E-Shram Cardનો 28 કરોડથી વધુ લોકો લઈ રહ્યા છે લાભ, આ રીતે કરો નોંધણી, મફતમાં મળશે લાખોનો વીમો

|

Jan 07, 2023 | 7:41 PM

ડિસેમ્બર 2022 સુધીમાં ભારત સરકારના ઈ-શ્રમ પોર્ટલ પર કુલ 28 કરોડથી વધુ કામદારોએ નોંધણી કરાવી છે. આ પોર્ટલ પર નોંધણી કરાવવાથી શ્રમિકોને સરકારની યોજનાઓનો લાભ મળે છે.

E-Shram Cardનો 28 કરોડથી વધુ લોકો લઈ રહ્યા છે લાભ, આ રીતે કરો નોંધણી, મફતમાં મળશે લાખોનો વીમો
E Shram Card
Image Credit source: File Photo

Follow us on

કેન્દ્ર સરકાર દેશના ગરીબ અને મજૂર વર્ગ માટે ઘણી યોજનાઓ ચલાવે છે, જેના દ્વારા ગરીબ લોકોને આર્થિક મદદ કરવામાં આવે છે. આ ક્રમમાં કેન્દ્ર સરકારે ગરીબ લોકોને આર્થિક રીતે સક્ષમ બનાવવા માટે ઈ-શ્રમ કાર્ડની શરૂઆત કરી. સરકારની આ યોજના હેઠળ દેશના અસંગઠિત ક્ષેત્ર સાથે જોડાયેલા કામદારો પોતાનું રજીસ્ટ્રેશન કરાવી શકે છે. જણાવી દઈએ કે ડિસેમ્બર 2022 સુધીમાં ભારત સરકારના ઈ-શ્રમ પોર્ટલ પર કુલ 28 કરોડથી વધુ કામદારોએ નોંધણી કરાવી છે. આ પોર્ટલ પર નોંધણી કરાવવાથી શ્રમિકોને સરકારની યોજનાઓનો લાભ મળે છે.

સરકાર ઈ-શ્રમ પોર્ટલ પર નોંધાયેલા કામદારોને બે લાખ રૂપિયાનો અકસ્માત વીમો આપી રહી છે. ઇ-શ્રમ પોર્ટલ સાથે જોડાનાર કામદારોને પ્રધાનમંત્રી સુરક્ષા બીમા (PMSBY) યોજના હેઠળ બે લાખ રૂપિયાનો વીમો પણ મળે છે. આ યોજનામાં, લાભાર્થીઓને વીમા પ્રિમીયમ ભરવાની જરૂર નથી. જો કોઈ કામદાર અકસ્માતમાં મૃત્યુ પામે છે અથવા કામદાર સંપૂર્ણ રીતે અક્ષમ થઈ જાય છે, તો તેને બે લાખ રૂપિયાની વીમા રકમ મળે છે, જ્યારે તે આંશિક રીતે અક્ષમ હોય તો તેને એક લાખ રૂપિયાનો વીમો મળે છે.

ઈ-શ્રમ નોંધણી માટે આધાર કાર્ડ જરૂરી છે

ઈ-શ્રમ પોર્ટલ પર નોંધણી કરવા માટે શ્રમિક આધાર કાર્ડ હોવું ફરજિયાત છે, તેની સાથે આધાર કાર્ડ સાથે જોડાયેલ સક્રિય મોબાઇલ નંબર પણ હોવો જોઈએ. આ સાથે શ્રમિકનું બેંક ખાતું હોવું જરૂરી છે. બીજી તરફ, જે લોકોનું આધાર કાર્ડ મોબાઈલ નંબર સાથે લિંક નથી તેઓ નજીકના CSC કેન્દ્રનો સંપર્ક કરી શકે છે અને બાયોમેટ્રિક માધ્યમથી ઈ-શ્રમ કાર્ડ માટે નોંધણી કરાવી શકે છે.

AAdhaar Update : આધાર કાર્ડમાં ફક્ત આટલી વાર બદલી શકશો નામ, જાણો નિયમ
Enhance cognitive skills : દરરોજ કરો આ 5 કામ, તમારું મગજ બનશે તેજ
કથાકાર જયા કિશોરીના સૌથી 'મોડર્ન લુક' ની તસવીરો વાયરલ
શરીરના આત્માનું વજન કેટલું હોય છે? આ પ્રશ્ન UPSC માં પૂછવામાં આવ્યો
ઉનાળામાં આપણે અજમા ખાવા જોઈએ કે નહીં?
આજનું રાશિફળ તારીખ : 06-04-2025

ઈ-શ્રમ યોજના સાથે 38 કરોડ લોકોને જોડવાનો લક્ષ્યાંક

માહિતી અનુસાર, કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રાલયે ઈ-શ્રમ કાર્ડ દ્વારા 38 કરોડ કામદારોને જોડવાનું લક્ષ્ય રાખ્યું છે. સામાજિક સુરક્ષા યોજનાઓને ઈ-શ્રમ કાર્ડ દ્વારા એકીકૃત કરવાની રહેશે. જણાવી દઈએ કે જો કોઈ વ્યક્તિ સરકારની પેન્શનનો લાભ લઈ રહ્યો છે, તો તે ઈ-શ્રમ કાર્ડ યોજનામાં જોડાઈ શકશે નહીં. ત્યારે પીએમ કિસાન યોજનાના લાભાર્થીને પણ આ યોજનાનો લાભ નહીં મળે. અસંગઠિત ક્ષેત્રના કામદારો અને 16 થી 59 વર્ષની વયજૂથના લોકો ઈ-શ્રમ પોર્ટલ પર નોંધણી કરાવી શકે છે.

અસંગઠિત ક્ષેત્રના કામદારોમાં દુકાનદાર, સેલ્સમેન, હેલ્પર્સ, ઓટો ડ્રાઈવર, ડ્રાઈવર, પંચર બનાવનારા, પશુપાલકો, ડેરીના પશુપાલકો, પેપર હોકર્સ, ઝોમેટો અને સ્વિગી, એમેઝોન ફ્લિપકાર્ટ ડિલિવરી બોય, ઈંટના ભઠ્ઠાના કામદારોનો સમાવેશ થાય છે. આ તમામ લોકો ઈ-શ્રમ પોર્ટલ પર નોંધણી કરાવી શકે છે.

ઈ-શ્રમ કાર્ડ માટે ઓનલાઈન નોંધણી કેવી રીતે કરવી

  • સૌથી પહેલા તમારે ઈ-શ્રમની ઓફિશિયલ વેબસાઈટ પર જવું પડશે.
  • પછી રજીસ્ટ્રેશન માટેની લિંક પેજની જમણી બાજુએ હાજર હશે.
  • ત્યાર બાદ ‘ઈ-શ્રમ પર નોંધણી’ પર ક્લિક કરો.
  • આ પછી તમારે આધાર લિંક્ડ મોબાઈલ નંબર નાખવો પડશે અને કેપ્ચા ભર્યા બાદ ત્યારબાદ Send OTP પર ક્લિક કરો.
  • આ પછી OTP દાખલ કરો અને પછી ઈ-શ્રમ માટે નોંધણી ફોર્મ ખુલશે.
  • તે પછી તમે તમારી વ્યક્તિગત, શૈક્ષણિક અને બેંક વિગતો દાખલ કરો.
  • પછી તમારું રજીસ્ટ્રેશન પૂર્ણ થઈ જશે.
  • હવે તમને 10 અંકનું ઈ-શ્રમ કાર્ડ આપવામાં આવશે.

Published On - 4:36 pm, Sat, 7 January 23

Next Article