Gujarat Police Uniform: ગુજરાત પોલીસના પહેરવેશમાં કેવા થશે ફેરફાર, શું હતું ગણવેશ બદલવાનું કારણ જાણો
ખાખી એ ગુજરાત પોલીસની મુખ્ય ઓળખ માનવમાં આવે છે. પરંતુ આ ખાખીમાં હવે બદલવા થવા જય રહ્યો છે. આ માટે ગાંધીનગર સહિત પાંચ જિલ્લાના 7 હજાર પોલીસકર્મીનો સર્વે કરાયો છે. જેમાં ગણવેશમે લઈ વિવિધ બાબતો સામે આવી છે ખાસ કરીને મહિલાલ પોલીસ કર્મીઓએ પણ હાલની વરદીથી મુશ્કેલીનો સામનો કરવો પડતો હોવાનું સામે આવ્યુ છે.
હવે ગુજરાતની પોલીસ (Gujarat Police) એક નવા પહેરવેશ સાથે જોવામા મળશે. આ બાબતે બ્યુરો ઓફ પોલીસ રિસર્ચ એન્ડ મોર્ડનાઈઝેશન દ્વારા પોલીસના હાલના ગણવેશ ને બદલવા ભલામણ કરી હતી. આ ભલામણને ધ્યાને રાખીને NID દ્વારા હાલના પહેરવેશને લઈને એક મહત્વનું રિસર્ચ કરી આ પહેરવેશ અંગે સર્વે કરવામાં આવ્યો હતો. ગુજરાત પોલીસનો હાલમાં ખાખી પહેરવેશની સાથે ટેરીકોટનના કપડા ઉનાળાની આકરી ગરમીમાં અગવડ રૂપ બને છે. આથી પોલીસનો ડ્રેસ બદલવા અંગે સર્વે હાથ ધરવામાં આવ્યો હતો જેને ધ્યાનમાં રાખીને આવતા દિવસોમાં ગુજરાત પોલીસ હાલના ખાખી ડ્રેસને બદલે નવી ડિઝાઈનવાળા આકર્ષક ડ્રેસમાં જોવા મળી શકે છે.
પોલીસ જવાનને ફ્રન્ટ લાઈન સૈનિકમાં તબદીલ કરવામાં આવશે
ગુજરાત પોલીસ સાથે મળી ખાનગી યુનિવર્સિટીના સહયોગથી પોલીસ જવાનોને સંપૂર્ણ નવા દેખાવ બાબતે તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. મહત્વનુ છે કે આ નવા યુનિફોર્મમાં પોલીસ જવાન અને અધિકારીઓને ફ્રન્ટ લાઈન સૈનિકમાં તબદીલ કરવામાં આવશે જેમાં કોઈ શંકાને સ્થાન નથી. સૌથી મહત્વનુ છે કે હાલનો પોલીસનો ડ્રેસ ખાખી ટેરીકોટનનો બનેલો છે જ્યારે નવા ડ્રેસમાં પોલીસ જવાને સંપૂર્ણ સગવડતા મળે તેવા પ્રકારના ખુલતા ડ્રેસઉપલબ્ધ કરાવાય તે દિશામાં સર્વેની કામગીરી કરવામાં આવી છે.
ગણવેશના ગઠન માટે સમતિની પણ રચના
ગુજરાતમાં ઉનાળા દરમ્યાન આકરી ગરમી પડે છે. આ પડતી આકરી ગરમી અને પોલીસ જવાનોના ચુસ્ત અને ટેરીકોટન કપડા યેમને ખુબ અગવડ પેદા કરે છે. જેથી હવે પોલીસનો ડ્રેસ બદલવા અંગેની ભલામણ અધિકારીઓ દ્વારા ચોક્કસ આવકારવામાં આવી છે. આ સમગ્ર ગણવેશ બદલવા પાછળ મંથન કરવામાં આવ્યું છે. જેના માટે સમતિની પણ રચના કરાઇ છે. મહત્વનું છે કે ગણવેશ માટે તૈયાર કરાયેલી સમિતિના સભ્યો હાલમાં કેટલીક નેશનલ અને કેટલીક ઇન્ટરનેશનલ બ્રાન્ડના બૂટની ચકાસણી કરી રહ્યા છે. જે ખૂબ ટૂંક સમયમાં નવી વરદીને લઈ વિધિવત જાહેરાત કરી શકે છે.
