બેડમિન્ટન સ્ટાર સાનિયા મિર્ઝા અને પહેલાથી જ પરણેલી અંજુ ગુપ્તાના પાકિસ્તાનમાં લગ્નની વાત હવે જૂની થઈ ગઈ છે. સાનિયા અને શોએબનું લગ્નજીવન તૂટી ગયું છે. અંજુ ગુપ્તા પણ તેના પાકિસ્તાની પ્રેમી સાથે નિકાહ કરીને થોડા દિવસો માટે ભારત આવી હતી.
હવે વધુ એક ભારતીય મહિલા પાકિસ્તાની સાથે પ્રેમમાં પડવાની કહાની હેડલાઇન્સમાં છે. આ વખતે એક પંજાબી મહિલા તેના પાકિસ્તાની પ્રેમીના પ્રેમમાં પડી ગઈ છે. પંજાબી મહિલાએ પણ તેના પ્રેમી સાથે નિકાહ કરી લીધા છે અને હવે તેણે ઈસ્લામ સ્વીકારી લીધો છે.
કહેવામાં આવી રહ્યું છે કે જર્મનીની ભારતીય મૂળની એક શીખ મહિલાએ પાકિસ્તાનના પંજાબ પ્રાંતના એક વ્યક્તિ સાથે નિકાહ કર્યા છે. ગુરુવારે એક મીડિયા રિપોર્ટમાં આ માહિતી આપવામાં આવી હતી. એક ખાનગી સમાચાર પત્રના અહેવાલ મુજબ, જસપ્રીત કૌર, જેનું નામ હવે ઝૈનબ થઈ ગયું છે, તેણે અલી અરસલાન સાથે લગ્ન કર્યા છે. જામિયા હનાફિયા, સિયાલકોટ દ્વારા જાહેર કરાયેલ ઇસ્લામ સ્વીકારના પ્રમાણપત્ર દ્વારા આની પુષ્ટિ થાય છે.
જસપ્રીત કૌર પંજાબના લુધિયાણાની છે અને તેણે નિકાહ પહેલા જામિયા હનાફિયા સિયાલકોટમાં ઈસ્લામ કબૂલ કર્યો હતો અને તેને અહીં નવું નામ આપવામાં આવ્યું હતું. આ પછી તે જસપ્રીતથી ઝૈનબ બની ગઈ છે. સમાચાર અનુસાર, જ્યારે તેઓ વિદેશમાં હતા ત્યારે બંનેની ઓળખાણ થઈ, અરસલાને કૌરને પાકિસ્તાન આવવાનું આમંત્રણ આપ્યું અને ત્યાં જ નિકાહ કરી લીધા.
જસપ્રીત કૌર 16 જાન્યુઆરીએ ધાર્મિક મુલાકાતે પાકિસ્તાન ગઈ હતી અને તે દરમિયાન બંનેએ લગ્ન કરી લીધા હતા. જસપ્રીત કૌર પાસે ભારતીય પાસપોર્ટ પણ છે, તેને 15 એપ્રિલ સુધી સિંગલ એન્ટ્રી વિઝા આપવામાં આવ્યો હતો. જામિયા હનાફિયાના અધિકારીઓએ જણાવ્યું હતું કે તેમની સંસ્થામાં જસપ્રીત કૌર સહિત 2,000થી વધુ લોકોએ ઈસ્લામ ધર્મ અપનાવ્યો છે.
આ પણ વાંચો: તાલિબાને પાકિસ્તાનને તોડી બીજું બાંગ્લાદેશ બનાવવાની આપી ધમકી, પાકિસ્તાનીઓ થયા ગુસ્સે, કહી ભારત માટે આ વાત