EVM અને VVPATનું ફુલ ફોર્મ શું ? જાણો તેમનો રસપ્રદ ઈતિહાસ

|

Dec 04, 2022 | 5:23 PM

જે EVMમાં મતદાતા પોતાનો વોટ આપે છે અને જે VVPAT પર પોતાનો વોટ કન્ફોર્મ કરે છે. ચાલો જાણીએ તે EVM અને VVPATનો રસપ્રદ ઈતિહાસ.

EVM અને VVPATનું ફુલ ફોર્મ શું ? જાણો તેમનો રસપ્રદ ઈતિહાસ
EVM and VVPAT interesting history
Image Credit source: TV9 gfx

Follow us on

આઝાદી પછી ભારતમાં મતદાન સમયે બેલેટ પેપરનો ઉપયોગ થતો હતો. પણ જેમ જેમ દેશમાં ટેકનોલોજીનો વિકાસ થયો તેમ તેમ ચૂંટણીઓ પણ આધુનિક બનતી ગઈ. હવે મતદાન સમયે EVM અને VVPATનો ઉપયોગ કરવામાં આવે છે. મતદાન મથક પર જે મશીન પર મતદાતા વોટ આપે છે તે EVMનું ફુલ ફોર્મ છે Electronic Voting Machine. અને મતદાન બાદ જે મશીનમાં મતદાતા પોતાનો વોટ કન્ફોર્મ કરે છે તે VVPATનું ફુલ ફોર્મ છે Voter verifiable paper audit trail.આ બંને મશીન વિશે ચૂંટણી સમયે ઘણી ચર્ચા થાય છે. તો ચાલો જાણીએ આ EVM અને VVPATનો રસપ્રદ ઈતિહાસ અને તેની ખાસિયતો વિશે.

EVMનો રસપ્રદ ઈતિહાસ

ભારતના પહેલા EVM મશીનની શોધ વર્ષ 1980માં એમ બી હનીફા દ્વારા કરવામાં આવ્યુ હતુ. તેમણે આ મશીનને ઈલેક્ટ્રોનિક સંચાલિત મતગણતરી મશીનના નામથી 15 ઓક્ટોબર, 1980ના રોજ રજીસ્ટર કરવી હતી. તેમણે ઇન્ટિગ્રેટેડ સર્કિટનો ઉપયોગ કરીને મૂળ ડિઝાઈનને તમિલનાડુના 6 શહેરોમાં આયોજિત સરકારી સેમિનારમાં સામાન્ય જનતા સામે પ્રદર્શિત કર્યુ હતુ. ભારતના ચૂંટણી પંચ દ્વારા વર્ષ 1989માં ઈલેક્ટ્રોનિક્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમેટેડના સહયોગથી ઈવીએમની શરુઆત ભારતમાં મતદાન સમયે શરુ થઈ. આ મશીનની ઔધોગિક ડિઝાઈનર ઔધોગિક ડિઝાઈન સેન્ટર, આઈઆઈટી બોમ્બેના એક સભ્ય હતા.

ભારતમાં પહેલીવાર ઈવીએમનો ઉપયોગ વર્ષ 1982ની ચૂંટણીમાં કેરળની 70-પારુર વિધાનસભા ચૂંટણીના મતદાન સમયે થયો હતો. વર્ષ 2004ની ચૂંટણી પછી ભારતમાં લોકસભા અને દરેક વિધાનસભમાં મતદાન માટે ઈવીએમનો ઉપયોગ થવા લાગ્યો હતો. જે દેશમાં એક સમયે માત્ર કાગળો પર મોહર મારીને મતદાન થતુ હતુ, તે દેશમાં હવે એક બટનને આંગળી દબાવીને મતદાન કરવામાં આવે છે. જોકે વર્ષ 2018માં સુપ્રીમ કોર્ટના એક આદેશ બાદ ઘણા મતદાતાઓ બેલેટ પેપરથી પણ મતદાન કરી શકે છે.

