હિટલરથી લઈને શેખ હસીના સુધી…જાણો વિશ્વના કયા કયા દેશોમાં થયો છે તખ્તાપલટ

તખ્તાપલટનો મતલબ વર્તમાન સરકાર પાસેથી બળપૂર્વક સત્તા કબજે કરવી. સત્તાપલટો રાજકીય, સામાજિક અથવા આર્થિક કારણોને કારણે થતો હોય છે અને તેની પાછળ સરકારી સત્તાનો કબ્જો મેળવવાનો હેતુ હોય છે. વિશ્વના અનેક દેશોમાં વિવિધ સમયગાળા દરમિયાન અલગ અલગ કારણો અને પરિસ્થિતિઓ હેઠળ તખતાપલટ થયા છે.

હિટલરથી લઈને શેખ હસીના સુધી...જાણો વિશ્વના કયા કયા દેશોમાં થયો છે તખ્તાપલટ
Bangladesh Coup
Follow Us:
| Updated on: Aug 11, 2024 | 12:58 PM

તખ્તાપલટ એટલે શું ? તમારા મનમાં પણ આ પ્રશ્ન થતો હશે. આ એક એવી સ્થિતિ છે, જ્યારે સશસ્ત્ર દળો એટલે કે સૈન્ય, અર્ધલશ્કરી દળ અથવા વિરોધ પક્ષ બળપૂર્વક ચૂંટાયેલી સરકારને સત્તા પરથી હટાવે છે અને દેશ પર કબજો જમાવે છે. તેને અંગ્રેજીમાં Coup કહેવામાં આવે છે. સરળ ભાષામાં કહીએ તો, તખ્તાપલટનો મતલબ વર્તમાન સરકાર પાસેથી બળપૂર્વક સત્તા કબજે કરવી. સત્તાપલટો રાજકીય, સામાજિક અથવા આર્થિક કારણોને કારણે થતો હોય છે અને તેની પાછળ સરકારી સત્તાનો કબ્જો મેળવવાનો હેતુ હોય છે.

વિશ્વના અનેક દેશોમાં વિવિધ સમયગાળા દરમિયાન અલગ અલગ કારણો અને પરિસ્થિતિઓ હેઠળ તખતાપલટ થયા છે. સાર્વજનિક વિદ્રોહ અથવા ગૃહયુદ્ધની પરિસ્થિતિઓ પણ તખ્તાપલટનું મુખ્ય કારણ બને છે. મીડિયા રિપોર્ટ અનુસાર, 1950થી 1989 એટલે કે 39 વર્ષ વચ્ચે વિશ્વના વિવિધ દેશોમાં 350 તખ્તાપલટ થયા છે, જ્યારે 1990થી અત્યાર સુધીમાં 100થી વધુ તખ્તાપલટ થયા છે. ત્યારે આમાંથી કેટલાક તખ્તાપલટ વિશે અમે તમને જણાવીશું.

બાંગ્લાદેશની વાત કરીએ તો, ત્યાંની સ્થિતિ એકદમ ગંભીર છે. પ્રદર્શનકારીઓ ઢાકામાં વડાપ્રધાનના આવાસમાં ઘૂસી ગયા હતા. જ્યારે PM શેખ હસીના વડાપ્રધાન પદ પરથી રાજીનામું આપીને દેશ છોડીને ભાગી ગયા છે. વિશ્વમાં એવું ઘણી વખત બન્યું છે, જ્યારે લોકોએ સત્તાપક્ષની ગાદીને ઉથલાવી છે, પરંતુ ઈતિહાસમાં એ ઘટનાઓ પણ નોંધાયેલી છે, જ્યારે કોઈ વ્યક્તિ કાવતરાથી સરમુખત્યાર બની જાય છે.

