AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mumbai: ‘ ગેટ વે ઓફ ઈન્ડિયા, નરીમન પોઈન્ટ 2050 સુધીમાં દરિયામાં ડૂબી જશે, BMC કમિશ્નરએ આપ્યું મોટું નિવેદન

દોઢ વર્ષમાં ત્રણ વખત ચક્રવાતી તોફાન આવવું એ અસાધારણ ઘટના છે. જ્યારે આ પહેલા 129 વર્ષના અંતરમાં ચક્રવાતી તોફાન આવ્યું હતું. આ ચક્રવાતી તોફાનને કારણે, 5 ઓગસ્ટ 2020 ના રોજ નરીમાન પોઈન્ટમાં 5 થી 5.5 ફૂટ સુધી પાણી ભરાયું હતું. 17 મી મેના રોજ પણ મુંબઈમાં 214 મીમી વરસાદ પડ્યો હતો.

Mumbai: ' ગેટ વે ઓફ ઈન્ડિયા, નરીમન પોઈન્ટ 2050 સુધીમાં દરિયામાં ડૂબી જશે, BMC કમિશ્નરએ આપ્યું મોટું નિવેદન
બીએમસી કમિશનર ઇકબાલ સિંહ ચહલનું ચોકાવનારુ નિવેદન
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 29, 2021 | 6:54 AM
Share

મુંબઈના ગેટ વે ઓફ ઈન્ડિયા, નરીમન પોઈન્ટ સહીત દરિયાકાંઠે આવેલા અનેક વિસ્તારો દરિયામાં ડૂબી જશે તેવુ મુંબઈ મહાનગરપાલિકાના કમિશનરે કહ્યુ છે. મુંબઈમાં હવામાનનને લઈને યોજાયેલા એક કાર્યક્રમમાં સંબોધન કરતા બીએમસીના કમિશનરે કહ્યુ કે, મુંબઈના એવા ઘણા વિસ્તારો છે કે જેની ગણના સૌથી વધુ પોશ વિસ્તારમાં કરવામાં આવે છે, આવા વિસ્તારોનુ આગામી 2050 સુધીમાં તેમનું અસ્તિત્વ જ રહેશે નહીં. ગેટ વે ઓફ ઇન્ડિયા, નરીમાન પોઇન્ટ, મરીન ડ્રાઇવ, હોટેલ તાજ, મંત્રાલય, આ તમામ મુખ્ય વિસ્તારો, જે મુંબઇની સુંદરતામાં વધારો કરે છે, તેઓ દરિયામાં ગરકાવ થઈ જશે અને આપણે તેને પાણીમાં ડૂબતા જોતાં રહેશું.

એટલે કે, આગામી પચ્ચીસથી ત્રીસ વર્ષ પછી, આ વિસ્તાર આપણ માટે જોવાલાયક પણ રહેશે નહીં. એટલે કે, આપણે મનુષ્યોએ વિકાસના નામે વિનાશને કેટલો નજીક બોલાવ્યો છે, એમ મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) ના કમિશનર ઇકબાલ સિંહ ચહલે શનિવારે જણાવ્યું હતું.

મુંબઈ મ્યુનિસિપલ કમિશનરે આ નિવેદન ત્યારે આપ્યું જ્યારે તેઓ પર્યાવરણ મંત્રી આદિત્ય ઠાકરેની હાજરીમાં મુંબઈમાં હવામાન બદલવા માટે એક્શન પ્લાન સંબંધિત વેબસાઈટ લોન્ચ કરવાના કાર્યક્રમમાં ભાગ લઈ રહ્યા હતા. આ પ્રસંગે તેમણે કહ્યું કે 2050 સુધીમાં દરિયાનું સ્તર એટલું વધી જશે કે નરીમન પોઈન્ટ, મંત્રાલય સહિત દક્ષિણ મુંબઈના A, B, C અને D વોર્ડ સાથે જોડાયેલા વિસ્તારનો 80 ટકા ભાગ પાણી હેઠળ જટો રહેશે.

25 થી 30 વર્ષમાં દક્ષિણ મુંબઈનો 80 ટકા વિસ્તાર સમુદ્રની નીચે હશે

એટલે કે, આ બધું આગામી 25 થી 30 વર્ષમાં થશે. તેથી, એવું નથી કે આ ઘટના ખૂબ જ લાંબા ગાળે થવાની હોય એટલે કે, વિનાશ એટલો નજીક છે કે આપણે આપણા જીવનકાળમાં આ ભયાનક દ્રશ્ય જોશું. મુંબઈ દક્ષિણ એશિયાનું પહેલું શહેર છે જે વાતાવરણના બદલાતા વલણને ધ્યાનમાં રાખીને એકશન પ્લાન તૈયાર કરી રહ્યું છે.

કુદરત આવનારી તબાહી વિશે ઈશારામાં ચેતવી રહ્યું છે

દોઢ વર્ષમાં ત્રણ વખત વાવાઝોડું આવવું અસામાન્ય બાબત છે. જ્યારે આ પહેલા 129 વર્ષના અંતરમાં વાવાઝોડું આવ્યું હતું. આ વાવાઝોડાને કારણે, 5 ઓગસ્ટ 2020 ના રોજ નરીમાન પોઇન્ટમાં 5 થી 5.5 ફૂટ સુધી પાણીથી ભરાઇ ગયું હતું. ઈકબાલ ચહલે કહ્યું કે તે દિવસે વાવાઝોડાના દુર – દુર સુધી કોઈ એંધાણ દેખાયા ન હતા. પર્યાવરણમાં આ પ્રકારના ફેરફારો સતત થઈ રહ્યા છે. 17 મેના રોજ પણ મુંબઈમાં 214 મીમી વરસાદ પડ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલા મહારાષ્ટ્રમાં ભારે વરસાદને કારણે ઘણા જીલ્લાઓમાં પુરની પરીસ્થીતી સર્જાય હતી. તેમજ ફરીથી આગામી ચાર થી પાંચ દીવસમાં હવામાન વિભાગ દ્વારા થાણે સહીતના કેટલાંક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ પણ વાંચો : Maharashtra Rain Alert: થાણે, રાયગઢ, પાલઘર સહિત અનેક વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ, આગામી ચાર-પાંચ દિવસ ભારે વરસાદની આગાહી

આ પણ વાંચો :  Maharashtra: મુંબઈ-પૂણે મહાનગરપાલિકાની ચૂંટણી આગળ વધવાની દિશામાં, OBCનાં રાજકીય રીઝર્વેશન પર પેચ ફસાયો

g clip-path="url(#clip0_868_265)">