જાણો સ્વાસ્થ્ય માટે સફેદ અને કાળા મરી, બંન્નેમાંથી ક્યાં છે ફાયદાકારક
આજનું રાશિફળ તારીખ : 22-01-2025
રિંકુ સિંહની ભાવિ પત્ની આ ખાસ વ્યક્તિની છે મોટી ફેન
Jaggery with Black Solt Benefits : ગોળ અને સંચળ ખાવાથી શરીરમાં દેખાશે આ ફેરફાર
Peanuts : મગફળી ખાધા પછી તરત જ પાણી પીધું તો ગયા સમજજો, જાણો કારણ
રિંકુ સિંહનું કરોડોનું ઘર કોના નામે છે?

એક ઈવીએમમાં બે ભાગ હોય છે- નિયંત્રણ એકમ અને મતદાન એકમ. આ બંને મશની પાંચ મીટરના કેબલથી જોડાયેલા હોય છે. નિયંત્રણ એકમ મતદાન અધિકારી પાસે રહે છે, જ્યારે મતદાન એકમ મતદાન રુમમાં હોય છે. મતદાન એકમ પર ઉમેદવારોના નામ, ફોટો અને પક્ષના ચિન્હો હોય છે જેની સામેના બટનને દબાવીને મતદાતા મત આપી શકે છે. મતગણતરી સમયે નિયંત્રણ એકમના માધ્યમથી દરેક જગ્યાએ મતગણતરી થાય છે.

VVPATનો રસપ્રદ ઈતિહાસ

મતદાન બાદ ઘણી રાજકીય પાર્ટીઓ દ્વારા ઈવીએમની વિશ્વનીયતા પર સવાલ ઉઠાવતા હોય છે. વોટર વેરિફાઈડ પેપર ઓડિટ ટ્રેલ મશીન દ્વારા મતદાતાને એ વાતથી અવગત કરવામાં આવે છે કે તમે તે ઉમેદવારને વોટ આપ્યો છે, ઈવીએમમાં તમારો વોટ એ જ ઉમેદવાર માટે નોંધાયો છે. મતદાન બાદ આ મશીનમાં વોટ આપવામાં આવેલ ઉમેદવાર, પક્ષની વિગતવાળુ કાગળ મતદાતાને બતાવવામાં આવે છે. મતદાતા 3-4 સેકેન્ડ માટે તેને જોઈ શકે છે. જો વોટર વેરિફાઈડ પેપર ઓડિટ ટ્રેલ મશીન અને ઈવીએમના મતગણતરીમાં વિસંગતિ આવે તે કેસમાં વીવીપેટના પર્ચીઓ દ્વારા મતગણતરી થાય છે.

ભારતમાં પહેલી વાર આ મશીનનો ઉપયોગ વર્ષ 2013માં નાગાલેન્ડના નાકસેન વિધાનસભા બેઠક થયો હતો. ભારતમાં વર્ષ 2014માં પાયલટ પરિયોજના હેઠળ 8 ક્ષેત્રોમાં આ મશીનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તે ક્ષેત્રોમાં ગાંધીનગર, લખનઉ, બેંગ્લોર, ચેન્નાઈ, જાદવપુર, રાયપુર, પટના સાહિબ અને મિજોરમના ક્ષેત્રોનો સમાવેશ થાય છે. વર્ષ 2017ની ગોવા વિધાનસભાની ચૂંટણીના મતદાનમાં આ મશીનનો સંપૂર્ણ રીતે ઉપયોગ કરવામાં આવ્યો હતો. વર્ષ 2018માં તેને વધારે ટેકનિકથી યુક્ત કરીને આધુનિક રુપ આપવામાં આવ્યુ હતુ. વર્ષ 2019માં લોકસભાની તમામ 543 બેઠક પર મતદાન સમયે આ મશીનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

Next Article