બ્રેકિંગ ન્યૂઝ : કોંગ્રેસને વધુ એક મોટો ફટકો, મહારાષ્ટ્રના પૂર્વ સીએમ અશોક ચવ્હાણે પાર્ટીમાંથી આપ્યું રાજીનામું

મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા અશોક ચવ્હાણે પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. ચવ્હાણ છેલ્લા કેટલાક દિવસોથી પાર્ટીથી નારાજ હોવાનું કહેવામાં આવી રહ્યું છે અને એવા અહેવાલ છે કે તેઓ ભાજપમાં જોડાઈ શકે છે.

બ્રેકિંગ ન્યૂઝ : કોંગ્રેસને વધુ એક મોટો ફટકો, મહારાષ્ટ્રના પૂર્વ સીએમ અશોક ચવ્હાણે પાર્ટીમાંથી આપ્યું રાજીનામું
Ashok Chavan resigned from the congress party
Follow Us:
| Updated on: Feb 12, 2024 | 1:20 PM

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અશોક ચવ્હાણે પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. સૂત્રોને ટાંકીને આ માહિતી સામે આવી છે. મળતી માહિતી મુજબ વિધાનસભા અધ્યક્ષ રાહુલ નાર્વેકરને મળ્યા બાદ રાજીનામાના સમાચાર છે. સૂત્રોનું માનીએ તો અશોક ચવ્હાણ ભાજપમાં જોડાઈ શકે છે. ચવ્હાણ મહારાષ્ટ્રના મરાઠા કોંગ્રેસના અગ્રણી નેતા છે અને મુખ્યમંત્રી પણ રહી ચૂક્યા છે.

(Credit Source : @tv9gujarati)

લોકસભા ચૂંટણી પહેલા અશોક ચવ્હાણ જેવા વરિષ્ઠ કોંગ્રેસી નેતાનું રાજીનામું પાર્ટી માટે મોટો ફટકો હોવાનું કહેવાય છે. ચવ્હાણ પહેલા મુંબઈ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને ગાંધી પરિવારના નજીકના મિલિંદ દેવરાએ પણ રાજીનામું આપી દીધું છે. બાબા સિદ્દીકીના તાજેતરના રાજીનામાથી પાર્ટી હજુ એ ઝટકામાંથી બહાર નીકળી રહી હતી, ત્યાં સુધી અન્ય એક મોટા નેતાના રાજીનામાથી મહારાષ્ટ્રમાં પાર્ટીની મુશ્કેલીઓ વધી ગઈ છે.

રાજ્યના રહી ચૂક્યા છે મુખ્યમંત્રી

અશોક ચવ્હાણ ડિસેમ્બર 2008થી નવેમ્બર 2009 સુધી રાજ્યના મુખ્યમંત્રી હતા. ચવ્હાણ નવેમ્બર 2009થી નવેમ્બર 2010 સુધીના તેમના બીજા કાર્યકાળમાં મુખ્યમંત્રી રહી ચૂક્યા છે.

નાના પટોલ દિલ્હી જવા રવાના થયા

અશોક ચવ્હાણના પિતા પણ મુખ્યમંત્રી રહી ચુક્યા છે. ચવ્હાણના પિતા શંકર રાવ ચવ્હાણ એક વરિષ્ઠ નેતા હતા અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે સેવા આપી હતી. નાંદેડથી અશોક ચવ્હાણ 2014 અને 2019 વચ્ચે લોકસભાના સાંસદ પણ હતા. અશોક ચવ્હાણના રાજીનામા બાદ મહારાષ્ટ્ર કોંગ્રેસની છાવણીમાં ચિંતાની રેખાઓ જોવા મળી રહી છે. એવા અહેવાલો છે કે મહારાષ્ટ્ર કોંગ્રેસના વર્તમાન અધ્યક્ષ નાના પટોલે દિલ્હી જવા રવાના થઈ ગયા છે.

રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">