આજનું રાશિફળ તારીખ : 19-09-2024
5,000 રૂપિયાની SIP, 1 કરોડ રૂપિયા બનાવતા કેટલો સમય લાગે ?
સીડી વગર સીલિંગ ફેન પરથી ધૂળ કેવી રીતે સાફ કરવી ?
કોહલી દ્રવિડની કરશે બરાબરી, જાડેજા પાસે કપિલ દેવને પાછળ છોડવાની તક
Vastu shastra : આ 2 ઘરોમાં તુલસીનો છોડ લગાવવો અશુભ, તમે જીવનભર રહેશો ગરીબ
મધમાં પાણી ઘોળીને પીવાના ફાયદા

એડોલ્ફ હિટલર

સરમુખત્યારોની વાત આવે તો એડોલ્ફ હિટલરનું નામ સૌથી પહેલા આવે છે. હિટલર એ વ્યક્તિ હતો, જે બીજા વિશ્વ યુદ્ધનું કારણ બન્યો. પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે તેણે અગાઉ પણ તખ્તાપલટનો પ્રયાસ કર્યો હતો જે નિષ્ફળ ગયો હતો. આ ઘટના ઈતિહાસમાં બીયર હોલ પુટ્શ તરીકે ઓળખાય છે.

હિટલર અને તેના સાથી રાષ્ટ્રીય સમાજવાદી જર્મન વર્કર્સ પાર્ટીના સભ્યોએ મ્યુનિકમાં બિયર હોલમાં બાવેરિયન સરકારના નેતાઓને બંધક બનાવીને જર્મન સરકાર સામે તખ્તાપલટ કરવાનો પ્રયાસ કર્યો હતો. હિટલર અને તેના સમર્થકોને આશા હતી કે બાવેરિયન સરકારના અધિકારીઓ તેને ટેકો આપશે અને તેઓ બર્લિન પર કૂચ કરશે અને વેઇમર રિપબ્લિકની સરકારને ઉથલાવી દેશે.

પરંતુ હિટલરનું અનુમાન ખોટું સાબિત થયું. બાવેરિયન અધિકારીઓએ હિટલરને ટેકો આપ્યો ન હતો અને પોલીસે બળવાને નિષ્ફળ બનાવ્યો હતો. હિટલરની ધરપકડ કરવામાં આવી અને તેની સામે દેશદ્રોહનો કેસ દાખલ કરવામાં આવ્યો અને તેને 5 વર્ષની જેલની સજા કરવામાં આવી. 9 મહિના જેલમાં રહીને હિટલર બહાર આવ્યો.

સત્તા મેળવવા માટે તેમણે રાજકારણનો સહારો લીધો. હિટલર અને નાઝી પાર્ટીએ જર્મનીની આર્થિક કટોકટી અને રાજકીય અસ્થિરતાનો ફાયદો ઉઠાવ્યો. તેણે લોકોમાં પોતાની લોકપ્રિયતા વધારી. 30 જાન્યુઆરી, 1933ના રોજ રાષ્ટ્રપતિ પોલ વોન હિંડનબર્ગે હિટલરને જર્મનીના ચાન્સેલર તરીકે નિયુક્ત કર્યા. ધીમે ધીમે તેમણે સત્તાનું કેન્દ્રીકરણ કર્યું અને પોતે સરમુખત્યાર બની ગયા.

મુઅમ્મર ગદ્દાફી (લિબિયા, 1969)

એડોલ્ફ હિટલર પછી સૌથી પ્રસિદ્ધ સરમુખત્યાર લિબિયાના મુઅમ્મર ગદ્દાફી હતા અને 1969માં લિબિયાના રાજા ઇદ્રિસ-I સામે તખ્તાપલટ કર્યો અને સત્તા પોતાના હાથમાં લીધી. આ પછી ગદ્દાફીએ 42 વર્ષ સુધી લીબિયા પર શાસન કર્યું. 2011માં અમેરિકન સેનાના હુમલામાં ગદ્દાફી માર્યો ગયો હતો.