નવો યુનિફોર્મ કોટન સાથે મિશ્રિત કપડાનો બનાવવામાં આવશે જેમાં લશ્કરના જવાન જેવા શર્ટ કાર્ગો પેન્ટ, હાઈકિગ બુટને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. એક વાત પણ સામે આવી છે કે આ નવા ડ્રેસમાં પોલીસ અધિકારીઓ હોદાને દર્શાવતા સ્ટારની જગ્યાએ આર્મીના અધિકારીઓ જેવી એમ્બ્રોઇડરી કરેલા ફ્લેગ મૂકવામાં આવશે.
હાલમાંજ નાગાલેન્ડ પોલીસ તંત્ર પોલીસ જવાન અને અધિકારીઓના હાલના ગણવેશમાં બદલાવ લાવી ખુલતા શર્ટ અને કાર્ગો પેન્ટ યુનિફોર્મ તરીકે લાગુ કરાયા છે. ગુજરાત પોલીસના જવાનો અને અધિકારીઓ દ્વારા પહેરવામાં આવતા વર્તમાન એકદમ ચુસ્ત અને ટાઈટ પેન્ટના કારણે અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર બ્યુરો ઓફ પોલીસ રિસર્ચ એન્ડ મોર્ડનાઈઝેશન અંગે પોલીસના વર્તમાન ડ્રેસને બદલવાની ભલામણ કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.
આ પણ વાંચો : ભારત-અમેરિકાના સંબંધો ઐતિહાસિક સ્તરે, ભારતીયોને વિઝા આપવા બાબતે શું કહ્યુ માઈક હેન્કીએ, જૂઓ Video
1847થી ખાખી રંગ ની વરદી પહેરે છે ભારતીય પોલીસ
ગુજરાત પોલીસમાં જવાનો અને અધિકારીઓ દ્વારા હાલમાં જે ગણવેશ પહેરવામાં આવે છે તે ગણવેશ આરમાં દાયક નહીં હોવાનું પણ સામે આવ્યું હતું. ખાખી રંગ અસલમાં ધૂળ-માટીનો રંગ માનવમાં આવે છે. 1847માં સર હેરી લમ્સડેને સત્તાવાર રીતે ખાખી રંગની વરદી અપનાવી અને એ જ સમયથી ભારતીય પોલીસમાં ખાખી રંગની વરદી હાલ સુધી ગણવેશ તરીકે ચાલતી આવે છે.
હાલની વરદીમાં મહિલા પોલીસ કર્મીઓ અનકમ્ફર્ટ ફીલ કરે છે
ખાસ કરીને પોલીસ ડિપાર્ટમેન્ટમાં મહિલા કર્મચારીઓ હાલમાં જે વરદીને પહેરે છે તેના કારણે તેઓ અનકમ્ફર્ટ ફીલ કરે છે, કેમ કે પ્રેગ્નન્સી, પિરિયડ તેમજ હોર્મોન્સને કારણે મહિલા કર્મીઓના શરીરમાં વધઘટ સતત થતી રહે છે. જેથી મહિલા પોલીસકર્મચારીઓને ધ્યાને રાખી ગ્લોબલી ક્લાઇમેટમાં બદલાવ તેમજ ગરમીથી રાહત મળે તેવા પ્રકારની સમગ્ર આ ગણવેશની ડિઝાઇન તૈયાર કરવામાં આવશે, જેમાં મહિલા કર્મચારીઓ પ્રેગ્નન્સી અને પિરિયડસ સમયે પણ વરદી પહેરી શકે.