દાહોદમાં આચાર્ય દ્વારા બાળકીની હત્યાના અમદાવાદમાં પડઘા, ગુજરાત યુનિવર્સિટી ખાતે NSUI એ કર્યા ઉગ્ર દેખાવો- Video

દાહોદના સિંગવડની પ્રાથમિક શાળામાં આચાર્ય દ્વારા દુષ્કર્મના પ્રયાસ બાદ 6 વર્ષની ધોરણ 1ની માસૂમ બાળકીની ગળુ દબાવીને હત્યા કરી દેવાઈ હતી. આચાર્યની કરતુત બાદ રાજ્યભરમાં રોષનો માહોલ છે અને આચાર્યને ફાંસી આપવાની ચોમેરથી માગ ઉઠી છે, ત્યારે ગઈકાલે કોંગ્રેસની પદયાત્રા બાદ આજે NSUIના કાર્યકર્તાઓએ ગુજરાત યુનિવર્સિટી ખાતે ઉગ્ર દેખાવો કર્યા અને ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીના રાજીનામાની માગ કરતા જોવા મળ્યા.

Follow Us:
Narendra Rathod
| Edited By: | Updated on: Sep 27, 2024 | 3:14 PM

દાહોદમાં પ્રિન્સીપાલ દ્વારા દુષ્કર્મના પ્રયાસ બાદ ધોરણ 1ની વિદ્યાર્થિનીની હત્યાના પડઘા ગુજરાત યુનિવર્સિટી સુધી પડ્યા છે. NSUI એ હત્યારા હવસખોર આચાર્યને ફાંસી આપવાની માગ કરી. NSUIના કાર્યકર્તાઓએ ગુજરાત યુનિવર્સિટી ખાતે રાજ્યની ભાજપની સરકાર સામે ઉગ્ર દેખાવો યોજ્યા હતા અને ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીના રાજીનામાની માગ કરી. NSUIના કાર્યકર્તાઓએ સીધો આરોપ લગાવ્યો કે ભાજપના રાજમાં તેમના જ મળતિયાઓ અને કાર્યકર્તાઓ માસૂમ દીકરીઓ પર અત્યાચાર ગુજારી રહ્યા છે અને સરકાર નિષ્ક્રિય બની તમાશો જોઈ રહી છે. આ બિલકુલ ચલાવી લેવામાં નહીં આવે.

રાજ્યમાં એક બાદ એક શિક્ષણ જગતને શર્મસાર કરતી ઘટનાઓ સામે આવી છે. જેમાં ક્યાંક ને ક્યાંક ભાજપના કાર્યકર્તાઓની સંડોવણી સામે આવી છે અને છતા તેમની સામે કોઈ દાખલારૂપ કાર્યવાહી કરાઈ નથી. જેને લઈને યુથ કોંગ્રેસ વિંગ દ્વારા આજે દેખાવો કરવામાં આવ્યા હતા. વિરોધ કરી રહેલા કાર્યકર્તાઓએ યુનિવર્સિટીનો એક સાઈડનો રોડ પણ રોકવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો. રાજ્યમાં છાશવારે શિક્ષાના ધામમાં દીકરીઓ પરના અત્યાચારના બનાવો સામે આવી રહ્યા છે અને રાજ્યમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી છે ત્યારે NSUI દ્વારા ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીને તેમના પદ પર રહેવાનો કોઈ હક્ક નથી અને તેમણે તાત્કાલિક રાજીનામુ આપવુ જોઈએ, તેવી ઉગ્ર સૂરે માગ NSUI દ્વારા કરવામાં આવી છે.

ગુરુવારના રોજ પણ અમદાવાદમાં કોંગ્રેસ ભવનથી ટાઉન હોલ સ્વામી વિવેકાનંદની પ્રતિમા સુધી કોંગ્રેસે ન્યાય પદયાત્રા યોજી હતી. શક્તિસિંહ ગોહિલે આરોપી વિરુદ્ધ પોક્સોની અને 302ની કલમ લગાવવાની માગ કરી છે.  દાહોદની ઘટના સહિત ગુજરાતની સ્કૂલ અને કેમ્પસમાં દીકરીઓ પરના અત્યાચારના કેસમાં કડક પગલા ભરવાની માગ કરવામાં આવી છે.  કોંગ્રેસ ભવનથી નીકળેલી પદયાત્રામાં “બેટી બચાવો, કોનાથી? -ભાજપથી” જેવા સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા હતા.

અહીં મળે છે સસ્તો દારૂ, જાણો શા માટે દરેક રાજ્યમાં દારૂની કિંમત અલગ-અલગ હોય?
તૂટેલા દિલ સિવાય દરેક તૂટેલી વસ્તુને ચીપકાવનાર Fevikwik કેમ તેની બોટલમાં નથી ચીપકતી
Increase Platelets Count : ક્યું જ્યુસ પીવાથી પ્લેટલેટ્સ કાઉન્ટ્સ વધે છે?
આજનું રાશિફળ તારીખ : 27-09-2024
ગુજરાતના 3 સૌથી મોટા મોલ કયા છે? જાણો તેમના નામ
બરફ જેવું દેખાતું ફળ તમારા લીવર માંથી ગંદકી કરશે દૂર, ધડા ધડ ઘટશે વજન

આપને જણાવી દઈએ કે દાહોદમાં 6 વર્ષની બાળકી પર દુષ્કર્મનો પ્રયાસ કરનાર આચાર્ય પણ ભાજપ, RSS અને વિશ્વ હિંદુ પરિષદનો કાર્યકર્તા હોવાનુ તપાસમાં સામે આવ્યુ છે.  આ મામલે કોંગ્રેસે સરકાર પર નિશાન સાધ્યુ કે કોલકાતામાં રેસિડેન્ટ ડૉક્ટર પર રેપ બાદ હત્યાની ઘટના પર  બંગાળીમાં ટ્વીટ કરી મમતા બેનર્જીને સલાહ આપનારા ગુજરાતના મુખ્યમંત્રી દાહોદની ઘટના પર કેમ મૌન છે?

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">