ભુરિયાનું ગુજરાતી સાંભળી લોથપોથ થઈ જશો, બાજરાનો રોટલો, મસાલા છાશનો આંનદ લીધો
અમેરિકન ભુરિયા ગુજરાતી ભાષા સાથે દેશી રોટલા ખાતા થઈ ગયા છે. અમેરિકી યુટ્યુબરનો ગુજરાતી વાતચીતનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
Arieh Smith: ગુજરાત અને ભારતના અન્ય રાજ્યો તથા અમેરિકા ઉપરાંત વિશ્વના અનેક દેશોમાં ગુજરાતી ભાષા બોલતા લોકો વસે છે, જેમાં મહદ્અંશે અમેરિકા, યુ.કે, કેન્યા તથા દક્ષિણ આફ્રિકા સહિત આફ્રિકાના અન્ય દેશો, કેનેડા, ઓસ્ટ્રેલિયા (Australia) વગેરેનો સમાવેશ કરી શકાય. આજે ત્યાં રહેતા લોકો પણ ગુજરાતી ભાષાના શોખીન બન્યા છે અને તેમને પણ ગુજરાતી ભાષા (Gujarati language) બોલવી ખુબ ગમે છે.
આજે અમે તમને એક એવા વ્યક્તિ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ, જેમને એક નહી પરંતુ અનેક ભાષા બોલવી અને શીખવી ગમે છે, જેમાંથી એક છે ગુજરાતી એરિહ સ્મિથ (Arieh Smith) નામના એક અમેરિકી યુટ્યુબર છે જેમણે પોતાના મિત્રો પાસેથી ગુજરાતી ભાષા શીખી છે.
અને એરિહ સ્મિથ (Arieh Smith) એક દિવસ ગુજરાતી જમવા માટે શહેરમાં જાય છે. ત્યારે તે એક ગુજરાતી હોટલમાં જઈ ગુજરાતીમાં જમવાનો ઓર્ડર આપે છે, તેની ગુજરાતી ભાષા સાંભળીને દુકાનના માલિક પણ સ્તબ્ધ થઈ જાય છે. એરિહ સ્મિથ બાજરાનો રોટલો, શ્રીખંડ અને ગુજરાતી થાળીનો ઓર્ડર આપે છે. તેને ખુબ જ પસંદ આવે છે. ત્યારબાદ તે મસાલા છાશ પણ પીવે છે.
સ્મિથ @Xiaomanyc નામની યુટ્યુબ ચેનલ ચલાવે છે, જેમાં 40 લાખથી વધુ ફોલોવર્સ છે. એરિહ સ્મિથે પોતાની યુટ્યુબ ચેનલ પર ગુજરાતી ભાષામાં વાતચીતનો એક વીડિયો શેયર કર્યો છે. સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થઈ રહ્યો છે. હોટલના માલિકે એરિહ સ્મિથનું ગુજરાતી સાંભળીને તેના જમવાના પૈસા પણ ના લીધા.આ વીડિયોને લાખોમાં વ્યુઝ પણ મળી ચુક્યા છે.