તો લાહોર ભારતમાં હોત…રેડક્લિફને એવી કઈ મજબૂરી હતી કે લાહોર પાકિસ્તાનને આપવું પડ્યું ?

ભારત અને પાકિસ્તાન વચ્ચે શહેરોના વિભાજનનું કામ રેડક્લિફની આગેવાની હેઠળના બાઉન્ડ્રી કમિશનને સોંપવામાં આવ્યું હતું. કયું શહેર કયા દેશમાં જશે તે નક્કી કરવાનું તેમના પર હતું. જ્યારે લાહોરની વાત આવી ત્યારે બધાને લાગ્યું કે લાહોર પાકિસ્તાનનો નહીં પણ ભારતનો ભાગ બનશે. પરંતુ આવું ન થયું. ત્યારે આ લેખમાં જાણીશું કે, રેડક્લિફને એવી શું મજબૂરી હતી કે લાહોર પાકિસ્તાનને આપવું પડ્યું.

તો લાહોર ભારતમાં હોત...રેડક્લિફને એવી કઈ મજબૂરી હતી કે લાહોર પાકિસ્તાનને આપવું પડ્યું ?
Partition History
Follow Us:
| Updated on: Sep 04, 2024 | 1:08 PM

રેડક્લિફ લાઈન એ ભારત અને પાકિસ્તાનના ભાગલા માટે દોરેલી રેખા છે. 1947માં આઝાદી પછી 17 ઓગસ્ટના રોજ રેડક્લિફ લાઇન દોરવામાં આવી હતી, ત્યારબાદ એક નવા દેશ, પાકિસ્તાનનો જન્મ થયો હતો, જે ભારતથી અલગ થયો હતો. ભારતને બે ભાગમાં વહેંચવાનું કામ બ્રિટિશ વકીલ સર રેડક્લિફે કર્યું હતું.

આ વિભાજન રેખા તેમના નામ પરથી રાખવામાં આવી હતી. ભારતનું વિભાજન એક જટિલ અને ભાવનાત્મક રીતે પ્રેરિત ઘટના હતી અને મુખ્યત્વે હિંદુ અને મુસ્લિમ વિસ્તારો વચ્ચે સીમા રેખાઓ દોરવાનું કાર્ય અઘરું હતું. ભારત સાથે ભૌગોલિક અને ભાવનાત્મક રીતે જોડાયેલ વ્યક્તિને આ કામ સોંપવું જોઈએ. પરંતુ બ્રિટિશ સરકારે આ કામ એક એવા વ્યક્તિને આપી દીધું જે ક્યારેય ભારત આવ્યા ન હતા.

પંજાબ-બંગાળને સૌથી વધુ અસર થઈ

રેડક્લિફ લાઇનને કારણે પંજાબ અને બંગાળના રાજ્યોમાં સૌથી વધુ અસર થઈ હતી. આ બંને પ્રાંતોનો મોટો હિસ્સો ભાગલા વખતે વિભાજિત થયો. પંજાબને ભારતીય પંજાબ અને પશ્ચિમ પંજાબ (પાકિસ્તાનનો ભાગ)માં વિભાજિત કરવામાં આવ્યું હતું, જ્યારે બંગાળને પશ્ચિમ બંગાળ (ભારત) અને પૂર્વ બંગાળ (પછીથી પૂર્વ પાકિસ્તાન, હવે બાંગ્લાદેશ)માં વહેંચવામાં આવ્યું હતું. આવી સ્થિતિમાં લાખો હિંદુઓ બાંગ્લાદેશ અને પાકિસ્તાનમાં રહી ગયા, કારણ કે તેમની પાસે જે હતું તે બધું ત્યાં હતું. અહીં રહેતા લોકો હજુ પણ અત્યાચારનો શિકાર બની રહ્યા છે.