બાંગ્લાદેશમાં તખ્તાપલટ અને શેખ મુજીબુર રહેમાનની હત્યા (1975)

15 ઓગસ્ટ 1975ના રોજ બાંગ્લાદેશના સ્થાપક અને પ્રથમ વડાપ્રધાન શેખ મુજીબુર રહેમાન અને તેમના પરિવારના મોટાભાગના સભ્યોની હત્યા કરવામાં આવી હતી. આ તખ્તાપલટ કેટલાક જુનિયર લશ્કરી અધિકારીઓ દ્વારા કરવામાં આવ્યો હતો, જેમણે રાષ્ટ્રપતિ મુજીબુર રહેમાન વિરુદ્ધ તખ્તાપલટ કર્યો હતો, તે પછી ખોંદાકર મુસ્તાક અહેમદને રાષ્ટ્રપતિ બનાવવામાં આવ્યા હતા. બાંગ્લાદેશની રાજનીતિમાં અસ્થિરતા વધી અને તખ્તાપલટની ઘણી વધુ ઘટનાઓ બની.

ખોંડાકાર મુસ્તાક અહેમદની સરકારને 1975માં ઉથલાવી દેવામાં આવી હતી. ત્યારબાદ 3 નવેમ્બર 1975ના રોજ બ્રિગેડિયર જનરલ ખાલેદ મુશર્રફે ખોંડકર મુસ્તાક અહેમદને હટાવીને તખ્તાપલટ કર્યો. તખ્તાપલટની ઘટનાઓ પછી બાંગ્લાદેશની સેનામાં વિભાજન અને સંઘર્ષની સ્થિતિ ઉભી થઈ, વર્ષ 1975માં જનરલ ઝિયા-ઉર-રહેમાને તખ્તાપલટ કર્યો. તેમણે તેમના શાસનકાળ દરમિયાન બાંગ્લાદેશમાં આર્થિક સુધારા અને વિકાસ માટે પ્રયાસો કર્યા હતા.

30 મે, 1981ના રોજ લશ્કરી તખ્તાપલટ દરમિયાન ચિટાગોંગમાં જનરલ ઝિયા-ઉર-રહેમાનની હત્યા કરવામાં આવી હતી. 24 માર્ચ, 1982ના રોજ જનરલ હુસૈન મુહમ્મદ ઇરશાદે એક તખ્તાપલટ દ્વારા રાષ્ટ્રપતિ અબ્દુસ સત્તારની સરકારને હટાવી દીધી અને પોતાને રાષ્ટ્રપતિ જાહેર કર્યા. ઇરશાદે 1990 સુધી દેશ પર શાસન કર્યું અને તેમનું શાસન રાજકીય અસ્થિરતા અને વિરોધ દ્વારા ચિહ્નિત થયું. 1990 માં વ્યાપક જાહેર વિરોધને પગલે ઇર્શાદને રાજીનામું આપવું પડ્યું અને લોકશાહી ચૂંટણીઓ દ્વારા સત્તા સ્થાનાંતરિત કરવામાં આવી.

અફઘાનિસ્તાનમાં તખ્તાપલટ

અફઘાનિસ્તાનમાં તખ્તાપલટ અને રાજકીય અસ્થિરતાની અનેક ઘટનાઓ બની છે. જેમાં સૌથી પહેલા 17 જુલાઈ, 1973ના રોજ દાઉદ ખાને અફઘાનિસ્તાનના તત્કાલીન રાજા ઝહીર શાહને પદભ્રષ્ટ કરીને પ્રજાસત્તાકની સ્થાપના કરી. દાઉદ ખાને પોતાને રાષ્ટ્રપતિ જાહેર કર્યા. આ તખ્તાપલટો શાંતિપૂર્ણ હતો અને સત્તાના હસ્તાંતરણ વિના થયો હતો.

1978માં થયેલા તખ્તાપલટ સૌર ક્રાંતિ તરીકે ઓળખાય છે, જ્યારે નવી ઉભરી આવેલી પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી ઓફ અફઘાનિસ્તાને રાષ્ટ્રપતિ મોહમ્મદ દાઉદ ખાનની હત્યા કરી અને સત્તા કબજે કરી. આ બળવાનું નેતૃત્વ નૂર મુહમ્મદ તરકી અને હફિઝુલ્લાહ અમીન દ્વારા કરવામાં આવ્યું હતું.

