ઐતિહાસિક સ્મારકની મુલાકાતે આવનારા પ્રવાસીઓ સવારના 9:00 થી સાંજના 5:00 વચ્ચે મુલાકાત લઈ શકે છે. ઐતિહાસિક અને સાંસ્કૃતિ સ્મારક તલાતાલ ઘરની જાળવણી માટે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ વિભાગ દ્વારા રુ. 20 પ્રવેશ ફી વસુલવામાં આવે છે.
તલાતાલ ઘર એ આસામના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાનું પ્રતિક છે. ભાવિ પેઢી માટે તલતાલ ઘરનું ઐતિહાસિક મહત્વ જાળવી રાખવા માટે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ વિભાગ પ્રતિબદ્ધ છે.
With input from Jagadish Prajapati