AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

China News: યોગ્ય કપડાં પહેરવા, મજાક કરવા પર પ્રતિબંધ, ચીનની શાળામાં છોકરીઓ માટે એવા વિચિત્ર નિયમ કે તમે જાણીને ચોંકી જશો

દક્ષિણ ચીનની એક મિડલ સ્કૂલના શાળા સંચાલકોએ છોકરીઓ માટે ફતવો જાહેર કર્યો છે. જાતીય સતામણીથી બચવા માટે તેઓએ ખૂલીને નહીં હસવા અને અસાધારણ પોશાક પહેરવા સૂચન અપાઈ છે. જેને લઈને સોશિયલ મીડિયા પર નવી ચર્ચા શરૂ થઈ છે.

China News: યોગ્ય કપડાં પહેરવા, મજાક કરવા પર પ્રતિબંધ, ચીનની શાળામાં છોકરીઓ માટે એવા વિચિત્ર નિયમ કે તમે જાણીને ચોંકી જશો
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 15, 2023 | 8:13 PM
Share

દક્ષિણ ચીનની એક મિડલ સ્કૂલના સંચાલકોએ છોકરીઓને સલાહ આપી છે કે તેઓ જાતીય સતામણીથી બચવા માટે વધુ ન હસવું અને સાદો પોશાક પહેરવો. સાથે શાળા તરફથી એક નિવેદન છે કે છોકરીઓએ ટૂંકા કપડાં ન પહેરવા જોઈએ અને ચેન ચાળાભર્યા વર્તનથી દૂર રહેવું જોઈએ. આ આદેશ બાદ સોશિયલ મીડિયા પર સ્કૂલ વિરુદ્ધ આંદોલન શરૂ થઈ ગયું છે.

એક અહેવાલ અનુસાર શાળા ચીનના ગુઆંગડોંગ પ્રાંતના ઝાઓકિંગ શહેરમાં છે. ચીનના રાજ્ય મીડિયા પીપલ્સ ડેઈલી અનુસાર, ચીનમાં “માનસિક સ્વાસ્થ્ય શિક્ષણ” વર્ગો, જેમાં વિદ્યાર્થીઓને જાતીય શિક્ષણ આપવામાં આવે છે, ગયા વર્ષે આ વર્ગો શાળામાં શરૂ કરવામાં આવ્યા હતા.

જો કે, શિક્ષણ સામગ્રીની તસવીરો આ મહિને જ ફરતી થઈ હતી. જેમાં આવા પેપર પ્રકાશિત કરવામાં આવ્યા છે, જેમાં આવા નિવેદનો આપવામાં આવ્યા હતા કે ‘છોકરીઓ ભપકાદાર કપડાં પહેરે છે અને ચેનચાળા કરે છે’ તેના કારણે જાતીય સતામણીનો સામનો કરવો પડે છે.

આ પણ વાંચો : ભારતનું મિશન LAC, ચીનના ઘમંડને તોડી નાખશે, જિનપિંગના કપાળ પર ચિંતાની રેખાઓ!

“છોકરીઓએ પારદર્શક અથવા ટૂંકા કપડાં ન પહેરવા જોઈએ અને વ્યર્થ વર્તન ટાળવું જોઈએ,” અન્ય નિવેદનમાં જણાવ્યું હતું. અભ્યાસ સામગ્રીની તસવીરોએ સોશિયલ મીડિયા પર નવી ચર્ચા જગાવી છે. ઘણા લોકોએ આને લિંગ અસમાનતાને પ્રતિબિંબિત કરતા રૂઢિચુસ્ત અભિગમના ઉદાહરણ તરીકે ટાંક્યું છે.

મહત્વનુ છે કે કોઈ પણ લોકોને સામન્ય રીતે પોતાની રીતે જીવન જીવવાનો અધિકાર છે. ત્યારે ચીનની શાળાના અભ્યાસક્રમનો આ ભાગ વિવાદાસ્પદ થયો હતો. આ વાતનો મોટા પાયે વિરોધ પણ કરવામાં આવ્યો હતો. લોકોનું કહેવું છે કે આ ફતવો લોકોના મૂળભૂત અધિકારની વિરુદ્ધમાં હોવાનું કહ્યું હતું.

આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">