આ ઉપરાંત 27 સપ્ટેમ્બર 1996ના રોજ તાલિબાને કાબુલ પર કબજો કર્યો અને અફઘાનિસ્તાનમાં સત્તા પર નિયંત્રણ મેળવ્યું. તાલિબાને મોલ્લા મોહમ્મદ ઉમરના નેતૃત્વમાં શરિયા કાયદો લાગુ કર્યો. ત્યાર બાદ અમેરિકાએ 2001માં અફઘાનિસ્તાનમાં આક્રમણ કર્યા પછી તાલિબાનનું પતન થયું. અમેરિકા અને તેના સાથીઓએ અફઘાનિસ્તાનમાં નવી સરકારની સ્થાપના કરી.

ઓગસ્ટ 2021માં અમેરિકી અને નાટો સૈન્યની પીછેહઠ બાદ તાલિબાને ફરી એકવાર અફઘાનિસ્તાન પર કબજો જમાવ્યો. રાષ્ટ્રપતિ અશરફ ગનીએ દેશ છોડી દીધો અને તાલિબાને ફરીથી સત્તા સંભાળી. આ ઘટનાઓએ અફઘાનિસ્તાનની રાજકીય પરિસ્થિતિને વારંવાર બદલી નાખી અને દેશને અસ્થિરતા અને સંઘર્ષના લાંબા ગાળાનો સામનો કરવો પડ્યો.

પાકિસ્તાનમાં તખ્તાપલટ

ભારતના પાડોશી દેશ પાકિસ્તાનમાં લોકશાહી માત્ર નામની જ છે, ત્યાં સેનાનું રાજ ચાલે છે. 1958માં પાકિસ્તાનના આર્મી ચીફ અયુબ ખાને તખ્તાપલટ કર્યો અને રાષ્ટ્રપતિ બન્યા. તેમણે 1969 સુધી દેશ પર શાસન કર્યું. અયુબ ખાન પછી જનરલ યાહ્યા ખાને સત્તા સંભાળી. તેમણે 1969 થી 1971 સુધી દેશ પર શાસન કર્યું અને તેમના સમય દરમિયાન, 1971માં પાકિસ્તાનનું વિભાજન થયું અને બાંગ્લાદેશની રચના થઈ.

1977માં જનરલ ઝિયા-ઉલ-હક નામના લશ્કરી સરમુખત્યારનું શાસન આવ્યું. જનરલ ઝિયા-ઉલ-હકે 1977માં વડાપ્રધાન ઝુલ્ફીકાર અલી ભુટ્ટોની સરકારને ઉથલાવી નાખી. ઝિયા-ઉલ-હકે 1988માં તેમના મૃત્યુ સુધી શાસન કર્યું. લગભગ 10 વર્ષ પછી જનરલ પરવેઝ મુશર્રફનો યુગ આવ્યો. 1999માં મુશર્રફે તખ્તાપલટ દ્વારા વડાપ્રધાન નવાઝ શરીફની સરકારને ઉથલાવી અને પોતાને રાષ્ટ્રપતિ જાહેર કર્યા. મુશર્રફે 2008 સુધી દેશ પર શાસન કર્યું.

ઓગસ્ટો પિનોચેટ (ચિલી, 1973)

1973માં જનરલ પિનોચેએ ચિલીમાં લશ્કરી બળવા દ્વારા રાષ્ટ્રપતિ સાલ્વાડોર એલેન્ડેની સરકારને ઉથલાવી દીધી. આ પછી પિનોચે 1990 સુધી ચિલી પર શાસન કર્યું. તખ્તાપલટનો વિરોધ કરનારાઓને ફૂટબોલના મેદાનમાં જ બંધ કરવામાં આવ્યા હતા. જેમાં ઘણા લોકો માર્યા ગયા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. બે દાયકાની સરમુખત્યારશાહી દરમિયાન સંસદ બંધ કરવામાં આવી હતી અને બંધારણને નાબૂદ કરવામાં આવ્યું હતું. ઓગસ્ટો પિનોચેટે સરમુખત્યારશાહી દરમિયાન ચૂંટણીઓ કરી અને હાર્યા તેમ છતાં સત્તામાં રહ્યા. 1998માં તેમની ધરપકડ કરવામાં આવી હતી અને બ્રિટનમાં નજરકેદ રાખવામાં આવ્યા હતા.

