સંજય રાઉતે કર્યો ધડાકો, કહ્યું- ઉદ્ધવ ઠાકરેને ભાજપની સાથે આવવા માટે PM Modi એ કરી હતી ઓફર

|

Mar 01, 2024 | 3:42 PM

શિવસેના ઠાકરે જૂથના સાંસદ સંજય રાઉતે TV9 મરાઠીના વિશેષ કાર્યક્રમ 'લોકસભા મહાસંગ્રામ'માં આપેલા એક ઈન્ટરવ્યુમાં મોટો ખુલાસો કર્યો છે. આ ઈન્ટરવ્યુમાં સંજય રાઉતે ઘણા સવાલોના દિલ ખોલીને જવાબ આપ્યા છે.

સંજય રાઉતે કર્યો ધડાકો, કહ્યું- ઉદ્ધવ ઠાકરેને ભાજપની સાથે આવવા માટે PM Modi એ કરી હતી ઓફર
Sanjay Raut

Follow us on

શિવસેના ઠાકરે જૂથના સાંસદ સંજય રાઉતે ટીવી 9 મરાઠીના વિશેષ કાર્યક્રમ ‘લોકસભા મહાસંગ્રામ’માં આપેલા એક ઈન્ટરવ્યુ કહ્યું હતું કે, ખુદ વડાપ્રધાન મોદીએ ઉદ્ધવ ઠાકરેને ભાજપની સાથે ફરી આવી જવા ઓફર કરી હતી. આ ઈન્ટરવ્યુમાં સંજય રાઉતને એક મહત્વનો પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે શું ઠાકરે જૂથના વડા ઉદ્ધવ ઠાકરેને ફરીથી ભાજપમાં જોડાવાની ઓફર કરાશે ? તેના જવાબમાં સંજય રાઉતે વિસ્તૃત અને નક્કર સમજૂતી આપી હતી. ઉદ્ધવ ઠાકરેએ પક્ષીય બેઠકમાં જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની તેમની મુલાકાતમાં શું થયું હતું. મોદી અને ઉદ્ધવ ઠાકરે વચ્ચેની બેઠક દરમિયાન મહારાષ્ટ્રના રાજકારણ પર ચર્ચા થઈ હતી. વડાપ્રધાન મોદીને લાગ્યું કે ઉદ્ધવ ઠાકરેએ મહાવિકાસ અઘાડી છોડીને ભાજપ સાથે પાછા આવવું જોઈએ. પીએમ મોદીની આ ઓફર સંદર્ભે અમારી પક્ષના નેતાની મીટિંગમાં ચર્ચા પણ થઈ. આ ચર્ચાનો મુખ્ય સુર એ હતો કે, શિવસેનાને દગો આપનારા પક્ષનો સાથ કેમ લેવો જોઈએ, અમારી પાર્ટીને ખતમ કરવાનું કાવતરું ભાજપે જ રચ્યું હતું”

સંજય રાઉતે કહ્યું, “ભાજપના ઘણા મોટા નેતાઓ ઉદ્ધવ ઠાકરેને ફસાવવાનું કામ કરી રહ્યા છે. અમે ફરી એકવાર પાછા બેસીશું, અમારી ભૂલોની ચર્ચા કરીશું. પરંતુ અમે હજુ સુધી ભાજપમાં પાછા ફરવા કોઈ પ્રતિક્રિયા આપી નથી. અમે મહાવિકાસ આઘાડીમાં કામ કરીએ છીએ. અમે તેના અંત સુધી નેતૃત્વ કરતા રહીશું. જો અમે પણ નીતીશ કુમારની જેમ પાછા ફરીએ તો અમારામાં કોણ વિશ્વાસ કરશે ? લોકોનો વિશ્વાસ મહત્વનો છે. હું 25 વર્ષ સુધી ભાજપ સાથે રહ્યો. તેમણે અમારો પક્ષ તોડી નાખ્યો. અમારા લોકોને લડાવ્યા. પરંતુ અમારે તેમની પાસે જવાની જરૂર નથી,” તેમ સંજય રાઉતે કહ્યું.

ઉદ્ધવ ઠાકરે ભાજપ સાથે જશે તો શું થશે?

“દરેક વ્યક્તિ જાણે છે કે ઉદ્ધવ ઠાકરે અને સંજય રાઉત અલગ નથી. ઉદ્ધવ ઠાકરેનું નેતૃત્વ લોકોની ભાવનાઓનું સન્માન કરે છે. રાજ્યની લાગણી શિવસેના સાથે છે. લોકો કહે છે કે આ વ્યક્તિ આઘાત છતાં સામી છાતીએ લડી રહ્યો છે. જેમણે અમારા પર આ સંકટ લાવ્યા છે તેમની સાથે જઈએ એટલા અમે નાલાયક નથી. હું ઉદ્ધવ ઠાકરેને સારી રીતે ઓળખું છું. જો અમે ભાજપની સાથે પાછા જઈશું તો લોકોનો અમારા પરથી વિશ્વાસ ઉઠી જશે. લોકોનો રાજનીતિમાંથી વિશ્વાસ ઉઠી જશે. અમે નીતિશ કુમાર નથી કે આજે આમની સાથે અને કાલે તેમની સાથે જઈએ,”

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

“ભાજપ સાથે કેમ જવું? ભાજપમાં એવું શું છે? તેમા શું રાખ્યું છે? રાજકારણમાં કંઈ પણ થઈ શકે છે એ વાત સાચી છે. શું તમે વિચાર્યું હતું કે અમે કોંગ્રેસ અને NCP સાથે મળીને સરકાર બનાવીશું? ભાજપ સાથે કેમ જવું? શિવસેના સારું કામ કરી રહી છે. સંજય રાઉતે કટાક્ષ કરતા કહ્યું કે, અમે ચાર પુરુષની સાથે લગ્ન કરનાર એલિઝાબેથ ટેલર જેવા નથી. એલિઝાબેથ ટેલરે એક પછી એક ચાર લગ્ન કર્યા હતા.

અમિત શાહ અને ફડણવીસે મહારાષ્ટ્રમાં જે પ્રયોગ કર્યો તે નિષ્ફળ ગયો. શિવસેના શિંદેને આપી પરંતુ તેની અડધા ટકા મત પણ નથી. અજિત પવાર પાસે એક ટકા પણ મત નથી. હિંમત હોય તો થાણેમાં મહાનગરપાલિકાની ચૂંટણી લડી બતાવે. તેમણે મહારાષ્ટ્રના સ્વાભિમાન પર પ્રહાર કરવાનું કામ કર્યું છે. આ ગુજરાતીઓનું સપનું હતું. પરંતુ સત્તા કાયમ રહેતી નથી. આજે નહી તો આવતી કાલે પછી તમે શું કરશો?”

Next Article