Kutch: ગુજરાતમાં સિઝનનું સૌથી વધુ 42.6 ડિગ્રી તાપમાન નલિયામાં નોંધાયું, બપોરે 12 થી 4 સુધી લોકોને બિનજરૂરી બહાર નહિ નીકળવા હવામાન વિભાગની અપીલ
હવામાન વિભાગ દ્વારા આગાહી કરાઇ છે કે સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તાર માટે હિટવેવ બાદ એક દિવસ બાદ તાપમાન સામાન્ય હળવું થશે પણ ફરી તાપમાનમાં વધારો થશે અને પારો 42 ડિગ્રી કે તેથી ઉપર જઈ શકે છે.
ઉનાળાની કાળઝાળ ગરમી હવે જાણે વર્તાવવા લાગી છે. કેમ કે ગુજરાતમાં ગરમીનો પારો દિવસે ને દિવસે વધી રહ્યો છે. જેમાં ગત રોજ ગુજરાતમાં સિઝનનું સૌથી વધુ તાપમાન (temperature) કચ્છ (Kutch) માં નલિયામાં 42.6 ડિગ્રી નોંધાયું છે. તો અમદાવાદ (Ahmedabad) અને ગાંધીનગરમાં પણ સિઝનનું સૌથી વધુ 41 ડિગ્રી સુધી તાપમાન નોંધાયું છે. જેણે ગુજરાતવાસીઓ માટે ચિંતા વધારી છે. તાપમાન હજુ વધવાની હવામાન વિભાગે આગાહી કરી છે. એટલું જ નહીં પણ હવામાન વિભાગ દ્વારા આજે નવી આગાહી કરવામાં આવી છે. જેમાં આજે એક દિવસ માટે ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને કચ્છ માં હિટવેવની આગાહી કરી છે. હવામાન વિભાગ (meteorological department) દ્વારા સૌરાષ્ટ્ર (Saurashtra) અને કચ્છના કેટલાક વિસ્તાર માટે હિટવેવની આગાહી કરી છે. તો રાજકોટ અને પોરબંદર માટે પણ હિટવેવની આગાહી કરાઈ છે.
સાથે એક દિવસ બાદ તાપમાન સામાન્ય હળવું થશે પણ ફરી તાપમાનમાં વધારો થશે અને પારો 42 કે તેથી ઉપર જઈ શકે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે. જે આગાહી પવનની દિશા બદલવાના કારણે ગરમીના પારામાં વધારો થતો હોવાનું હવામાન વિભાગે જણાવ્યું. આગાહીને પગલે હવામાન વિભાગે લોકોને બપોરે 12 થી 4 વાગ્યા સુધી બિનજરૂરી બહાર નહિ નીકળવા અપીલ કરી છે. જેથી વધુ ગરમીના કારણે લોકોને ડિહાઇડ્રેશનની કે અન્ય કોઈ અસર ન થાય.
મહત્વનું છે કે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે હોળી દહન સમયે જ્વાળાઓની દીશા પ્રમાણે આ વર્ષે વધુ ગરમી પડવા અને પારો 46 ડિગ્રી સુધી પહોંચી શકે તેવી આગાહી કરી હતી. જે આગાહી પ્રમાણે હાલ સુધી 42.6 ડિગ્રી સુધી તાપમાન પહોંચી ચૂક્યું છે. તો હજુ પણ તાપમાનમાં વધારો થવાની આગાહી હવામન વિભાગ કરી રહ્યું છે.
ગરમીથી બચવા લોકો ઠંડા પીણા તરફ વળ્યા
ઉલ્લેખનીય છે કે ગરમી પડે એટલે લોકો તેનાથી બચવા માટે ઠંડા પીણા. એસી સહિત ઠંડક રાખતી વસ્તુઓ નો સહારો લે. ચાલુ વર્ષે ગરમીએ હજુ દેખાડો દીધો છે ત્યાં જ લોકોએ ઠંડા પીણા પીવાનું શરૂ કરી દીધું છે. જેના કારણે ઠંડા પીણાની લારી. દુકાન. બરફ ગોળા લારી. દુકાન પર લોકોની ભીડ દેખાવા લાગી છે. ત્યારે લોકો પણ ઈચ્છી રહ્યા છે કર ગરમી કોપાયમાન ન થાય અને લોકોને રાહત મળે.
આ પણ વાંચોઃ Bank Strike : બેંક કર્મચારીઓ આજથી બે દિવસ હડતાળ ઉપર ઉતરશે, જાણો કેમ ભરાયું પગલું