ડિંગુચાના 4 લોકોના કેનેડા-અમેરિકા બોર્ડર પર મોતના કેસમાં કેનેડાની સુરક્ષા એજન્સીઓના ગુજરાતમાં ધામા, ડીજીપીએ તપાસની વિગતો આપી

ડિંગુચાના 4 લોકોના કેનેડા-અમેરિકા બોર્ડર પર મોતના કેસમાં કેનેડાની સુરક્ષા એજન્સીઓના ગુજરાતમાં ધામા, ડીજીપીએ તપાસની વિગતો આપી

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 23, 2022 | 6:14 PM

રાજ્યના ગૃહ વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે ફેડરલ ઇન્વેસ્ટિગેશન બ્યુરોના એક સહિત છ પ્રતિનિધિઓ રાજ્યમાંથી ગેરકાયદેસર ઇમિગ્રેશન રિંગની તપાસ કરી રહેલા ગુજરાત પોલીસના અધિકારીઓને મળ્યા હતા.

ગેરકાયદેસર (illegally) રીતે અમેરિકા (America) માં પ્રવેશવા જતા કેનેડા (Canada) ની સરહદ નજીક ડીંગુચાના ચાર લોકોના બરફમાં થીજી જવાથી મોતના લગભગ બે મહિના પછી કેનેડાની સુરક્ષા એજન્સીઓ (security agencies) ના અધિકારીઓ તેમજ યુએસ અને કેનેડાના કોન્સ્યુલેટ જનરલ સોમવારે ગાંધીનગર પહોંચ્યા હતા. રાજ્યના ગૃહ વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે ફેડરલ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (FBI)ના એક સહિત છ પ્રતિનિધિઓ રાજ્યમાંથી ગેરકાયદેસર ઇમિગ્રેશન (Immigration) રિંગની તપાસ કરી રહેલા ગુજરાત પોલીસના અધિકારીઓને મળ્યા હતા. વિદેશી એજન્સીઓની દરમિયાનગીરીથી માનવ દાણચોરીના રેકેટમાં તપાસનો વ્યાપ વધુ વ્યાપક થવાની ધારણા છે.

ગાંધીનગરના કલોલ તાલુકાના ડીંગુચા ગામના એક પરિવારના ચાર સભ્યો 19 જાન્યુઆરીના રોજ યુએસ-કેનેડા બોર્ડરથી 10 મીટરના અંતરે થીજી જવાથી મૃત્યુ પામ્યા હતા. જેને પગલે ગુજરાત પોલીસે ઉત્તર ગુજરાતમાં અન્ય ગેરકાયદે ઈમિગ્રેશન રેકેટનો પર્દાફાશ કર્યો હતો. આઠ સ્થાનિક એજન્ટોની ધરપકડ કરી હતી અને કેટલાક અન્ય નજર હેઠળ છે. “યુએસ અને કેનેડાના અધિકારીઓ કેસ પર વધુ લીડ એકત્ર કરવા અને રાજ્યમાંથી ગેરકાયદેસર ઇમિગ્રેશનને રોકવા માટે વધુ સારા સંકલનની ખાતરી કરવા માટે અહીં આવ્યા છે.

ગૃહ વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે, “યુએસ અને કેનેડિયન અધિકારીઓ યુએસની ગેરકાયદેસર મુસાફરીને રોકવા માટે શહેરના એરપોર્ટ પર બહુ-સ્તરીય સુરક્ષા તપાસ ઇચ્છે છે. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, “અધિકારીઓએ ગુજરાત પોલીસને આ રેકેટમાં સંડોવાયેલા એજન્ટો સામે કડક કાર્યવાહી કરવા જણાવ્યું છે. યુએસ કોન્સ્યુલેટ જનરલના એક અધિકારીએ એ પણ માહિતી આપી હતી કે ડીંગુચાના પરિવાર સાથે કેનેડા ગયેલા છ લોકોને ટૂંક સમયમાં જ ઝડપી લઈ ભારત મોકલવામાં આવશે.”

આ પણ વાંચોઃ જયેશ રાદડિયા vs હરીફ જુથ વચ્ચે આવતીકાલે ખરાખરીનો જંગ, રા.લો.સંઘની બોર્ડ બેઠકમાં થશે પારખાં

આ પણ વાંચોઃ એકતરફી પ્રેમમાં વધુ એક હત્યા, વડોદરામાં વિદ્યાર્થીનીને તીક્ષ્ણ હથિયારના 10થી વધુ ઘા મારી હત્યા કરી નાખી

g clip-path="url(#clip0_868_265)">