5 વર્ષમાં 8 લાખ ભારતીયોએ દેશને કહ્યું અલવિદા, મોટાભાગના લોકોની પહેલી પસંદ છે આ દેશ
લોકો વધુને વધુ ભારતીય નાગરિકતા છોડીને અન્ય દેશોની નાગરિકતા લઈ રહ્યા છે. છેલ્લા પાંચ વર્ષમાં 8.34 લાખ ભારતીયોએ તેમની નાગરિકતા છોડી દીધી છે. પરંતુ શું તમે જાણો છો કે ભારતીયો કયા દેશની નાગરિકતા સૌથી વધુ લઈ રહ્યા છે ? આજે અમે તમને તેના વિશે જણાવીશું.
ભારતમાંથી વિદેશમાં સ્થાયી થવાનું ચલણ ઝડપથી વધી રહ્યું છે. નોકરીની શોધમાં અન્ય દેશોમાં જતા લોકો હવે ત્યાં સ્થાયી થવાનું પસંદ કરી રહ્યા છે. આ જ કારણ છે કે આ લોકો વધુને વધુ ભારતીય નાગરિકતા છોડીને અન્ય દેશોની નાગરિકતા લઈ રહ્યા છે. છેલ્લા પાંચ વર્ષમાં 8.34 લાખ ભારતીયોએ તેમની નાગરિકતા છોડી દીધી છે. પરંતુ શું તમે જાણો છો કે ભારતીયો કયા દેશની નાગરિકતા સૌથી વધુ લઈ રહ્યા છે ? આજે અમે તમને તેના વિશે જણાવીશું.
આજે ભારત ચીનને પાછળ છોડીને સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ બની ગયો છે. એટલું જ નહીં દુનિયાના મોટાભાગના દેશોમાં તમને ભારતીય દેશના લોકો જોવા મળશે. પરંતુ શું તમે જાણો છો કે ભારતીય નાગરિકતા છોડ્યા પછી લોકો કયા દેશમાં જવાનું પસંદ કરે છે ?
મોટી સંખ્યામાં ભારતીયોએ તેમની નાગરિકતા છોડી
કોવિડ-19 મહામારી પહેલા, 2011થી 2019 સુધી દર વર્ષે સરેરાશ 1,32,000 ભારતીયો તેમની નાગરિકતા છોડતા હતા. તો વર્ષ 2020 અને 2023 દરમિયાન આ સંખ્યા દર વર્ષે 20 ટકા વધીને બે લાખથી વધુ થઈ ગઈ છે. કેન્દ્ર સરકારે રાજ્યસભામાં રજૂ કરેલા ભારતીયોના સ્થળાંતરના આંકડા ચોંકાવનારા હતા. રાજ્યસભામાં રજૂ કરવામાં આવેલા આંકડા અનુસાર, 2023માં 2.16 લાખથી વધુ ભારતીયોએ તેમની નાગરિકતા છોડી છે. તેની સરખામણીમાં અગાઉના વર્ષોના આંકડા ઓછા હતા. તમને જણાવી દઈએ કે 2022માં 2,25,620 ભારતીયોએ, 2021માં 1,63,370, 2020માં 85,256 અને 2019માં 1,44,017 લોકોએ તેમની નાગરિકતા છોડી છે.
અમેરિકામાં સૌથી વધુ ભારતીયો
તમને જણાવી દઈએ કે 2018 થી 2023 સુધીમાં ભારતીયોએ 114 દેશોની નાગરિકતા મેળવી છે. આમાં મોટાભાગના લોકો અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા, યુકે અને જર્મનીમાં સ્થાયી થયા છે. તમને જણાવી દઈએ કે છેલ્લા છ વર્ષમાં 70 લોકોએ પાકિસ્તાની નાગરિકતા પણ મેળવી છે. જ્યારે 130 લોકોએ નેપાળી નાગરિકતા મેળવી અને 1,500 લોકોએ કેન્યાની નાગરિકતા પસંદ કરી. ચીન પછી, ભારત બીજા નંબરે સૌથી વધુ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ ધરાવે છે, 15 લાખ વિદ્યાર્થીઓ વિદેશમાં અભ્યાસ કરે છે. પરંતુ મોટાભાગના લોકો તેમની નાગરિકતા છોડીને અમેરિકા જવાનું પસંદ કરી રહ્યા છે.
આ છે દેશ છોડવાના કારણો
ભારત છોડીને જતા લોકોની સંખ્યા ઘણી મોટી છે અને તેથી સવાલ થાય છે કે આટલા બધા લોકો ભારત છોડીને વિદેશ કેમ જઈ રહ્યા છે ? નિષ્ણાતોના મતે, વધુ સારું શિક્ષણ, નોકરીની તકો, તબીબી સુવિધાઓ અને રોકાણ માટે સાનુકૂળ વાતાવરણને કારણે ભારતીયોનો અન્ય દેશોમાં સ્થાયી થવાનું વલણ વધી રહ્યું છે. વિદેશમાં સારો પગાર અને કામનું સારું વાતાવરણ પણ લોકો માટે ભારત છોડવાનું મોટું કારણ છે.