AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

GK Quiz: ભારતીય રાજકારણીઓ સફેદ કપડાં જ કેમ પહેરે છે? જાણો તેની શરૂઆત ક્યાંથી થઈ

ભારતીય રાજકારણીઓ ખાસ કરીને સફેદ કુર્તા-પાયજામા, ધોતી કે લુંગી પહેરે છે. આજ રીતે રાજકીય ક્ષેત્રે પ્રવેશનારી મોટાભાગની મહિલાઓ કાં તો સફેદ સૂટ અથવા સાડીમાં જોવા મળે છે, પરંતુ શું તમારા મનમાં ક્યારેય એવો પ્રશ્ન આવ્યો કે આ બધું ક્યાંથી શરૂ થયું? આજે અમે તમને ભારતીય રાજકારણીઓના પોશોકને લઈને કેટલાક કેટલાક પ્રશ્નો અને તેના જવાબો વિશે જણાવીશું.

GK Quiz: ભારતીય રાજકારણીઓ સફેદ કપડાં જ કેમ પહેરે છે? જાણો તેની શરૂઆત ક્યાંથી થઈ
GK Quiz
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 13, 2023 | 7:18 PM
Share

GK Quiz : આપણા દેશમાં કહેવાય છે કે, દર 100 કિલોમીટરે ખાવાની આદત, ભાષા અને પહેરવેશ (Dress) બદલાય છે. તેમ છતાં એક વસ્તુમાં સમગ્ર ભારતમાં સમાનતામાં જોવા મળે છે અને તે છે ભારતીય રાજકારણીઓનો સફેદ પોશાક. ભારતીય રાજકારણીઓ ખાસ કરીને સફેદ કુર્તા-પાયજામા, ધોતી કે લુંગી પહેરે છે.

આ પણ વાંચો GK Quiz : આ નેતાએ ગણેશોત્સવને રાષ્ટ્રીય ઓળખ આપી, પરંતુ શરૂ આ રાજાના સમયે થયો હતો, જાણો Knowledge

આજ રીતે રાજકીય ક્ષેત્રે પ્રવેશનારી મોટાભાગની મહિલાઓ કાં તો સફેદ સૂટ અથવા સાડીમાં જોવા મળે છે, પરંતુ શું તમારા મનમાં ક્યારેય એવો પ્રશ્ન આવ્યો કે આ બધું ક્યાંથી શરૂ થયું? આજે અમે તમને ભારતીય રાજકારણીઓના પોશોકને લઈને કેટલાક કેટલાક પ્રશ્નો અને તેના જવાબો વિશે જણાવીશું.

ભારતમાં નેતાઓ સફેદ વસ્ત્રો કેમ પહેરે છે ?

ભારતની આઝાદીની ચળવળ વખતે જ્યારે ગાંધીજીએ સ્વદેશીનો નારો આપ્યો ત્યારે લોકોએ વિદેશી કપડાંની હોળી કરી હતી અને મહાત્મા ગાંધીએ દેશવાસીઓને ચરખામાંથી બનાવેલા ખાદીના વસ્ત્રો પહેરવાની પ્રેરણા આપી હતી, કારણ કે બાપુ તેને આત્મનિર્ભરતાનું પ્રતીક માનતા હતા. ખાદીમાંથી બનાવેલા કપડાં મોટાભાગે સફેદ રંગના હતા.

આ કપડાં દેશના લોકો દ્વારા દેશમાં બનાવવામાં આવ્યા હતા, દેશ માટે આત્મનિર્ભરતા અને વિદેશી વસ્તુઓના બહિષ્કાર તરફ આ પહેલું પગલું હતું, તેથી ભારતીયો આઝાદી મેળવતા પહેલા ગુલામી માનસિકતામાંથી આઝાદી મેળવી શકે. તેથી તે સમયે સ્વતંત્રતા સંગ્રામમાં ભાગ લેનાર ક્રાંતિકારીઓએ ખાદી અપનાવી અને ધીરે ધીરે આ રંગ નેતાઓની ઓળખ બની ગયો. ત્યારથી લઈને આજ સુધી રાજકારણીઓ સફેદ કપડામાં જ જોવા મળે છે.

સફેદ કપડા પહેરવા પાછળ કેટલાક અન્ય કારણો છે

સફેદ રંગને સત્ય અને અહિંસાનું પ્રતીક પણ માનવામાં આવે છે. જ્યારે, કુર્તા, પાયજામા, ધોતી, ટોપી, સૂટ અને સાડી એ ભારતીય પરંપરાગત કપડાં છે. આ રંગ ખૂબ જ આકર્ષક છે. જ્યારે તમે સફેદ રંગનો કુર્તા પાયજામા પહેરો છો ત્યારે તમારામાં સરળતા દેખાય છે. તે તમને નેતૃત્વનો અનુભવ કરાવે છે. આ જ કારણ છે કે દરેક ભારતીય નેતા અને મોટાભાગના સામાજિક કાર્યકરો સફેદ રંગના પોશાક પહેરે છે.

નોલેજના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">