Assembly Election 2024 Voting LIVE રિતેશ દેશમુખ, જેનેલિયા દેશમુખે તેમના મતાધિકારનો કર્યો ઉપયોગ, જુઓ વીડિયો

|

Nov 20, 2024 | 10:01 AM

Maharashtra and Jharkhand Assembly Elections 2024 Voting LIVE દેશની રાજનીતિ માટે આજનો દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ છે. આજે મહારાષ્ટ્રમાં 288 વિધાનસભા બેઠકો માટે એક જ તબક્કામાં ચૂંટણી યોજાશે, જ્યારે ઝારખંડમાં વિધાનસભાની બીજા તબક્કામાં 38 બેઠકો પર મતદાન થશે. આ ઉપરાંત ઉત્તર પ્રદેશની 9, પંજાબની 4 અને કેરળની એક વિધાનસભા બેઠક પર પેટાચૂંટણી માટે પણ મતદાન થશે. સાથે જ મહારાષ્ટ્રની નાંદેડ લોકસભા બેઠક પર પેટાચૂંટણી માટે પણ મતદાન થશે.

Assembly Election 2024 Voting LIVE રિતેશ દેશમુખ, જેનેલિયા દેશમુખે તેમના મતાધિકારનો કર્યો ઉપયોગ, જુઓ વીડિયો

Follow us on

LIVE NEWS & UPDATES

  • 20 Nov 2024 10:00 AM (IST)

    Maharashtra Assembly Elections 2024 : રિતેશ દેશમુખ, જેનેલિયા દેશમુખે તેમના મતાધિકારનો કર્યો ઉપયોગ

    અભિનેતા રિતેશ દેશમુખ અને અભિનેત્રી જેનેલિયા દેશમુખે લાતુરમાં મતદાન મથક પર જઈને મતદાનના અધિકારનો ઉપયોગ કર્યો હતો. તેઓએ સામાન્ય જનતા સાથે કતારમાં ઉભા રહીને મતદાન કર્યું હતું. રિતેશ દેશમુખ ચૂંટણીમાં બંને ભાઈઓના પ્રચારમાં સક્રિય હતા, તેમણે ઘણી જગ્યાએ ભાષણો પણ આપ્યા હતા.

  • 20 Nov 2024 09:52 AM (IST)

    Maharashtra Assembly Elections 2024 : શરદ પવારે બારામતીથી કર્યુ મતદાન, વધુ મતદાન થવાનો વ્યક્ત કર્યો વિશ્વાસ

    મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં શરદ પવારે પોતાના મતવિસ્તાર બારામતીથી મતદાન કર્યું હતું. મતદાન કર્યા બાદ, શરદ પવારે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, મહારાષ્ટ્રના મતદારો મોટી સંખ્યામાં શાંતિપૂર્ણ મતદાન કરશે.


  • 20 Nov 2024 09:40 AM (IST)

    Maharashtra Assembly Elections 2024 : મહારાષ્ટ્રમાં 6.61 ટકા, ઝારખંડમાં 12.71 ટકા મતદાન

    મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં પ્રથમ બે કલાકમાં 6.61 ટકા અને ઝારખંડ વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કામાં 12.71 ટકા મતદાન થયું છે.

  • 20 Nov 2024 08:49 AM (IST)

    Maharashtra Assembly Elections 2024 : ફરહાન અખ્તરે બાંદ્રામાં કર્યું મતદાન, જુઓ વીડિયો

    ફિલ્મ કલાકાર ફરહાન અખ્તરે મુંબઈના બાંદ્રા મતક્ષેત્રમાં મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.

  • 20 Nov 2024 08:38 AM (IST)

    Maharashtra Assembly Elections 2024 : ક્રિકેટર સચિન તેંડુલકરે પરિવાર સાથે કર્યું મતદાન, જુઓ વીડિયો

    ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ક્રિકેટર સચિન તેંડુલકરે પરિવાર સાથે મતદાન કર્યું હતું. સચિનની સાથે અંજલિ અને સારાએ મતાધિકારનો ઉપયોગ કર્યો હતું.


