Maharashtra: ઝીકા વાયરસનો પહેલો કેસ નોંધાયા બાદ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે મલ્ટી ડીસિપ્લીનરી ટીમ મોકલી, પરિસ્થિતિ પર રખાશે ચાંપતી નજર

દર્દીમાં આ સંક્રમણના હળવા લક્ષણો જોવા મળ્યા છે. જોકે રાહતની વાત છે કે તેમના પરિવારના અન્ય કોઈ સભ્યમાં હજુ સુધી કોઈ લક્ષણો જોવા મળ્યા નથી. અધિકારીઓએ શનિવારે લોકોને ન ગભરાવવાની અપીલ કરી હતી.

Maharashtra: ઝીકા વાયરસનો પહેલો કેસ નોંધાયા બાદ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે મલ્ટી ડીસિપ્લીનરી ટીમ મોકલી, પરિસ્થિતિ પર રખાશે ચાંપતી નજર
Union Health Minister Mansukh Mandaviya
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 02, 2021 | 9:22 PM

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે (Union Ministry of Health) મહારાષ્ટ્રમાં મલ્ટી ડીસિપ્લીનરી ટીમ મોકલી છે. આ ટીમને મહારાષ્ટ્રમાં ઝિકા વાયરસ (Zika virus)ની સ્થિતિ પર નજર રાખવા અને રાજ્ય સરકારને ઝીકા વાયરસના કેસોના સંચાલનમાં મદદ કરવા માટે મોકલવામાં આવી છે. સરકાર દ્વારા આ પગલું એવા સમયે લેવામાં આવ્યું છે, જ્યારે હાલમાં જ પુના(Pune) જિલ્લામાં ઝીકા વાયરસના પ્રથમ કેસની પુષ્ટિ થઈ છે.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમણ વચ્ચે ઝીકા વાયરસનો એક કિસ્સો સામે આવતા લોકો ડરી ગયા છે અને આ વિસ્તારમાં હડકંપ મચી ગયો છે. પુણેના એક ગામમાંથી ઝીકા વાયરસનો પ્રથમ કેસ નોંધાયો છે. દર્દીમાં આ સંક્રમણના હળવા લક્ષણો જોવા મળ્યા છે. જોકે રાહતની વાત છે કે તેમના પરિવારના અન્ય કોઈ સભ્યમાં હજુ સુધી કોઈ લક્ષણો જોવા મળ્યા નથી. અધિકારીઓએ શનિવારે લોકોને ન ગભરાવવાની અપીલ કરી હતી.

ઝીકાથી સંક્રમિત મહિલા સ્વસ્થ થઈ

રાજ્યના આરોગ્ય વિભાગે કહ્યું કે સંક્રમિત મહિલા દર્દી સંપૂર્ણપણે સ્વસ્થ થઈ ગઈ છે. આરોગ્ય વિભાગે એક નિવેદનમાં કહ્યું કે મહિલા અને તેના પરિવારના સભ્યોમાં કોઈ લક્ષણો નથી. મળેલી માહિતી અનુસાર પુરંદર તાલુકાના બેલસર ગામમાં રહેતી 50 વર્ષીય મહિલાનો શુક્રવારે રિપોર્ટ મળ્યો હતો. રિપોર્ટમાં જાણવા મળ્યું હતું કે ઝિકા વાયરસ સંક્રમણ સિવાય તે ચિકનગુનિયાથી પણ પીડિત હતી.

આરોગ્ય વિભાગના નિવેદનમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે શનિવારે સરકારી મેડિકલ ટીમે ગામની મુલાકાત લીધી હતી અને સરપંચ તેમજ ગ્રામ પંચાયતના સભ્યોને પણ મળ્યા હતા અને ઝીકા વાયરસને રોકવા અંગેના પગલાઓ વિશે સૂચના પણ આપી હતી. રાજ્ય સર્વેલન્સ ઓફિસર ડો. પ્રદીપ આવટેએ જણાવ્યું હતું કે જે ગામમાં ઝીકા વાયરસનો કેસ આવ્યો છે, તેની આજુ-બાજુના વિસ્તારને લઈને વહીવટીતંત્ર ખૂબ જ સતર્ક બની ગયું છે. સંક્રમિત ગામના 5 કિમીના દાયરામાં આવતા 7 ગામમાં આરોગ્ય કર્મચારીઓ ઘરે-ઘરે જઈને તાવની તપાસ કરી રહ્યા છે.

ચ્છર દ્વારા ફેલાય છે ઝીકા વાયરસ 

કેરળમાં ઝીકાના દર્દીઓ સતત વધી રહ્યા છે. રાજ્યમાં વધુ 2 લોકોને ઝીકાનો ચેપ લાગ્યો છે. જે બાદ કેરળમાં ઝીકા વાયરસના કુલ કેસો વધીને 63 થઈ ગયા છે. કેરળના આરોગ્ય મંત્રી વીણા જ્યોર્જના જણાવ્યા અનુસાર રાજ્યમાં હાલમાં 3 સક્રિય દર્દીઓ છે. જણાવી દઈએ કે ઝીકા મચ્છર દ્વારા ફેલાતો વાયરસ છે.

તે મોટેભાગે એડીસ ઈજિપ્તી મચ્છરના કરડવાથી થાય છે. આ મચ્છર ડેન્ગ્યુ અને ચિકનગુનિયા પણ ફેલાવે છે. ઝિકા વાયરસથી સંક્રમિત લોકોમાં તાવ, હાથ-પગમાં દુખાવો, ચામડી પર નિશાન, આંખ આવવી જેવા લક્ષણો જોવા મળે છે. સંક્રમિત મચ્છર કરડ્યાના 2થી 7 દિવસ પછી સંક્રમણ ફેલાય છે.

આ પણ વાંચો : પાકિસ્તાનથી ઉડીને આવેલું શંકાસ્પદ કબૂતર ઝડપાયું, તેના પગ અને પાંખ પર મોબાઈલ નંબર લખેલો જોવા મળ્યો

g clip-path="url(#clip0_868_265)">