ઇદી અમીન (યુગાન્ડા, 1971)

25 જાન્યુઆરી, 1971ના રોજ જનરલ ઇદી અમીને યુગાન્ડાના રાષ્ટ્રપતિ માઇલ્સ કુટેસેની સરકારને તખ્તાપલટ કરીને હટાવી દીધી. અમીને તેના લશ્કરી દળો સાથે રાષ્ટ્રપતિના મહેલ પર હુમલો કર્યો અને અમીને પોતાને પ્રમુખ જાહેર કર્યા અને તેમણે બંધારણને સ્થગિત કર્યું અને અમીનના શાસન દરમિયાન ગંભીર માનવ અધિકારોના ઉલ્લંઘનના અહેવાલો હતા. તેમના શાસન દરમિયાન વ્યાપક જુલમ, હત્યાઓ અને ધરપકડ કરવામાં આવી હતી. યુગાન્ડાના ઈતિહાસમાં ઈદી અમીનના શાસનકાળને અંધકારમય અને વિવાદાસ્પદ સમયગાળા તરીકે ઓળખવામાં આવે છે.

જનરલ ને વિન (મ્યાનમાર, 1962)

જનરલ ને વિન મ્યાનમારના અગ્રણી લશ્કરી નેતા હતા. 1962માં જનરલ વિને તખ્તાપલટ દ્વારા સત્તા મેળવી. 2 માર્ચ, 1962ના રોજ જનરલ ને વિને લશ્કરી તખ્તાપલટ દ્વારા મ્યાનમારના રાષ્ટ્રપતિ યુ નુની સરકારને હટાવી દીધી. તેમના શાસન દરમિયાન મ્યાનમારમાં કોઈ લોકશાહી સંસ્થાઓ કે મુક્ત પ્રેસ નહોતા. વિનના શાસન દરમિયાન વિરોધ પક્ષો, રાજકીય કાર્યકરો અને નાગરિક સમાજ સામે દમનના આરોપો છે. 1980ના દાયકામાં વિનની તબિયત બગડવા લાગી. 1988માં તેમના શાસનનો અંત મોટા પાયે નાગરિક વિરોધ અને દેખાવો તરફ દોરી ગયો. વિને 1988માં રાજીનામું આપ્યું હતું. 5 માર્ચ 2002ના રોજ વિનનું અવસાન થયું.

જનરલ સુહાર્તો (ઇન્ડોનેશિયા, 1965)

1965માં જનરલ સુહાર્તોએ લશ્કરી તખ્તાપલટ દ્વારા રાષ્ટ્રપતિ સુકર્ણોને સત્તા પરથી હટાવ્યા હતા. ઇન્ડોનેશિયામાં મોટા વિરોધ અને સામ્યવાદી પ્રવૃત્તિઓ વચ્ચે આ તખ્તાપલટ થયો હતો. 1997-1998માં એશિયન નાણાકીય કટોકટી દરમિયાન ઇન્ડોનેશિયાએ ચલણ કટોકટી અને ઉચ્ચ ફુગાવો સહિત ગંભીર આર્થિક કટોકટીનો સામનો કરવો પડ્યો. જાહેર વિરોધ અને ભારે હિંસક દેખાવોને પગલે સુહાર્તોને 21 મે 1998ના રોજ રાજીનામું આપવાની ફરજ પડી હતી. તેમના રાજીનામા પછી ઇન્ડોનેશિયાએ લોકશાહી સુધારા તરફ પગલાં લીધા હતા.

સદ્દામ હુસૈન (ઇરાક, 1979-2003)

