સાહિલ ખાનની વધી મુશ્કેલી, મનોજ પાટીલને આત્મહત્યા માટે ઉશ્કેરવા બદલ સાહિલ ખાન સામે ગુનો દાખલ
અભિનેતા સાહિલ ખાન અને અન્ય ત્રણ વિરુદ્ધ અભિનેતા મનોજ પાટીલની (Manoj patil) આત્મહત્યા માટે ઉશ્કેરવા બદલ કેસ નોંધવામાં આવ્યો છે. હાલ, પાટીલની મુંબઈની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
Manoj Patil Suicide : બોલિવૂડ અભિનેતા મનોજ પાટીલની આત્મહત્યા માટે ઉશ્કેરવા બદલ અભિનેતા સાહિલ ખાન અને અન્ય ત્રણ વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે, ‘મિસ્ટર ઇન્ડિયા’ (Minister India) પ્રતિયોગિતાના ભૂતપૂર્વ વિજેતા મનોજ પાટીલે મુંબઈના ઉપનગરીય ઓશિવારામાં તેમના નિવાસ સ્થાને ઉંઘની ગોળીઓ ખાઈને આત્મહત્યા (Suicide)કરવાનો પ્રયાસ કર્યો હતો.હાલમાં પાટીલની મુંબઈની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
અભિનેતા મનોજ પાટીલની તબિયત નાજુક
પાટીલના મેનેજર પરી નાજે જણાવ્યું હતું કે, આ ઘટના બુધવારે સવારે 12.30 થી 1 વાગ્યાની વચ્ચે ઓશિવારામાં સાયલીલા બિલ્ડિંગમાં તેમના ઘરે બની હતી. બાદમાં પાટીલના પરિવારના સભ્યો તેને તાત્કાલિક હોસ્પિટલ (Hospital) લઈ ગયા હતા. મળતી માહિતી મુજબ તેની હાલત ‘નાજુક’ હોવાનું જાણવા મળી રહ્યુ છે.
પાટીલે પોલિસને કરી હતી જાણ
#Maharashtra | Case has been registered against actor Sahil Khan and three others for allegedly instigating actor Manoj Patil to attempt suicide: Mumbai Police
Patil is currently undergoing treatment at a hospital in Mumbai
— ANI (@ANI) September 17, 2021
પાટીલે કાર્યવાહીની કરી હતી માંગ
પાટીલની મેનેજરના જણાવ્યા અનુસાર, પાટીલે ઓશિવરા પોલીસને (Mumbai Police) એક પત્ર લખ્યો હતો, જેમાં બોલિવૂડ અભિનેતાની સોશિયલ મીડિયા પર કથિત રીતે બદનામી કરવા અને તેના વ્યાવસાયિક જીવનમાં સમસ્યાઓ ઉભી કરવા બદલ કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી. ઉપરાંત તેણે એક્ટર સામે એફઆઈઆર (FIR) નોંધવાની પણ માંગ કરી હતી.જો કે ઓશિવારા પોલીસ સ્ટેશનના એક અધિકારીના જણાવ્યા મુજબ, આ મામલે કોઈ એફઆઈઆર નોંધવામાં આવી નથી.
2016 માં ‘મિસ્ટર ઇન્ડિયા મેન્સ ફિઝિક્સ ઓવરઓલ ચેમ્પિયનશિપ’ જીતી હતી
અભિનેતા મનોજ પાટીલનો જન્મ 1992 માં થયો હતો અને 2016 માં તેમણે ‘મિસ્ટર ઇન્ડિયા મેન્સ ફિઝિક ઓવરઓલ ચેમ્પિયનશિપ’ જીતી હતી.
આયેશા શ્રોફ સામેના કેસમાં સાહિલ ખાનને હાઇકોર્ટમાંથી રાહત મળી છે
વર્ષ 2015 માં જેકી શ્રોફની પત્ની આયેશા શ્રોફે (Ayesha Shroff)સાહિલ ખાન વિરુદ્ધ બે કેસ દાખલ કર્યા હતા. બંનેએ એકબીજા પર ગંભીર આક્ષેપો કર્યા હતા. જ્યારે આયેશાએ સાહિલને ગે કહ્યો હતો, ત્યારે અભિનેતા જેકી શ્રોફે જણાવ્યું હતું કે આયેશા સાથેના તેના સંબધો તૂટવાને કારણે તેણે તેની પાસેથી મોંઘી ભેટો અને મુસાફરી પર ખર્ચવામાં આવેલા પૈસા માંગ્યા હતા. આયેશાએ તે સમયે સાહિલ સામે કેસ પણ કર્યો હતો. હવે મુંબઈ હાઈકોર્ટે (Mumbai Highcourt) બુધવારે સાહિલ ખાન વિરુદ્ધ આયેશા શ્રોફે કરેલા કેસને ફગાવી દીધો છે.
આ પણ વાંચો: Mumbai Fire: મુંબઇના માનખુર્દઇ વિસ્તારમાં લાગી આગ, ફાયર વિભાગની 6 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી
આ પણ વાંચો: Maharashtra: બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સમાં મોટો અકસ્માત, બાંધકામ હેઠળનો ફ્લાયઓવર ધરાશાય, 14 કામદાર ઘાયલ