એક મેચમાં કોમેન્ટ્રી કરી લાખો કમાય છે આ પૂર્વ ક્રિકેટરો અને કોમેન્ટેટરો
ભારતમાં આ રાજ્યની છોકરીઓ હોય છે સૌથી વધુ સુંદર
ગુજરાતી મ્યુઝિક ડાયરેક્ટર મેહુલ સુરતી વિશે જાણો
આ લોકોએ ભૂલથી પણ ના ખાવી જોઈએ અળસી, જાણો કેમ?
Sargva : ક્યા લોકોએ સરગવાનું શાક ન ખાવું જોઈએ?
નવરાત્રિમાં ગુજરાતી સિંગર ઓસમાણ મીરના ગીતોની રમઝટ બોલે છે

સર રેડક્લિફ માત્ર એક જ વાર ભારત આવ્યા હતા

બ્રિટિશરો ભારતના ભાગલા અંગે કેટલા ગંભીર હતા તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે સર સિરિલ રેડક્લિફ અગાઉ ક્યારેય ભારત આવ્યા ન હતા. બ્રિટિશ વકીલ સર સિરિલ રેડક્લિફે વિભાજન માટેના બાઉન્ડ્રી કમિશનનું નેતૃત્વ કર્યું હતું. તેઓ 1947માં પ્રથમ વખત ભારત આવ્યા હતા. તેમને અહીંની ભૌગોલિક અને ભાવનાત્મક પરિસ્થિતિ વિશે કોઈ ખ્યાલ નહોતો. આ ઉપરાંત બ્રિટિશ સરકાર દ્વારા ભારત અને પાકિસ્તાન વચ્ચે સરહદ દોરવા માટે કોઈ ચોક્કસ નિયમો નક્કી કરવામાં આવ્યા ન હતા. રેડક્લિફને શીખ, હિંદુ અને મુસ્લિમ વસ્તીને એવી રીતે વિભાજિત કરવાના હતા કે બહુમતી હિંદુઓ ભારતમાં રહે અને મુસ્લિમો પાકિસ્તાનમાં રહે.

રેડક્લિફ પાસે માત્ર 10-12 દિવસનો સમય હતો

ભારતનું વિભાજન એટલે કે મુખ્યત્વે હિંદુ અને મુસ્લિમ વિસ્તારો વચ્ચે સીમા રેખા દોરવાનું કાર્ય અઘરું હતું. આ મુશ્કેલ કાર્ય પૂર્ણ કરવા માટે રેડક્લિફ પાસે માત્ર 10-12 દિવસનો સમય હતો. પરિણામે જમીની વાસ્તવિકતાઓ અથવા પ્રદેશની વસ્તી વિષયક જટિલતાઓને ધ્યાનમાં લીધા વિના ઉતાવળે રેખા દોરવામાં આવી હતી. 17 ઓગસ્ટ 1947ના રોજ આઝાદીના 2 દિવસ પછી પણ કરોડો લોકો મૂંઝવણમાં હતા કે તેઓ ભારતમાં છે કે પાકિસ્તાનમાં.

17 ઓગસ્ટના રોજ પાર્ટીશન કમિશનના અધ્યક્ષ સર સિરિલ રેડક્લિફે પાર્ટીશન લાઇનની જાહેરાત કરી. આ પછી જ તોફાનો શરૂ થયા અને લાખો લોકોને તેમના ઘર છોડવાની ફરજ પડી. ભારત અને પાકિસ્તાનના ભાગલાને આજે ઘણો સમય વીતી ગયો છે, પરંતુ આ ઘટનાએ ભારત અને પાકિસ્તાનને એવા ઘા આપ્યા કે તે ભાગ્યે જ રૂઝાઈ શકશે.

ભારત અને પાકિસ્તાન વચ્ચે શહેરોના વિભાજનનું કામ રેડક્લિફની આગેવાની હેઠળના બાઉન્ડ્રી કમિશનને સોંપવામાં આવ્યું હતું. કયું શહેર કયા દેશમાં જશે તે નક્કી કરવાનું તેમના પર હતું. જ્યારે લાહોરની વાત આવી ત્યારે બધાને લાગ્યું કે લાહોર પાકિસ્તાનનો નહીં પણ ભારતનો ભાગ બનશે. પરંતુ આવું ન થયું. ત્યારે હવે જાણી લઈએ કે રેડક્લિફે લાહોર પાકિસ્તાનને આપવા પાછળનું કારણ શું હતું.

લાહોર કેમ ભારતને મળવું જોઈતું હતું ?

