Australia: ભારતીય વિદ્યાર્થી પર 11 વખત છરી વડે હુમલો, પરિવારજનોને હજુ સુધી વિઝા મળ્યા નથી

Australia: માતાપિતા તેમના પુત્રને મળવા માટે બેચેન છે, પરંતુ વિઝાની સમસ્યા તેમને સતત સતાવે છે. શુભમના પરિવારજનોએ જણાવ્યું કે તેઓ લગભગ એક અઠવાડિયાથી વિઝા આવવાની રાહ જોઈ રહ્યા છે.

Australia: ભારતીય વિદ્યાર્થી પર 11 વખત છરી વડે હુમલો, પરિવારજનોને હજુ સુધી વિઝા મળ્યા નથી
ઓસ્ટ્રેલિયામાં ભારતીય વિદ્યાર્થી પર છરી વડે હુમલો
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 14, 2022 | 12:00 PM

Australiaમાં ભારતીય લોકો પર વંશીય હુમલા અટકવાનું નામ નથી લઈ રહ્યા. અહીંથી વંશીય હુમલાનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેમાં એક ભારતીય વિદ્યાર્થી (Indian student)પર ચાકુ વડે હુમલો (attack)કરીને તેને ખરાબ રીતે ઘાયલ કરવામાં આવ્યો છે. આ વિદ્યાર્થી ઉત્તર પ્રદેશના આગ્રા શહેરનો રહેવાસી છે. ઓસ્ટ્રેલિયન પોલીસે આ ઘટનાને અંજામ આપનાર આરોપી હુમલાખોરની ધરપકડ કરી છે. મળતી માહિતી મુજબ હુમલામાં યુવક ગંભીર રીતે ઘાયલ થયો છે અને તેની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આંતરરાષ્ટ્રીય સમાચાર અહીં વાંચો.

ઓસ્ટ્રેલિયામાં અભ્યાસ કરી રહેલ શુભમ ગર્ગ આગ્રાના કિરાવલી વિસ્તારના પેથગલીનો રહેવાસી છે. આ વંશીય હિંસામાં વિદ્યાર્થી પર 11 વખત છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો. હુમલાખોરના હુમલામાં યુવક ગંભીર રીતે ઘાયલ થયો હતો. આગ્રામાં રહેતા તેના સંબંધીઓ આ ઘટનાથી ખૂબ જ દુઃખી છે અને તેને ભારત લાવવાની માંગ કરી રહ્યા છે. શુભમ ગર્ગ પર હુમલો કરવા બદલ ઓસ્ટ્રેલિયન પોલીસે જે આરોપીની ધરપકડ કરી છે તેનું નામ ડેનિયલ નોરવુડ જણાવવામાં આવી રહ્યું છે.

શુભમે છરી વડે 11 વાર હુમલો કર્યો હતો

આજનું રાશિફળ તારીખ : 27-12-2024
Video : કથાકાર જયા કિશોરીએ જીવનસાથી પસંદગી દરમ્યાન થતી ભૂલ અંગે કહી મોટી વાત
શુભમન ગિલને ટીમમાંથી હટાવવાનું શું છે કારણ?
તમારી દીકરીને આ સરકારી યોજના આપશે 70 લાખ રૂપિયા, જાણો કેવી રીતે?
શરદી-ઉધરસથી રાહત મેળવવા દેવરાહા બાબાનો ઉપાય, જુઓ Video
ફારસી શબ્દ છે અનાર, હિંદી નામ સાંભળશો તો વિશ્વાસ નહીં આવે

28 વર્ષીય શુભમ પર 6 ઓક્ટોબરે ઓસ્ટ્રેલિયાના સિડનીમાં હુમલો થયો હતો. સિડનીમાં NSW યુનિવર્સિટીમાં મિકેનિકલ એન્જિનિયરિંગમાં પીએચડી કરી રહેલા શુભમ પર હુમલાખોરે 11 વાર છરી મારી હતી. રિપોર્ટ્સ અનુસાર, શુભમની હાલત નાજુક હોવાનું કહેવાય છે. આગ્રામાં રહેતો શુભમનો પરિવાર વિઝા સંબંધિત સમસ્યાઓને કારણે તેની મુલાકાત લઈ શકતો નથી. કહેવામાં આવી રહ્યું છે કે શુભમની છાતી, ચહેરા અને પેટ પર ઘણા ઊંડા ઘા છે.