સદ્દામ હુસૈને 16 જુલાઈ, 1979ના રોજ ઈરાકી રાષ્ટ્રપતિ અહેમદ હુસૈન અલ-બકરની સરકારને તખ્તાપલટ કરી ઉથલાવી હતી. પોતાની સત્તાને મજબૂત કરવા માટે સદ્દામે પાર્ટીની અંદરના ઘણા વિરોધી તત્વોને ખતમ કરી દીધા. સદ્દામ હુસૈને કઠોર સરમુખત્યારશાહી શાસન સ્થાપ્યું. સદ્દામના શાસન દરમિયાન અનેક માનવાધિકાર ઉલ્લંઘનો થયા હતા જેમાં રાજકીય વિરોધીઓનું દમન, ત્રાસ અને હત્યાનો સમાવેશ થાય છે. ખાસ કરીને 1980ના દાયકામાં કુર્દ વિરૂદ્ધ હુમલામાં મોટી સંખ્યામાં લોકોના મોત થયા હતા. સદગમના શાસનમાં ઈરાક ઈરાન અને કુવૈત સાથે યુદ્ધમાં ગયું હતું. 2003માં અમેરિકાએ ઈરાક પર હુમલો કર્યો. 13 ડિસેમ્બર 2003ના રોજ સદ્દામ હુસૈનની ધરપકડ કરવામાં આવી હતી. 30 ડિસેમ્બર, 2006ના રોજ તેને હત્યા અને માનવતા વિરુદ્ધના ગુના બદલ ફાંસી આપવામાં આવી હતી.

આ ઉપરાંત નાઈજેરિયામાં ઘણીવાર તખ્તાપલટ થયા છે, જેમાં મુખ્ય 1966, 1975, 1983, 1985, 1993 અને 1999ના તખ્તાપલટનો સમાવેશ થાય છે. તો થાઈલેન્ડમાં 1932થી અત્યાર સુધી 10થી વધુ તખ્તાપલટ થયા છે. તાજેતરનો તખ્તાપલટ 2014માં થયો હતો, જ્યારે જનરલ પ્રયુથ ચાન-ઓચાએ શાસન સંભાળ્યું હતું. આ તમામ તખ્તાપલટો વિવિધ કારણોસર અને વિવિધ પરિસ્થિતિઓમાં થયા છે.

આ પણ વાંચો ભારત સાથે યુદ્ધની તૈયારી કરી રહ્યું છે પાકિસ્તાન ? ભારત કરતાં વધુ ખરીદ્યા AWACS એરક્રાફ્ટ

આ રાશિના જાતકોને વાહન ચલાવવાથી રાખવી સાવધાની
આ રાશિના જાતકોને વાહન ચલાવવાથી રાખવી સાવધાની
રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
જાપાનનો રોગ જૂનાગઢમાં, 6 વર્ષની બાળકીમાં જોવા મળ્યો કાવાસાકી રોગ
જાપાનનો રોગ જૂનાગઢમાં, 6 વર્ષની બાળકીમાં જોવા મળ્યો કાવાસાકી રોગ
આજે મેળાનો છેલ્લો દિવસ, ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવી મુલાકાતે
આજે મેળાનો છેલ્લો દિવસ, ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવી મુલાકાતે
ઈડર ખેડબ્રહ્મા હાઈવે પર ટ્રક અને બાઈક વચ્ચે સર્જાયો અકસ્માત, 2 ના મોત
ઈડર ખેડબ્રહ્મા હાઈવે પર ટ્રક અને બાઈક વચ્ચે સર્જાયો અકસ્માત, 2 ના મોત
આ રાશિના જાતકોને થશે આકસ્મિક ધનલાભ
આ રાશિના જાતકોને થશે આકસ્મિક ધનલાભ
જવાહર ચાવડાએ પીએમને લખેલા પત્રથી જિલ્લા ભાજપમાં થયો ભડકો- Video
જવાહર ચાવડાએ પીએમને લખેલા પત્રથી જિલ્લા ભાજપમાં થયો ભડકો- Video
પીએમ મોદીના વતન વડનગરમાં તૈયાર થશે એશિયાનું સૌપ્રથમ આર્કિયો મ્યુઝિયમ
પીએમ મોદીના વતન વડનગરમાં તૈયાર થશે એશિયાનું સૌપ્રથમ આર્કિયો મ્યુઝિયમ
વડોદરાના યુવકે એક પૈડાવાળી સાયકલ પર સવાર થઈ બતાવી અનોખી ગણેશ ભક્તિ
વડોદરાના યુવકે એક પૈડાવાળી સાયકલ પર સવાર થઈ બતાવી અનોખી ગણેશ ભક્તિ
g clip-path="url(#clip0_868_265)">