AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: ડોનાલ્ડ ટ્રમ્પની રુંવાડા ઊભા કરી દે તેવી ચેતવણી, પરમાણુ હથિયારો મુદ્દે વિશ્વના દેશોને આપી કડક સલાહ

શું દુનિયા પર કોઈ મોટું સંકટ તોળાઈ રહ્યું છે? અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના એક તાજેતરના નિવેદને સમગ્ર વિશ્વમાં ખળભળાટ મચાવી દીધો છે. નાટો દેશોને અપાયેલ એક ચેતવણીમાં ટ્રમ્પે ઈરાનના પરમાણુ ઈરાદાઓ પર ગંભીર સવાલો ઊભા કર્યા છે.

Breaking News: ડોનાલ્ડ ટ્રમ્પની રુંવાડા ઊભા કરી દે તેવી ચેતવણી, પરમાણુ હથિયારો મુદ્દે વિશ્વના દેશોને આપી કડક સલાહ
| Updated on: May 02, 2026 | 4:39 PM
Share

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ‘નાટો’ (NATO) દેશોને સલાહ આપતા કહ્યું કે, “તમે ઈરાનને પરમાણુ હથિયાર આપી શકો નહીં, કારણ કે તેઓ તેનો ઉપયોગ ખૂબ જ જલ્દી ઈઝરાયેલ પર કરશે, મધ્ય પૂર્વમાં કરશે અને યુરોપમાં પણ કરશે. મને લાગે છે કે, હવે પછીનો વારો અમારો હશે અને એવું થવા જઈ રહ્યું નથી. તેમની પાસે 159 જહાજ છે. અત્યારે દરેક જહાજ સમુદ્રના તળિયે ડૂબી ગયું છે.” આમ કહીને ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ઈમેન્યુઅલ મેક્રોનની મજાક ઉડાવી હતી અને દાવો કર્યો હતો કે, અમે 250% ટેરિફની ધમકી આપીને તેમને દવાઓની ઊંચી કિંમતો સ્વીકારવા મજબૂર કર્યા છે.

અમે કોઈપણ સંજોગોમાં વિશ્વને જોખમમાં નહીં મૂકીએ: ટ્રમ્પ

ટ્રમ્પે કહ્યું કે, ઈરાન અમારી સમજૂતીનું પાલન કરી રહ્યું નથી. અમે તેને પૂર્ણ કરીશું અને ત્રણ વર્ષ પછી આ જ સમસ્યાનો સામનો કરવા માટે સમય પહેલા પાછળ નહીં હટીએ. તેલની વધતી કિંમતો પર અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું કે, “બીજી કિંમતો તો ઘણી નીચે છે પરંતુ પેટ્રોલના ભાવ ઊંચા છે. એવામાં જ્યારે આ બધું પૂરું થશે, ત્યારે તમારી પાસે ઈરાન સાથે પરમાણુ હથિયારોથી મુક્ત દુનિયા હશે. જો તમે ઈરાનને પરમાણુ હથિયાર રાખવાની મંજૂરી આપો છો, તો વિશ્વ મોટા જોખમમાં મુકાઈ જશે. આથી આવું થવાનું નથી.”

ઈરાનના પ્રસ્તાવથી અમે ખુશ નથી: ટ્રમ્પ

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે ઈરાન સાથેની સમજૂતીની શક્યતાઓ પર શંકા વ્યક્ત કરતા કહ્યું હતું કે, વાતચીતમાં વિલંબને કારણે તેહરાન દ્વારા મોકલવામાં આવેલા પ્રસ્તાવોથી તેઓ “ખુશ” નથી. વ્હાઇટ હાઉસે સત્તાવાર રીતે કોંગ્રેસને જણાવ્યું છે કે, આ વિસ્તારમાં અમેરિકન સશસ્ત્ર દળોની હાજરી હોવા છતાં, તે ઈરાન યુદ્ધને ‘સમાપ્ત’ માને છે. ટ્રમ્પે કહ્યું કે, તેમને આ વાતની “પાકી ખાતરી નથી” કે અમેરિકા ઈરાન સાથે કોઈ સમજૂતી કરી શકશે કે કેમ?

Breaking News : 250 વર્ષના ઇતિહાસમાં પહેલીવાર… હવે પાસપોર્ટ પર ચમકશે ડોનાલ્ડ ટ્રમ્પનો ફોટો અને ગોલ્ડન સિગ્નેચર

Follow Us
નાણાકીય જીવન સમૃદ્ધ રહેશે, ધ્યાન અને યોગ તરફ વળો
નાણાકીય જીવન સમૃદ્ધ રહેશે, ધ્યાન અને યોગ તરફ વળો
ભરૂચમાં શિક્ષણ તંત્ર એક્શનમાં, ડ્રોપઆઉટ થયેલા બાળકોને ફરી શાળાએ લાવશે
ભરૂચમાં શિક્ષણ તંત્ર એક્શનમાં, ડ્રોપઆઉટ થયેલા બાળકોને ફરી શાળાએ લાવશે
મોરબીમાં ગમખ્વાર માર્ગ અકસ્માત, જુઓ Video
મોરબીમાં ગમખ્વાર માર્ગ અકસ્માત, જુઓ Video
ભાજપના નેતાએ બધી હદ વટાવી! ચૂંટણી લડવા માટે ₹2 કરોડ મળ્યા હોવાનો દાવો
ભાજપના નેતાએ બધી હદ વટાવી! ચૂંટણી લડવા માટે ₹2 કરોડ મળ્યા હોવાનો દાવો
બેંક કર્મચારી જ નીકળ્યો માસ્ટરમાઇન્ડ, 8.70 કરોડની ચોરીનો ભેદ ઉકેલાયો
બેંક કર્મચારી જ નીકળ્યો માસ્ટરમાઇન્ડ, 8.70 કરોડની ચોરીનો ભેદ ઉકેલાયો
ભાજપની મજબૂરી, AAPના સભ્યને બનાવવા પડ્યા તાલુકા પંચાયતના પ્રમુખ
ભાજપની મજબૂરી, AAPના સભ્યને બનાવવા પડ્યા તાલુકા પંચાયતના પ્રમુખ
રાજ્યમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો,લોકોમાં જોવા મળ્યો મિશ્ર પ્રતિસાદ
રાજ્યમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો,લોકોમાં જોવા મળ્યો મિશ્ર પ્રતિસાદ
કાળઝાળ ગરમી વચ્ચે રાજ્યના જળાશયોમાં ઘટ્યો જળસંગ્રહ
કાળઝાળ ગરમી વચ્ચે રાજ્યના જળાશયોમાં ઘટ્યો જળસંગ્રહ
સત્તા ટકાવી રાખવા ભાજપે કોંગ્રેસ સાથે મિલાવ્યા હાથ
સત્તા ટકાવી રાખવા ભાજપે કોંગ્રેસ સાથે મિલાવ્યા હાથ
છાશવાલાના અંજીર શેકમાંથી નીકળ્યો વંદો! જુઓ Video
છાશવાલાના અંજીર શેકમાંથી નીકળ્યો વંદો! જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">