AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Congo: મુસાફરોથી ભરેલી બોટ નદીમાં પલટી જતા 100 થી વધુના મોત, 51 મૃતદેહો બહાર કઢાયા અને 69 લોકો લાપતા

ઉત્તર પશ્ચિમ પ્રાંત મોંગલાના ગવર્નરના પ્રવક્તા નેસ્ટર મગબાડોએ કહ્યું કે 51 મૃતદેહો બહાર કાવામાં આવ્યા છે. જ્યારે બોટમાં સવાર અન્ય 69 લોકો હજુ પણ લાપતા છે. તેમણે કહ્યું કે આ દુર્ઘટનામાં 39 લોકો બચી ગયા છે.

Congo: મુસાફરોથી ભરેલી બોટ નદીમાં પલટી જતા 100 થી વધુના મોત, 51 મૃતદેહો બહાર કઢાયા અને 69 લોકો લાપતા
File Photo
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 09, 2021 | 4:48 PM
Share

ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગોમાં (Democratic Republic of Congo) બોટ પલટી જતાં 100 થી વધુ લોકો માર્યા ગયા છે. પ્રાંત અધિકારીઓએ જણાવ્યું કે આ અકસ્માત કોંગો નદીમાં થયો હતો. તેના કારણે બોટમાં સવાર 100 થી વધુ લોકો માર્યા ગયા હતા અથવા ગુમ થયા હતા.

ઉત્તર પશ્ચિમ પ્રાંત મોંગલાના ગવર્નરના પ્રવક્તા નેસ્ટર મગબાડોએ કહ્યું કે 51 મૃતદેહો બહાર કાવામાં આવ્યા છે. જ્યારે બોટમાં સવાર અન્ય 69 લોકો હજુ પણ લાપતા છે. તેમણે કહ્યું કે આ દુર્ઘટનામાં 39 લોકો બચી ગયા છે.

ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગોમાં 15 ફેબ્રુઆરીએ બોટ પલટી જતાં 60 લોકોના મોત થયા હતા. આ અકસ્માત પણ કોંગો નદીમાં થયો હતો. બોટમાં ક્ષમતા કરતા વધારે લોકો હતા, જેના કારણે બોટ ડૂબી ગઈ હતી. દેશના માનવીય બાબતોના મંત્રી સ્ટીવ મબિકાઈએ જણાવ્યું હતું કે આ બોટમાં 700 લોકો હતા. તેમણે કહ્યું હતું કે આ ઘટના દેશના માઇ-નોમાડબે પ્રાંતમાં બની છે. બોટ એક દિવસ પહેલા જ કિન્હાસા પ્રાંતથી મબંદકા માટે રવાના થઈ હતી. બોટ માઇ-નોમાડબે પ્રાંતના લોંગગોલા ઇકોટી ગામ નજીક પહોંચી ત્યારે ડૂબી ગઇ હતી.

જાન્યુઆરીમાં પણ બોટ અકસ્માત થયો હતો મંત્રીએ કહ્યું કે હોડી ડૂબવાનું સાચું કારણ ક્ષમતા કરતા વધારે લોકો હતા. તેના પર વધુ વજન પણ લાદવામાં આવ્યું હતું, જે અકસ્માતનું કારણ બન્યું. મંત્રીએ ઘટનામાં માર્યા ગયેલા લોકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. તેમજ આ ઘટનામાં જવાબદારો પર પ્રતિબંધ મુકવાની માગ કરી છે. આ પહેલા પણ કોંગોમાં આવી ઘટનાઓ સામે આવી રહી છે. જાન્યુઆરીમાં પણ એક બોટ અકસ્માત થયો હતો, જેમાં બે લોકોના મોત થયા હતા, જ્યારે 20 લોકોનો કોઈ પત્તો લાગ્યો ન હતો. સૂત્રોએ જણાવ્યું હતું કે આ દુર્ઘટના ક્ષમતા કરતા વધારે મુસાફરોના બેસવાના કારણે થઇ હતી.

કોંગો નદી લાંબા અંતરની મુસાફરીનો એકમાત્ર રસ્તો છે કોંગોમાં બોટ દુર્ઘટના સામાન્ય છે. દેશભરમાં રસ્તાઓ ખરાબ હાલતમાં છે, જેના કારણે લોકો બોટ દ્વારા મુસાફરી કરવાનું પસંદ કરે છે. જો કે, તેને કારણે, વધુ સંખ્યામાં લોકો બોટમાં સવાર થાય છે. વધુ ભાર પણ ખલાસીઓ દ્વારા લાદવામાં આવે છે. આ તમામ કારણો બોટ દુર્ઘટનાનું કારણ બને છે. કોંગો માટે લાંબા અંતરની મુસાફરીનો એકમાત્ર સ્ત્રોત કોંગો નદી છે. નોંધપાત્ર બાબત એ છે કે કોંગોની અર્થવ્યવસ્થા ખૂબ જ ખરાબ છે અને તેથી સરકાર ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર વધારે ધ્યાન આપવામાં અસમર્થ છે.

આ પણ વાંચો : Denmark : ડેનમાર્કના PM મેટે ફ્રેડરિકસેને કહ્યું – પીએમ નરેન્દ્ર મોદી સમગ્ર વિશ્વ માટે પ્રેરણા છે

આ પણ વાંચો : ખેતરમાં કામ કરતી વખતે મજૂર પર પડ્યા કેળાં તો કોર્ટે માલિકને 4 કરોડ રૂપિયાનું વળતર ચુકવવા આદેશ કર્યા

g clip-path="url(#clip0_868_265)">