કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ રવિવારે પુણેની મુલાકાતે છે. આ દરમિયાન તેમણે સેન્ટ્રલ રજિસ્ટ્રાર ઑફ કો ઓપરેટિવ સોસાયટીઝના ડિજિટલ પોર્ટલનું ઉદ્ઘાટન કર્યું. તેમણે મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર સાથે મંચ પણ શેર કર્યુ, જેમણે તાજેતરમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)માંથી એકનાથ શિંદે-દેવેન્દ્ર ફડણવીસ સરકારમાં જોડાવા માટે પક્ષપલટો કર્યો હતો. આ દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી શાહના એક નિવેદનની ખૂબ ચર્ચા થઈ રહી છે, જેમાં તેમણે અજિત પવારને કહ્યું હતું કે, તમે અહીં બહુ મોડેથી આવ્યા છો.
આ પણ વાંચો : Maharashtra Politics: જયંત પાટીલે અમિત શાહને મળવાના સમાચારનું કર્યું ખંડન, કહ્યું- હું શરદ પવારને મળવા ગયો હતો
વાસ્તવમાં બન્યું એવું કે આ કાર્યક્રમમાં અમિત શાહ પહોંચ્યા હતા. કાર્યક્રમમાં એકનાથ શિંદે, દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવાર મંચ પર હાજર હતા. ત્યારે અમિત શાહે કહ્યું કે હું પહેલીવાર અજિત પવાર સાથે મંચ પર બેઠો છું. અજિત પવાર હવે યોગ્ય જગ્યાએ છે અને યોગ્ય જગ્યાએ બેઠા છે. અજિત દાદા (પવાર) તમને અહીં આવવામાં ઘણો સમય લાગ્યો છે. એનસીપીના વડા શરદ પવારના ભત્રીજા અજિત પવાર 2 જુલાઈના રોજ સત્તાધારી શિવસેના (શિંદે) – ભાજપ સરકારમાં જોડાયા હતા અને તેમની પાર્ટીને તોડી નાખી હતી.
અજિત પવારની નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા, જ્યારે અન્ય આઠ ધારાસભ્યોએ મંત્રી તરીકે શપથ લીધા હતા. જ્યારે અન્ય આઠ ધારાસભ્યોએ મંત્રી તરીકે શપથ લીધા હતા. તેમાંથી છગન ભુજબળ, ધનંજય મુંડે, દિલીપ વાલસે પાટીલ અને અદિતિ તટકરેને શિંદે કેબિનેટમાં સ્થાન મળ્યું છે. અજિત પવારે આ પગલું ત્યારે લીધું જ્યારે પ્રફુલ પટેલ અને સુપ્રિયા સુલેને તેમના કાકા શરદ પવાર દ્વારા NCPના કાર્યકારી પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.
ઉલ્લેખની છે કે નવેમ્બર 2019 માં અજિત પવારે દેવેન્દ્ર ફડણવીસ સાથે ડેપ્યુટી સીએમ તરીકે શપથ લીધા હતા અને બધાને આશ્ચર્યચકિત કરી દીધા હતા. જો કે, રાજકારણના અનુભવી ખેલાડી શરદ પવાર તેમને અને NCPના અન્ય ધારાસભ્યોને પાર્ટીમાં પાછા લાવવામાં સક્ષમ હતા. ફડણવીસ અને અજિત પવાર બંનેએ માત્ર ત્રણ દિવસમાં રાજીનામું આપ્યા પછી સરકાર પડી ગઈ.
મહારાષ્ટ્રમાં રાજકીય ડ્રામા અહીં અટક્યો ન હતો. આ પછી શિવસેના (અવિભાજિત)-કોંગ્રેસ-એનસીપી સાથે આવ્યા અને મહા વિકાસ અઘાડી ગઠબંધન બનાવ્યું અને સત્તા મેળવી અને અજિતે ફરીથી ડેપ્યુટી સીએમ તરીકે શપથ લીધા. જો કે, મહા વિકાસ આઘાડીની સરકાર ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વમાં લગભગ સાડા ત્રણ વર્ષ સુધી ચાલી શકી હતી, ત્યારબાદ એકનાથ શિંદેએ શિવસેનાથી અલગ થઈને ભાજપ સાથે સરકાર બનાવી હતી.