Holi colour Tips : છોકરાઓ ફોલો કરો આ ટિપ્સ, સ્કીનને નહીં થાય કોઈ નુકસાન

Holi 2024 : બધી નારાજગી ભૂલીને આનંદ કરવાનો તહેવાર એટલે હોળી. આ તહેવાર આ વખતે 25 માર્ચે ઉજવવામાં આવશે. હોળીના રંગમાં ભંગના પડે તે રીતે હોળી રમવી જરૂરી છે. જો કે આ દિવસે રંગોથી બચવું મુશ્કેલ છે. માત્ર છોકરીઓ જ નહીં, પરંતુ છોકરાઓએ પણ આ દિવસે તેમની સ્કીનને રંગોથી બચાવવા માટે ત્વચાની સંભાળની કેટલીક ટીપ્સ ધ્યાનમાં રાખવી જોઈએ. તો ચાલો જાણીએ.

Holi colour Tips : છોકરાઓ ફોલો કરો આ ટિપ્સ, સ્કીનને નહીં થાય કોઈ નુકસાન
Holi Colour Skin care
Follow Us:
| Updated on: Mar 23, 2024 | 11:51 AM

આ વખતે 25 માર્ચ 2024 સોમવારના રોજ રંગોથી હોળી રમવામાં આવશે. હોળીના રંગોમાં તરબોળ થવું દરેક વ્યક્તિને ગમે છે, પરંતુ જ્યારે આ રંગો ચહેરા પર લાગે છે ત્યારે તેને દૂર કરવા મુશ્કેલ બની જાય છે અને બજારમાં મળતા રંગોમાં કેમિકલ ભરપૂર હોય છે, જે ચહેરાને ઘણું નુકસાન પહોંચાડે છે. છોકરીઓની સાથે-સાથે છોકરાઓ પણ તેમની ત્વચાની કાળજી લે તે જરૂરી છે.

છોકરીઓ હોય કે છોકરાઓ દરેકને સ્કીન કેરની જરૂર હોય છે. હોળીના દિવસે છોકરાઓએ તેમની સ્કીનની વધુ કાળજી લેવી જોઈએ. કારણ કે હોળીના દિવસે છોકરાઓના ચહેરા વધુ રંગીન થઈ જતા હોય છે અને તેઓ પાકા રંગોથી પણ રમતા હોય છે. તો ચાલો જાણીએ કે હોળી પર ત્વચાની સંભાળ કેવી રીતે કરવી.

આખા શરીર પર લગાવો લોશન

હોળી રમવાના એક દિવસ પહેલા નારિયેળ તેલથી ચહેરા પર માલિશ કરો. આ સાથે તમારી દાઢી અને વાળમાં સારી રીતે તેલ લગાવો. તમે સારા મોઈશ્ચરાઈઝર અથવા નારિયેળ, બદામ અને ઓલિવ ઓઈલ જેવા કોઈપણ એક તેલથી પણ આખા શરીરની માલિશ કરી શકો છો.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

ફુલ સ્લીવના કપડાં

હોળીના રંગો તમારા ચહેરા તેમજ તમારા હાથ અને પગની સ્કીનને નુકસાન પહોંચાડે છે. જો તમે બહાર હોળી રમવા જાવ છો તો ફુલ સ્લીવનો શર્ટ પહેરો અને એવા ફૂટવેર પણ પહેરો જે સંપૂર્ણપણે બંધ હોય અને પાણીમાં બગડી ન જાય. આ સાથે તમારા પગની સ્કીન પણ રંગોથી સુરક્ષિત રહેશે.

હોળી રમતાં પહેલા કરો આ તૈયારીઓ

જો તમે તમારી ત્વચાને રંગોના નુકશાનથી બચાવવા માંગતા હો તો હોળી રમવાના એક કલાક પહેલા તમારા ચહેરા પર સનસ્ક્રીન લગાવો અને જ્યારે તે સંપૂર્ણપણે શોષાઈ જાય, ત્યારે પેટ્રોલિયમ જેલી લગાવવી જોઈએ. ખાસ કરીને તમારી પોપચા અને તમારી આંખોની આસપાસના વિસ્તાર પર થોડું વધુ મોઇશ્ચરાઇઝર લગાવો. જો તમે ઈચ્છો તો બેબી ઓઈલનો પણ ઉપયોગ કરી શકાય છે. આંખો પર ગોગલ્સ લગાવીને જ બહાર નીકળવું જોઈએ.

ચહેરા પરથી રંગ દૂર કરતી વખતે આ ધ્યાનમાં રાખો

જો ચહેરા પર વધારે કલર લાગી ગયો હોય તો ચહેરાને સાબુ કે ફેસ વોશથી વારંવાર ન ધોવો જોઈએ. હોળીના રંગો ધીમે-ધીમે બે થી ત્રણ દિવસમાં ઝાંખા પડી જાય છે, તેથી રંગોને તરત જ દૂર કરવાનો પ્રયાસ કરશો નહીં. તેનાથી તમારા ચહેરા પર ફોલ્લીઓ અથવા બળતરા થઈ શકે છે. ચહેરા પરથી રંગ દૂર કર્યા પછી સારું મોઇશ્ચરાઇઝર અથવા દેશી ઘી લગાવવું જોઈએ.

Latest News Updates

ગાંધીનગરમાં ધર્મ પરિવર્તન કરાવનારા પકડી પાડવાનો હિન્દુ સંગઠનનો દાવો
ગાંધીનગરમાં ધર્મ પરિવર્તન કરાવનારા પકડી પાડવાનો હિન્દુ સંગઠનનો દાવો
અમદાવાદની કેટલીક સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી
અમદાવાદની કેટલીક સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી
ગુજરાતમાં મતદાન માટે વડાપ્રધાન મોદી અને અમિત શાહ આવશે અમદાવાદ
ગુજરાતમાં મતદાન માટે વડાપ્રધાન મોદી અને અમિત શાહ આવશે અમદાવાદ
આ રાશિના જાતકો આજે પૈસાની લેવડ-દેવડમાં વધુ સાવધાની રાખજો
આ રાશિના જાતકો આજે પૈસાની લેવડ-દેવડમાં વધુ સાવધાની રાખજો
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
g clip-path="url(#clip0_868_265)">