બંને દેશો વચ્ચેનું વિભાજન મુખ્યત્વે ધર્મ અને વસ્તી પર આધારિત હતું. જો કે, તેની સાથે મિલકતની માલિકી જેવા પરિબળોને પણ ધ્યાનમાં લેવામાં આવ્યા હતા. લાહોરની વાત કરીએ તો 1941માં લાહોરમાં 40 ટકા બિન-મુસ્લિમ લોકો રહેતા હતા, પરંતુ 80 ટકા મિલકતની માલિકી બિન-મુસ્લિમો પાસે હતી. આ એક મહત્વનું કારણ હતું. જેના કારણે એવું લાગતું હતું કે લાહોર ભારતનો ભાગ બની શકે છે. શરૂઆતમાં સિરિલ રેડક્લિફે લાહોરને ભારતના ભાગમાં આપ્યું હતું, પરંતુ પછી તેણે પોતાનો વિચાર બદલી નાખ્યો.

આ કારણસર પાકિસ્તાનને લાહોર આપવું પડ્યું

વિવિધ પબ્લિક ડોમેઈન પર ઉપલ્બ્ધ માહિતી અનુસાર, જ્યારે લેખક કુલદીપ કુલદીપ નય્યરે ભાગલા પછી લંડનમાં રેડક્લિફ સાથે વાતચીત કરી હતી. ત્યારે રેડક્લિફને લાહોર વિશે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે, મારી પાસે સરહદ રેખા દોરવા માટે ગણતરીના દિવસો જ હતા. મેં જોયું કે લાહોરમાં હિંદુઓની વધુ મિલકત છે. પરંતુ, મને એ પણ જાણવા મળ્યું કે પાકિસ્તાનના ભાગમાં કોઈ મોટા શહેરો નથી. એટલા માટે મેં ભારત પાસેથી લાહોર છીનવીને પાકિસ્તાનને આપ્યું.

રેડક્લિફે પાકિસ્તાનને લાહોર આપવાને મજબૂરીમાં લીધેલો નિર્ણય ગણાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે, મેં પાકિસ્તાનને લાહોર આપ્યું. હવે તેને યોગ્ય ગણો કે ના ગણો પણ મારી મજબૂરી હતી. પાકિસ્તાનના લોકો મારાથી નારાજ છે, પરંતુ તેમને ખુશ થવું જોઈએ કે મેં તેમને લાહોર આપ્યું.

શું રેડક્લિફને ભાગલા પાડ્યાનો પસ્તાવો થયો હતો ?

રેડક્લિફના નિર્ણયોની ભારત અને પાકિસ્તાન પર ઊંડી અસર પડી હતી. ભાગલાને કારણે બંને બાજુ લાખો લોકોએ જીવ ગુમાવ્યા. પરંતુ શું રેડક્લિફને આનો અફસોસ હતો ? એવું કહેવાય છે કે ભાગલા પછી હિંસાના કિસ્સાઓ જોઈને રેડક્લિફ એટલા પરેશાન થઈ ગયા હતા કે તેઓ તરત જ બ્રિટન પાછા ફર્યા હતા. તેમણે તેની મહેનતાણા તરીકે 40 હજાર રૂપિયા પણ લીધા ન હતા. રેડક્લિફ ફરી ક્યારેય ભારત પાછા ફર્યા નહીં. તેમના દ્વારા દોરવામાં આવેલી પાકિસ્તાન-ભારત સરહદને રેડક્લિફ લાઇન નામ આપવામાં આવ્યું હતું. આજે પણ લાખો લોકો અંગ્રેજો અને રેડક્લિફ દ્વારા કરાયેલા ભાગલાનું પરિણામ ભોગવી રહ્યા છે.

ફિરોઝપુર અને ગુરુદાસપુર પાકિસ્તાનમાં હોત

સિરિલ રેડક્લિફ દ્વારા નિર્ધારિત સરહદ મુજબ પંજાબના બે શહેર ફિરોઝપુર અને ગુરુદાસપુર પાકિસ્તાનના હિસ્સામાં જતા હતા. લોર્ડ માઉન્ટબેટને સર સિરિલ રેડક્લિફને ભારત અને પાકિસ્તાન વચ્ચેની સરહદ દોરવા કહ્યું રેડક્લિફને સરહદ વિશે બિલકુલ જાણકારી નહોતી. તેથી ભૂલો થવાની શક્યતા હતી.