  • 20 Nov 2024 08:29 AM (IST)

    Maharashtra Assembly Elections 2024 : મહારાષ્ટ્ર-ઝારખંડના લોકોને મતદાન કરવા PM મોદીની અપીલ

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, મહારાષ્ટ્ર અને ઝારખંડના લોકોને તેમના મતાધિકારનો ઉપયોગ કરવા અપીલ કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાને મતદાન માટેની અપીલ ગુયેના ખાતેથી કરી હતી. તેઓ જી20માં ભાગ લેવા માટે બ્રાઝિલ ગયા હતા.

  • 20 Nov 2024 08:17 AM (IST)

    Maharashtra Assembly Elections 2024 : ફિલ્મસ્ટાર અક્ષયકુમારે કર્યું મતદાન, જુઓ વીડિયો

    ફિલ્મ કલાકાર અક્ષયકુમારે મુંબઈમાં પોતાનો મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. અક્ષય કુમારે ચૂંટણ પંચ દ્વારા વરિષ્ઠ નાગરિકો માટે કરાયેલ વ્યવસ્થાના વખાણ કર્યાં હતા.

  • 20 Nov 2024 08:14 AM (IST)

    Maharashtra Assembly Elections 2024 : RBI ના ગવર્નર શક્તિકાંત દાસે મુંબઈમાં કર્યું મતદાન, જુઓ વીડિયો

    રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગવર્નર શક્તિસિંહ દાસે મુંબઈમાં મતદાન કર્યું હતું. તેમણે મતદારો માટે કરાયેલ વ્યવસ્થાના વખાણ કર્યા હતા અને આશા કરી હતી કે, મતદાનની ટકાવારી ખૂબ ઊંચી રહેશે.

  • 20 Nov 2024 08:11 AM (IST)

    Maharashtra Assembly Elections 2024 : ફિલ્મ ડાયરેકટર કબિર ખાને કર્યું મતદાન જુઓ વીડિયો

    ફિલ્મ ડાયરેકટર કબિર ખાને પણ મુંબઈમાં મતદાન કરીને પોતાનો મતાધિકાર ભગોવ્યો હતો.

  • 20 Nov 2024 07:58 AM (IST)

    Maharashtra Assembly Elections 2024 : શાઈના એનસીએ મુંબા દેવી ખાતે કર્યું મતદાન, જુઓ વીડિયો

    એકનાથ શિંદે જૂથની શિવસેનાની ટિકિટ પર મહારાષ્ટ્રના મુંબઈની મુંબાદેવી બેઠક પરથી ચૂંટણી લડી રહેલ શાઈના એનસીએ, પોતાનો મતાધિકાર ભોગવ્યો હતો. શાઈનાની પુત્રી શનાયાએ પણ માતાની સાથે મતદાન કર્યું હતું.

  • 20 Nov 2024 07:53 AM (IST)

    Maharashtra Assembly Elections 2024 : ફિલ્મ કલાકાર રાજકુમાર રાવે કર્યું મતદાન

    ફિલ્મ કલાકાર રાજકુમાર રાવે કર્યું મતદાન, મતદાન કર્યા બાદ રાજુકમાર રાવે સૌને અપીલ કરતા કહ્યું કે, મતદાન અવશ્ય કરવું જોઈએ.  જુઓ વીડિયો

  • 20 Nov 2024 07:35 AM (IST)

    Maharashtra Assembly Elections 2024 : મુંબઈ ભાજપના અધ્યક્ષે કર્યું મતદાન

    મુંબઈ ભાજપના પ્રમુખ અને બાંદ્રા પશ્ચિમ વિધાનસભા મતવિસ્તારના ઉમેદવાર આશિષ શેલારે મુંબઈમાં બાંદ્રાની સેન્ટ સ્ટેનિસ્લૉસ હાઈસ્કૂલ ખાતે મતદાન મથક પર પોતાનો મત આપ્યો.

