આ 9 રણનીતિક મુદ્દાઓના લીધે ભાજપે લોકસભા ચૂંટણીમાં ઈતિહાસ બનાવી દીધો
લોકસભા ચૂંટણીના પરિણામો જાહેર થઈ ચૂક્યા છે. જેમાં ભાજપ જંગી બહુમતીથી જીતી ગઈ છે. આવતા અઠવાડિયામાં શપથગ્રહણ કાર્યક્રમ યોજાઈ શકે છે. લોકસભા ચૂંટણીમાં જીત મેળવવા માટે ભાજપ સહિત બધી જ પાર્ટીઓએ પોતાની તાકાત લગાવી હતી. આ 9 મુદ્દાઓના લીધે ભાજપ બંપર જીત મેળવવામાં સફળ રહી. 1. 1962માં જ્યારે લોકસભા ચૂંટણી યોજાઈ હતી ત્યારે નેહરૂ સરકારે […]
લોકસભા ચૂંટણીના પરિણામો જાહેર થઈ ચૂક્યા છે. જેમાં ભાજપ જંગી બહુમતીથી જીતી ગઈ છે. આવતા અઠવાડિયામાં શપથગ્રહણ કાર્યક્રમ યોજાઈ શકે છે. લોકસભા ચૂંટણીમાં જીત મેળવવા માટે ભાજપ સહિત બધી જ પાર્ટીઓએ પોતાની તાકાત લગાવી હતી. આ 9 મુદ્દાઓના લીધે ભાજપ બંપર જીત મેળવવામાં સફળ રહી.
1. 1962માં જ્યારે લોકસભા ચૂંટણી યોજાઈ હતી ત્યારે નેહરૂ સરકારે 361 સીટ સાથે 45 ટકા મતો મેળવીને ઐતિહાસિક જીત નોંધાવી હતી. તે પછી 1971ની લોકસભા ચૂંટણીમાં ઈન્દિરા ગાંધીએ 352 સીટ સાથે 44 ટકા મતો મેળવ્યા હતા. ત્યારબાદ મોદી સરકારે 2019માં 303 સીટો જીતીને 38.5 ટકા ઐતિહાસિક જીત મેળવી હતી.
2. મોદી સરકાર મુસ્લિમોના મત મેળવવામાં પણ સફળ રહી હતી. ભાજપે 20 ટકા મુસ્લિમ મતદારોઓનું પ્રભુત્વ ધરાવતી 96 સીટોમાંથી 46 સીટ મેળવી.
3. ભાજપના અધ્યક્ષ અમિત શાહે આ લોકસભા ચૂંટણી માટે 120 સીટીંગ સાંસદોની ટિકીટ કાપી હતી છતાં પણ આંતરિક વિવાદની સામે ભાજપે ઐતિહાસિક જીત મેળવી.
4. 37 એસ.ટી રિઝર્વ સીટમાંથી 31 સીટો પર ભાજપે જીત મેળવી.
5. એસ.સીની 84 રિઝર્વ સીટમાંથી ભાજપે 45 સીટ પર વિજય મેળવ્યો.
આ પણ વાંચો: મોદી સરકારની બીજી ટર્મમાં બદલાઈ શકે છે અમિતશાહનો રોલ, બનશે મંત્રી?
6. વડાપ્રધાન મોદી અને અમિત શાહે રેલીઓમાં કોઈ પણ ઉમેદવારોના નામ લીધા ન હતા અને ભાજપના નામ પર જ વિજય મેળવ્યો.
7. બૂથ પર 90 લાખ સક્રિય કાર્યકર્તાઓ હાજર હતા.
8. ડિજિટલ ક્ષેત્રે પ્રચારમાં લોકો સાથે સંપર્ક સાધવા માટે ફોનના માધ્યમથી કુલ 24.81 કરોડ લોકો સાથે સંપર્ક કરવામાં ભાજપ સફળ રહી.
9. ભાજપને 2 કરોડ 60 લાખ કાર્યકર્તાઓનું સીધુ સમર્થન મળ્યું.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]