AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Maharashtra: સચિન વાજેએ ED સામે કર્યો ખુલાસો, 10 DSPએ ટ્રાન્સફર ઓર્ડર રોકવા માટે અનિલ દેશમુખ અને અનિલ પરબને આપ્યા 40 કરોડ રૂપિયા

આ વર્ષે માર્ચમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના દક્ષિણ મુંબઈમાં આવેલા નિવાસસ્થાન પાસે વિસ્ફોટક સામગ્રી ધરાવતી એસયુવી અને થાણે સ્થિત ઉદ્યોગપતિ મનસુખ હિરેનની હત્યાના સંબંધમાં સચિન વાજેની ધરપકડ કરવામાં આવી હતી.

Maharashtra: સચિન વાજેએ ED સામે કર્યો ખુલાસો, 10 DSPએ ટ્રાન્સફર ઓર્ડર રોકવા માટે અનિલ દેશમુખ અને અનિલ પરબને આપ્યા 40 કરોડ રૂપિયા
સચિન વાજે (ફાઈલ ફોટો)
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 17, 2021 | 5:41 PM
Share

મુંબઈ (Mumbai)ના સસ્પેન્ડેડ પોલીસ અધિકારી સચિન વાજે (Sachin Vaje)એ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટને આપેલા નિવેદનમાં આરોપ લગાવ્યો છે કે મહારાષ્ટ્રના પરિવહન મંત્રી અનિલ પરબ (Anil Parab) અને તેમના તત્કાલીન કેબિનેટ સાથી અનિલ દેશમુખે (Anil Deshmukh) મુંબઈ શહેરના તત્કાલીન પોલીસ કમિશ્નર પરમબીર સિંહ દ્વારા જાહેર કરવામાં આવેલા ટ્રાન્સફર ઓર્ડરને રોકવાના બદલામાં 10 નાયબ પોલીસ કમિશનર (DCP) પાસેથી 40 કરોડની લાંચ લેવામાં આવી હતી.

આ નિવેદન એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા દેશમુખના પૂર્વ ખાનગી સચિવ સંજીવ પાલાંદે અને અંગત મદદનીશ કુંદન શિંદે સામે મની લોન્ડરિંગ કેસમાં તાજેતરમાં દાખલ કરાયેલી ચાર્જશીટનો ભાગ છે. પરમબીર સિંહે જુલાઈ, 2020માં મુંબઈમાં 10 ડીસીપીના ટ્રાન્સફર ઓર્ડર જાહેર કર્યા હતા. વાજેએ પોતાના નિવેદનમાં દાવો કર્યો હતો કે સિંહ દ્વારા બહાર પાડવામાં આવેલા ટ્રાન્સફર ઓર્ડરથી તત્કાલીન ગૃહમંત્રી દેશમુખ અને પરબ ખુશ ન હતા.

પોલીસ અધિકારીઓ પાસેથી 40 કરોડ રૂપિયા એકત્રિત કર્યા

વાજેએ જણાવ્યું હતું કે “બાદમાં મને ખબર પડી કે ટ્રાન્સફર ઓર્ડરમાં સૂચિબદ્ધ પોલીસ અધિકારીઓ પાસેથી 40 કરોડ રૂપિયા લેવામાં આવ્યા હતા, જેમાંથી અનિલ દેશમુખ અને અનિલ પરબને 20-20 કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા.

પલાંડે અને શિંદે આ કેસમાં ન્યાયિક કસ્ટડીમાં છે

પલાંડે અને શિંદેની ધરપકડ ઉપરાંત મની લોન્ડરિંગ કેસમાં દાખલ થયેલી ચાર્જશીટમાં વાજેનું નામ પણ આરોપી તરીકે દર્શાવવામાં આવ્યું છે. ચાર્જશીટમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ના નેતા દેશમુખ અથવા તેમના પરિવારના કોઈપણ સભ્યનું નામ આરોપી તરીકે આપવામાં આવ્યું નથી. પલાંડે અને શિંદે આ કેસમાં ન્યાયિક કસ્ટડીમાં છે.

માર્ચમાં સચિન વાજેની ધરપકડ કરવામાં આવી હતી

ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના દક્ષિણ મુંબઈના નિવાસસ્થાન પાસે વિસ્ફોટકો ધરાવતી એસયુવી અને થાણેના ઉદ્યોગપતિ મનસુખ હિરેનની હત્યાના સંબંધમાં વાજેની આ વર્ષે માર્ચમાં ધરપકડ કરવામાં આવી હતી. સાથે જ ચાર્જશીટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે મની લોન્ડરિંગ કેસમાં પલાંડે અને શિંદેએ મહત્વની ભૂમિકા ભજવી હતી.

મંત્રી એકત્રિત થયેલા નાણાં માટે વાજેનો સંપર્ક કરતા હતા

કેન્દ્રીય એજન્સીએ કહ્યું કે તેની તપાસમાં બહાર આવ્યું છે કે દેશમુખ બાર અને રેસ્ટોરન્ટમાંથી એકત્રીત કરેલા નાણાં સોંપવાને લઈને વાજેનો સંપર્ક કરતા હતા. ઉદાહરણ તરીકે વાજેએ જાન્યુઆરીથી ફેબ્રુઆરી 2021 વચ્ચે શિંદેને 16 બેગ આપી હતી, જેમાં 4.6 કરોડ રૂપિયા હતા, જ્યારે પલાંડેએ એનસીપી નેતાના સૂચનો વાજે સુધી પહોંચાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

પરમબીરસિંહે ભ્રષ્ટાચારના આરોપો લગાવ્યા બાદ કેન્દ્રીય તપાસ બ્યુરોએ 21 એપ્રિલના રોજ એનસીપીના નેતા વિરુદ્ધ એફઆઈઆર નોંધાવી હતી. આ પછી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે દેશમુખ અને તેના સહયોગીઓ સામે તપાસ શરૂ કરી હતી.

આ પણ વાંચો :  સાહિલ ખાનની વધી મુશ્કેલી, મનોજ પાટીલને આત્મહત્યા માટે ઉશ્કેરવા બદલ સાહિલ ખાન સામે ગુનો દાખલ

g clip-path="url(#clip0_868_265)">