અફઘાનિસ્તાનમાંથી (Afghanistan) તમામ અમેરિકન સૈનિકો પરત ખેંચવા અંગે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને કહ્યું હતું કે હવે અફઘાનિસ્તાનમાં અમારી 20 વર્ષની સૈન્ય હાજરી સમાપ્ત થઈ ગઈ છે. છેલ્લા 17 દિવસમાં અમારા સૈનિકોએ અમેરિકન ઇતિહાસમાં સૌથી મોટી એરલિફ્ટ કરી છે. 1,20,000 થી વધુ યુએસ નાગરિકો, અમારા સાથીઓ અને યુએસ અફઘાન સાથીઓના નાગરિકોને અફઘાનિસ્તાનમાંથી બહાર કાઢવામાં આવ્યા છે.
બાઈડને કહ્યું કે, મેં વિદેશ સચિવને અમારા આંતરરાષ્ટ્રીય ભાગીદારો સાથે સતત સંકલનનું નેતૃત્વ કરવા કહ્યું છે. જેથી કોઈ પણ અમેરિકનો, અફઘાન ભાગીદારો અને અફઘાનિસ્તાન છોડવા ઈચ્છતા વિદેશી નાગરિકો માટે સલામત માર્ગ સુનિશ્ચિત કરી શકાય.
Now our 20-year military presence in Afghanistan has ended. I want to thank our commanders for their execution of the dangerous retrograde from Afghanistan as scheduled in early morning hours of Aug 31, Kabul time with no further loss of American lives: US President Joe Biden pic.twitter.com/3bsBcHwYPn
— ANI (@ANI) August 30, 2021
બાઈડને જણાવ્યું હતું કે અફઘાનિસ્તાન છોડવાની ઈચ્છા ધરાવતા લોકો માટે એરપોર્ટ ફરીથી ખોલવા માટે ભાગીદારો સાથે સંકલન કરવામાં આવશે. યુએન સુરક્ષા પરિષદે પસાર કરેલો ઠરાવ સ્પષ્ટ સંદેશ આપે છે કે આંતરરાષ્ટ્રીય સમુદાય અપેક્ષા રાખે છે કે મુસાફરોની સ્વતંત્રતા પર તાલિબાન આગળ આવે.
Tomorrow afternoon, I will address the people on my decision not to extend our presence in Afghanistan beyond 8/31. It was the unanimous recommendation of the Joint Chiefs and of all of our commanders on the ground to end our airlift mission as planned: US President Joe Biden pic.twitter.com/2nwY4qUAaz
— ANI (@ANI) August 30, 2021
અફઘાનિસ્તાનમાં હવે 200 થી ઓછા અમેરિકનો છે
યુએસ સેક્રેટરી એન્ટોની બ્લિન્કેને કહ્યું કે જેઓ અફઘાનિસ્તાન છોડવા માંગે છે તેવા દરેક અમેરિકનને મદદ કરવા માટે અમેરિકા પ્રતિબદ્ધ. અફઘાનિસ્તાનમાં હવે 200 થી ઓછા અમેરિકનો રહ્યા છે. જેઓ અફઘાનિસ્તાન છોડવા માંગે છે તેમને બહાર કાઢવાનો પ્રયાસ ચાલુ રાખવામાં આવશે. બ્લિન્કેન કહે છે કે બાકી રહેલા અમેરિકનોની સંખ્યા 100 ની નજીક હોઈ શકે છે. તેમણે એમ પણ કહ્યું કે અમેરિકા કાબુલ એરપોર્ટ ફરી ખોલવા મુદ્દે અફઘાનિસ્તાનના પડોશીઓ સાથે કામ કરશે જેથી તેઓ ચાર્ટર ફ્લાઇટ દ્વારા રવાના થઇ શકે.
“US suspends diplomatic presence in Afghanistan, moves operations to Qatar,” AFP quotes US Secretary Antony Blinken
(file photo) pic.twitter.com/4Hk8qE1auv
— ANI (@ANI) August 30, 2021
અમેરિકાએ અફઘાનિસ્તાનમાં રાજદ્વારી હાજરી સ્થગિત કરી
આ સિવાય અમેરિકાએ અફઘાનિસ્તાનમાં રાજદ્વારી હાજરી સ્થગિત કરીને કતારમાં કામગીરી શરૂ કરી છે. આ સિવાય તેમણે કહ્યું કે અફઘાનિસ્તાનમાં અમેરિકાનું કામ ચાલી રહ્યું છે, અમારી પાસે એક યોજના છે. અમે શાંતિ જાળવવા પર સતત ધ્યાન કેન્દ્રિત કરીશું.
આ પણ વાંચોઃ
આ પણ વાંચોઃ
Published On - 8:09 am, Tue, 31 August 21