ગુરદાસપુર અને ફિરોઝપુર બંને મુસ્લિમ બહુમતી ધરાવતા જિલ્લાઓ હતા અને રેડક્લિફ લાઇનના માપદંડ મુજબ પાકિસ્તાનમાં ગયા હોત. પરંતુ ભારતના તત્કાલિન વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુ મક્કમ હતા કે બંને મુસ્લિમ બહુમતી ધરાવતા જિલ્લાઓ ભારતમાં જ રહે. ગુરદાસપુર મહત્વનું હતું કારણ કે તે કાશ્મીરને જોડતો એકમાત્ર માર્ગ હતો અને ફિરોઝપુર એટલા માટે મહત્વનું હતું કે તે માત્ર દક્ષિણ-પશ્ચિમ પંજાબ જ નહીં પરંતુ બિકાનેરની સિંચાઈ પ્રણાલીનું મુખ્ય કેન્દ્ર હતું. માઉન્ટબેટન યોજનાને બ્રિટિશ સંસદ દ્વારા મંજૂર કરવામાં આવે તે પહેલાં જવાહરલાલ નેહરુના પ્રયાસોથી આ બંને શહેરોને ભારતને પાછા આપવામાં આવ્યા.

રાજુલાની જનરલ હોસ્પિટલમા છેલ્લા ઘણા સમયથી ડૉક્ટર્સની ઘટ, દર્દીઓ પરેશાન
રાજુલાની જનરલ હોસ્પિટલમા છેલ્લા ઘણા સમયથી ડૉક્ટર્સની ઘટ, દર્દીઓ પરેશાન
ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે પર પડેલ તિરાડો પૂરવાની કામગીરી હાથ ધરાઈ
ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે પર પડેલ તિરાડો પૂરવાની કામગીરી હાથ ધરાઈ
અંબાજીમાં જામ્યો જપ, તપ અને ઉત્સવનો માહોલ, ભાવિકોનું ઘોડાપૂર
અંબાજીમાં જામ્યો જપ, તપ અને ઉત્સવનો માહોલ, ભાવિકોનું ઘોડાપૂર
દાહોદ : હાઈટેક ટેક્નોલોજીથી પોલીસે ગાઢ જંગલમાં છુપાયેલા ચોરને ઝડપ્યો
દાહોદ : હાઈટેક ટેક્નોલોજીથી પોલીસે ગાઢ જંગલમાં છુપાયેલા ચોરને ઝડપ્યો
નરેન્દ્ર મોદીના સુશાસનમાં ગુજરાતની વિકાસ વર્ષા ક્યારેય પણ અટકવાની નથી
નરેન્દ્ર મોદીના સુશાસનમાં ગુજરાતની વિકાસ વર્ષા ક્યારેય પણ અટકવાની નથી
દોઢ વર્ષની બાળકી ગળી ગઇ મેગ્નેટિક માળા, જુઓ Video
દોઢ વર્ષની બાળકી ગળી ગઇ મેગ્નેટિક માળા, જુઓ Video
હવે અમદાવાદથી ગાંધીનગર મેટ્રોમાં જવાશે માત્ર ₹35 માં- Video
હવે અમદાવાદથી ગાંધીનગર મેટ્રોમાં જવાશે માત્ર ₹35 માં- Video
મુંદ્રા પોર્ટ પરથી 40 કરોડ રુપિયાથી વધુનો પ્રતિબંધિત દવાનો જથ્થો જપ્ત
મુંદ્રા પોર્ટ પરથી 40 કરોડ રુપિયાથી વધુનો પ્રતિબંધિત દવાનો જથ્થો જપ્ત
PM મોદીએ કહ્યું 17 શહેરોને સોલાર સિટી બનાવીશું-Video
PM મોદીએ કહ્યું 17 શહેરોને સોલાર સિટી બનાવીશું-Video
ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે આવી પહોંચ્યા PM મોદી
ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે આવી પહોંચ્યા PM મોદી
g clip-path="url(#clip0_868_265)">