  • 20 Nov 2024 07:22 AM (IST)

    Maharashtra Assembly Elections 2024 : સરસંઘચાલક મોહન ભાગવતે કર્યું મતદાન

    રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવતે નાગપુરમાં મતદાનના અધિકારનો ઉપયોગ કર્યો હતો.

  • 20 Nov 2024 07:12 AM (IST)

    Maharashtra Assembly Elections 2024 : દરેકે અંતરાત્મા સાથે મતદાન કરવું જોઈએ, કોઈના દબાણને વશ ન થવું – અજિત પવારની મતદારોને અપીલ

    દરેકે ખુલ્લા વાતાવરણમાં મતદાન કરવું જોઈએ. કોણ સારું કામ કરી શકે છે, કોણ નેતૃત્વ કરી શકે છે તે વિશે આપણે કાળજીપૂર્વક વિચારવું જોઈએ, દરેક વ્યક્તિએ પોતાના સારા વિવેક મુજબ મતદાન કરવું જોઈએ. નાયબ મુખ્યમંત્રી અને એનસીપી નેતા અજિત પવારે મતદારોને અપીલ કરી હતી કે લોકોએ કોઈના દબાણને વશ ન થવું જોઈએ.

  • 20 Nov 2024 07:06 AM (IST)

    મહારાષ્ટ્ર-ઝારખંડ વિધાનસભા ચૂંટણી માટે મતદાન શરૂ

    મહારાષ્ટ્ર વિધાનસભાની 288 બેઠક પર આજે મતદાન યોજાઈ રહ્યું છે. તમામ બેઠકો પર સવારે 7 વાગે મતદાનનો પ્રારંભ થઈ ચૂક્યો છે.

  • 20 Nov 2024 06:59 AM (IST)

    મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે મતદાન મથક પર યોજાયુ મોક પોલ યોજાયુ

    મહારાષ્ટ્રના ભંડારા જિલ્લાના સાકોલી વિધાનસભા મતવિસ્તાર હેઠળના શામરાવ બાપુ કાપગેટ સિનિયર કૉલેજ સાકોલી ખાતેના મતદાન મથક પર મોક મતદાન કરવામાં આવી રહ્યું છે. રાજ્યની તમામ 288 વિધાનસભા બેઠકો પર સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થશે. તમામ મતદાન મથકો પર મતદાન શરુ થાય તે પૂર્વે મોક પોલનું આયોજન કરીને મતદાનમાં કોઈ તકલીફ તો નથી તેની ચકાસણી કરવામાં આવી હતી.

આજે એટલે કે બુધવારે મહારાષ્ટ્રમાં 288 અને ઝારખંડની 38 વિધાનસભા બેઠકો પર મતદાન થશે. મહારાષ્ટ્રમાં એક તબક્કામાં મતદાન કરવામાં આવી રહ્યું છે જ્યારે ઝારખંડમાં તે બે તબક્કામાં કરવામાં આવી રહ્યું છે. ઝારખંડમાં પ્રથમ તબક્કા માટે 13 નવેમ્બરે મતદાન થયું હતું. મહારાષ્ટ્રમાં ચૂંટણીની લડાઈ મુખ્યત્વે બે ગઠબંધન વચ્ચે છે. એક તરફ મહાયુતિ ગઠબંધન છે જે સત્તામાં છે. બીજી તરફ મહાવિકાસ આઘાડી છે જે વિપક્ષની ભૂમિકામાં છે. જ્યારે, ઝારખંડમાં એક તરફ બીજેપીના નેતૃત્વમાં એનડીએ છે અને બીજી તરફ ઈન્ડિયા એલાયન્સ છે.

Published On - 6:59 am, Wed, 20 November 24