રાજ્યના 7 મહાનગર અને 2 નગરપાલિકામાં આવતીકાલથી ફરી શરૂ થશે મધ્યાહન ભોજન યોજના, શિક્ષણ પ્રધાન કરાવશે યોજનાનો પ્રારંભ

શિક્ષણપ્રધાન જીતુ વાઘાણી આવતીકાલે ગાંધીનગર પાસે આવેલા બોરીજ ગામમાં પુનઃ મધ્યાહન ભોજન યોજનાનો પ્રારંભ કરાવશે. આ સાથે જ કાલે 7 મહાનગરો અને 2 નગરપાલિકાની શાળાઓમાં મધ્યાહન ભોજન મળતું થઈ જશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 28, 2022 | 12:27 PM

મઘ્યાહન ભોજનને (Mid Day Meals) લઈને રાજ્ય સરકારે (Gujarat govrnment)મહત્વનો નિર્ણય લીધો છે. આવતીકાલથી એટલે કે 29 માર્ચથી રાજ્યમાં મિડ મે મિલ શરૂ થશે. શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણી (Education Minister Jitu Waghani)આવતીકાલે આ યોજનાની ફરીથી રાજ્યમાં શરુઆત કરાવશે. શિક્ષણપ્રધાન જીતુ વાઘાણી આવતીકાલે ગાંધીનગર (Gandhinagar)પાસે આવેલા બોરીજ ગામમાં પુનઃ મધ્યાહન ભોજન યોજનાનો પ્રારંભ કરાવશે. આ સાથે જ કાલે 7 મહાનગરો અને 2 નગરપાલિકાની શાળાઓમાં મધ્યાહન ભોજન મળતું થઈ જશે. જ્યારે ગુરૂવારથી સમગ્ર રાજ્યમાં મધ્યાહન ભોજન મળવાનું શરૂ થઈ જશે.

આવતીકાલે જ્યાં મધ્યાહન ભોજન આપવામાં આવશે તેમાં અમદાવાદ, રાજકોટ, ભાવનગર, જામનગર, ભુજ, વડોદરા, ગાંધીનગર, નવસારી, સુરતનો સમાવેશ થાય છે. જીતુ વાઘાણીએ કહ્યું કે મધ્યાહન ભોજન 16 માર્ચ 2020થી બંધ હતું. જોકે અત્યાર સુધી તેના બદલે વિદ્યાર્થીઓના ખાતામાં રકમ જમા થતી હતી. અત્યાર સુધી 1300 કરોડ રૂપિયા વિદ્યાર્થીઓના ખાતામાં જમા થયા છે. તેની સાથે વિદ્યાર્થીઓ માટે 2 લાખ 60 હજાર મેટ્રિક ટન અનાજનું વિતરણ કરાયું છે. આ વર્ષે પણ મધ્યાહન ભોજન માટે બજેટમાં રૂપિયા 1400 કરોડની જોગવાઈ કરવામાં આવેલી છે.

રાજ્યમાં આવતીકાલથી મધ્યાહન ભોજનનો પ્રારંભ થશે. આ અંગે નિવેદન આપતા શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણીએ જણાવ્યુ હતુ કે અત્યાર સુધી શાળાઓ બંધ હતી અને ઓનલાઇન શિક્ષણ ચાલતુ હતુ ત્યારે વિદ્યાર્થીઓના ખાતામાં રકમ જમા કરવામાં આવી છે. વિદ્યાર્થીઓનું હિત હંમેશા વિચારાયુ છે. હવે ફરીથી ઓફલાઇન શિક્ષણ શરુ થતા આવતીકાલથી આ યોજના ફરીથી રાજ્યમાં શરુ થશે.

આ પણ વાંચો-

Bank Strike : બેંક કર્મચારીઓ આજથી બે દિવસ હડતાળ ઉપર ઉતરશે, જાણો કેમ ભરાયું પગલું

આ પણ વાંચો-

Mehsana: વનરક્ષકની ભરતી પેપર લીક મામલે 8 સામે ફરિયાદ નોંધાઈ, આરોપીઓએ પુરાવાનો નાશ કર્યો હતો

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">