Pakistan Election Result: પાકિસ્તાનની જનતાએ આતંકવાદને કહ્યું, ના – હાફિઝ સઈદના પુત્રની ચૂંટણીમાં કરારી હાર

પાકિસ્તાનમાં સામાન્ય ચૂંટણીના પરિણામો 12 કલાકના વિલંબ બાદ એક પછી એક જાહેર થઈ રહ્યા છે. 8 ફેબ્રુઆરીએ દેશમાં સામાન્ય ચૂંટણીઓ સાથે રાજ્યની ચૂંટણીઓ પણ યોજાઈ હતી. ઈમરાન ખાનની પાર્ટીને આ ચૂંટણીઓથી દૂર રાખવા માટે દરેક શક્ય પ્રયાસ કરવામાં આવ્યા હતા. ભારતને પણ આ ચૂંટણીમાં રસ હતો.

Pakistan Election Result: પાકિસ્તાનની જનતાએ આતંકવાદને કહ્યું, ના - હાફિઝ સઈદના પુત્રની ચૂંટણીમાં કરારી હાર
terrorist Hafiz Saeed son defeat
Follow Us:
| Updated on: Feb 09, 2024 | 1:41 PM

પાકિસ્તાનમાં સામાન્ય ચૂંટણીના પરિણામો આવી રહ્યા છે. ત્યારે પાકિસ્તાનના પૂર્વ પીએમ નવાઝ શરિફ મનસેહરા બેઠક પરથી હારી ગયા છે. ત્યારે બીજી તરફ આતંકવાદી હાફિઝ સઈદના કારણે ભારતીયોને પણ આ ચૂંટણીમાં રસ છે. સઈદની પાર્ટી પાકિસ્તાની મરકઝી મુસ્લિમ લીગે ઘણી સીટો પર પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા હતા.

આમાંથી એક સીટ પર હાફિઝ સઈદનો પુત્ર તલ્હા સઈદ પણ ઉમેદવાર હતો. મળતી માહિતી મુજબ આ ચૂંટણીમાં તલ્હા સઈદને કારમી હારનો સામનો કરવો પડ્યો છે. સઈદ લાહોરની એનએ-122 સીટ પરથી ઉમેદવાર હતો પરંતુ એવું લાગે છે કે પાકિસ્તાનના મતદારોએ આતંકવાદને ના કહી દીધી છે.

હાફિઝ સઈદના પુત્રની કરારી હાર

તાલ્હા પરિણામમાં છઠ્ઠા ક્રમે રહ્યો હતો. તેમને માત્ર 2,042 મત મળ્યા. તલ્હાને હરાવનાર નેતાનું નામ લતીફ ખોસા છે, જે પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનના નજીકના માનવામાં આવે છે. લતીફ ખોસા લાહોરની આ બેઠક પરથી 1 લાખથી વધુ મતોથી ચૂંટણી જીત્યા છે.

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

કોણ છે તલ્હા સઈદ?

તલ્હા સઈદને લશ્કર-એ-તૈયબાનો નંબર ટુ માનવામાં આવે છે. હાફિઝ સઈદ પછી તેનું આખું આતંકી સામ્રાજ્ય તલ્હા સઈદ પાસે છે. ભારત સરકારે યુએપીએ હેઠળ તલ્હાને આતંકવાદી જાહેર કર્યો છે. ગૃહ મંત્રાલયના જણાવ્યા અનુસાર ભારતમાં લશ્કર-એ-તૈયબાના હુમલા પાછળ તલ્હા સઈદનો હાથ હતો.

લશ્કર-એ-તૈયબા માટે ભરતી અને ભંડોળ એકત્ર કરવામાં પણ તલ્હાનું નામ સામે આવ્યું છે. ઉપરાંત, તે ભારત વિરુદ્ધ હુમલાનું કાવતરું ઘડી રહ્યો હોવાનું માનવામાં આવે છે. તલ્હા પર ઘણી વખત હુમલો કરવામાં આવ્યો હતો પરંતુ તે ભાગી ગયો હતો.

લાહોર બેઠક પરથી ઉમેદવારી નોંધાવી હતી

પાકિસ્તાનની ચૂંટણીમાં તેમણે લાહોર બેઠક પરથી ઉમેદવારી નોંધાવી હતી જ્યાંથી પીટીઆઈ નેતા અને પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન ચૂંટણી લડવાની વાત કરી રહ્યા હતા. જો કે, બાદમાં તેમની ધરપકડ અને એક પછી એક ત્રણ કેસમાં દોષિત ઠેરવવાને કારણે તેઓ ચૂંટણી લડી શક્યા ન હતા.

પાકિસ્તાનમાં સામાન્ય ચૂંટણીના પરિણામો 12 કલાકના વિલંબ બાદ એક પછી એક જાહેર થઈ રહ્યા છે. 8 ફેબ્રુઆરીએ દેશમાં સામાન્ય ચૂંટણીઓ સાથે રાજ્યની ચૂંટણીઓ પણ યોજાઈ હતી. ઈમરાન ખાનની પાર્ટીને આ ચૂંટણીઓથી દૂર રાખવા માટે દરેક શક્ય પ્રયાસ કરવામાં આવ્યા હતા. ભારતને પણ આ ચૂંટણીમાં રસ હતો.

રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">