પરિવારને હજુ વિઝા મળ્યા નથી

ટાઈમ્સ ઓફ ઈન્ડિયા અનુસાર, માતા-પિતા તેમના પુત્રને મળવા માટે બેચેન છે, પરંતુ વિઝાની સમસ્યા તેમને સતાવી રહી છે. શુભમના પરિવારજનોએ જણાવ્યું કે તેઓ લગભગ એક અઠવાડિયાથી વિઝા આવવાની રાહ જોઈ રહ્યા છે. વિઝા પ્રક્રિયા હજુ ચાલુ છે. તે જ સમયે શુભમના મિત્રોએ જણાવ્યું કે હુમલાખોર શુભમને ઓળખતો ન હતો. તેમને શંકા છે કે વંશીય ભેદભાવના કારણે આ હુમલો કરવામાં આવ્યો છે. જોકે સ્થાનિક ઓસ્ટ્રેલિયન મીડિયાએ અહેવાલ આપ્યો હતો કે નોરવુડે શુભમ ગર્ગને ગેટાક્રે એવન્યુ પાસે રોક્યો હતો. તેણે ગર્ગને રોકડ અને મોબાઈલ ફોનની ધમકી આપી હતી. જ્યારે શુભમે તેનો વિરોધ કર્યો તો હુમલાખોરે તેના પર અનેક વાર હુમલો કર્યો અને સ્થળ પરથી ફરાર થઈ ગયો.

આરોપીને જામીન આપવાનો ઇનકાર

આગ્રાના ડીએમએ જણાવ્યું કે તેઓ શુભમના પરિવારના સભ્યોના સંપર્કમાં છે અને તેમના વિઝાની પ્રક્રિયા હાલમાં ચાલી રહી છે. તેણે એ પણ જણાવ્યું કે તેણે આ અંગે ભારતીય વિદેશ મંત્રાલય અને ઓસ્ટ્રેલિયન દૂતાવાસ સાથે પણ વાત કરી છે. ઓસ્ટ્રેલિયન પોલીસે ઘટનાસ્થળેથી 27 વર્ષીય ડેનિયલ નોરવુડની ધરપકડ કરી હતી. તેની સામે હત્યાના પ્રયાસ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. હોર્ન્સબી લોકલ કોર્ટે નોરવુડને જામીન આપવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો છે. હવે તેને 14 ડિસેમ્બરે કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

ખેડબ્રહ્માના દામાવાસમાં કરાં સાથે વરસાદ, બટાકાના પાકને નુકસાનની ભીતિ
ખેડબ્રહ્માના દામાવાસમાં કરાં સાથે વરસાદ, બટાકાના પાકને નુકસાનની ભીતિ
આ 5 રાશિના જાતકોને આજે ધનલાભના સંકેત
આ 5 રાશિના જાતકોને આજે ધનલાભના સંકેત
ગુજરાતમાં ગાત્રો થીજવતી ઠંડી વચ્ચે ગાજવીજ સાથે વરસાદની આગાહી
ગુજરાતમાં ગાત્રો થીજવતી ઠંડી વચ્ચે ગાજવીજ સાથે વરસાદની આગાહી
ભ્રષ્ટ મનસુખ સાગઠિયાની 23.15 કરોડની અપ્રમાણસર મિલકતને ટાંચમાં લેવાશે
ભ્રષ્ટ મનસુખ સાગઠિયાની 23.15 કરોડની અપ્રમાણસર મિલકતને ટાંચમાં લેવાશે
ગુજરાતમાં ભારે માવઠાની ચેતવણી, 50 કિમીની ઝડપે ફુંકાશે પવન,72 કલાક ભારે
ગુજરાતમાં ભારે માવઠાની ચેતવણી, 50 કિમીની ઝડપે ફુંકાશે પવન,72 કલાક ભારે
ડાઈંગ ઉદ્યોગનું પાણી દરિયામાં છોડવાના સામે માછીમારો આકરા પાણીએ
ડાઈંગ ઉદ્યોગનું પાણી દરિયામાં છોડવાના સામે માછીમારો આકરા પાણીએ
પ્રિવીલોન બિલ્ડકોન બિલ્ડર છેતરપિંડી કેસમાં SITની રચના
પ્રિવીલોન બિલ્ડકોન બિલ્ડર છેતરપિંડી કેસમાં SITની રચના
દારૂકાંડ કેસમાં પાટણના ધારાસભ્ય કિરીટ પટેલનો જામીન પર છૂટકારો
દારૂકાંડ કેસમાં પાટણના ધારાસભ્ય કિરીટ પટેલનો જામીન પર છૂટકારો
રાજકોટમાં અગ્નિકાંડ બાદ 7 મહિનામાં ધડાધડ 18 અધિકારીઓના પડ્યા રાજીનામા
રાજકોટમાં અગ્નિકાંડ બાદ 7 મહિનામાં ધડાધડ 18 અધિકારીઓના પડ્યા રાજીનામા
ડીંગુચા કેસમાં EDને હાથ લાગી મહત્વની કડી
ડીંગુચા કેસમાં EDને હાથ લાગી મહત્વની કડી
g clip-path="url(#clip0_868_265)">