કોરોનાવાયરસ રોગચાળો ખુબ મોટી આફત લઈને આવ્યો. અસંખ્ય લોકો ચેપગ્રસ્ત થઈ રહ્યા છે અથવા કોઈના કોઈ પ્રિયજન આના કારણે જીવ ઘુમાવી રહ્યા છે. જો કે, કોવિડ-19 ના આગમન પહેલા, હૃદયરોગના હુમલાઓ અને સ્ટ્રોક જેવી કાર્ડિયોવાસ્ક્યુલર પરિસ્થિતિઓ મોતની ચિંતાનું મુખ્ય કારણ હતું. જેનું જોખમ આજે પણ છે.
કાર્ડિયોવાસ્ક્યુલર ડિસીઝ (CDV) વિશ્વનો સૌથી મોટો જીવલેણ રોગ કહેવાય છે. આ કારણે હૃદયની તંદુરસ્તીના મહત્વ વિશે જાગૃતિ ફેલાવવા માટે દર વર્ષે 29 સપ્ટેમ્બરના રોજ વર્લ્ડ હાર્ટ ડે (World Heart Day) મનાવવામાં આવે છે. વધારે પ્રમાણમાં સંતૃપ્ત ચરબી, સ્થૂળતા, બેઠાડુ જીવનશૈલી, ડાયાબિટીસ, મેટાબોલિક સિન્ડ્રોમ અને ધૂમ્રપાન સાથે બિનઆરોગ્યપ્રદ આહારના કારણે લાંબા સમયે હૃદય રોગના જોખમ વધે છે. જો કે, જર્નલ ઓફ ક્લિનિકલ એન્ડોક્રિનોલોજીમાં પ્રકાશિત થયેલા અહેવાલના નવા રિપોર્ટ પ્રમાણે પોલીસીસ્ટિક ઓવરી સિન્ડ્રોમ એટલે કેPCOD પણ હાર્ટ એટેક અને સ્ટ્રોકના જોખમ માટે જવાબદાર હોઈ શકે છે.
PCOS શું છે?
પીસીઓએસ (PCOS) હોર્મોનલ ડિસઓર્ડર છે જેમાં અંડાશય શરીરમાં પુરુષ હોર્મોન્સ અથવા એન્ડ્રોજનની અસામાન્ય માત્રા પેદા કરે છે. તેમાં અંડાશય પર ઘણા નાના ક્રિસ્ટલના વિકાસનો પણ સમાવેશ થાય છે. આના પરિણામે અનિયમિત સમયગાળો, વંધ્યત્વ, વાળ ખરવા, ખીલ, ચહેરાના વાળ અને દુખદાયક માસિક ચક્ર જોવા મળે છે.
સામાન્ય રીતે સમજીએ તો હોર્મોનલ અસંતુલનને કારણે PCOS ની ફરિયાદ જોવા મળે છે. આ એક લાઇફસ્ટાઇલ ડિસઓર્ડર છે. આજકાલ તેને મેટાબોલિક સિન્ડ્રોમ પણ કહેવામાં આવે છે. એટલે કે આજની જીવનશૈલીને કારણે સ્ત્રીઓમાં હોર્મોનલ અસંતુલનની સમસ્યા થાય છે અને તેઓ આ સમસ્યાઓ વિશે જે ફરિયાદ કરે છે તેને PCOS કહેવાય છે. તેને પોલિસિસ્ટિક કહેવામાં આવે છે કારણ કે અંડાશયમાં ઘણા નાના કોથળીઓ રચાય છે.
એક અહેવાલમાં જણાવ્યા અનુસાર ભારતમાં 25-30% સ્ત્રીઓ તેમની પ્રજનન વયમાં PCOS નો સામનો કરે છે. જ્યારે આના ખારને ઘણી વખત પ્રજનન સ્વાસ્થ્ય પર જોખમ પણ ઉભું થાય છે. અભ્યાસોએ એવું પણ દર્શાવ્યું છે કે 40% મહિલાઓમાં આ સ્થિતિ સાથે ક્ષતિગ્રસ્ત ગ્લુકોઝ સહિષ્ણુતા અથવા ટાઇપ -2 ડાયાબિટીસનું જોખમ વધે છે. સાથે મહિલાઓના આ જૂથમાં હાઈ બ્લડ પ્રેશર થવાની શક્યતા પણ વધારે છે.
નિષ્ણાત શું કહે છે?
નિષ્ણાતોના મતે ભારતમાં બાળજન્મની ઉંમરની લગભગ 25-30% સ્ત્રીઓ પોલીસીસ્ટિક અંડાશયના સિન્ડ્રોમ (PCOS) અથવા પોલીસીસ્ટિક અંડાશયના રોગ (PCOD) થી પીડાય છે અને આ સ્ત્રી વંધ્યત્વનું સામાન્ય કારણ પણ બની શકે છે. તેમજ આ રોગના કારણે હૃદયરોગ અને સ્ટ્રોકનું જોખમ લગભગ બમણું થાય છે. તેથી આ રોગની અસરો સામે ઈલાજ કરવો અને નિષ્ણાતની તરત મદદ લેવી જરૂરી છે.
આવા સમયે વજન ઘટાડવું, આહારની સમજદારી, નિયમિત શારીરિક વ્યાયામ, ધૂમ્રપાન બંધ કરવું અને પીસીઓએસમાં નિષ્ણાત સ્ત્રીરોગચિકિત્સકની સલાહ લેવી હિતાવહ છે.
PCOS અને હૃદય રોગ
એલ નિષ્ણાતના માટે PCOS ના કારણે સ્ટ્રોક અને કાર્ડિયોવાસ્ક્યુલર (હૃદયને લગતા રોગ) રોગોનું જોખમ વધે છે તે જાણીતી વાત છે. પીસીઓએસ હોર્મોનલ અસંતુલનને કારણે લાંબા ગાળાની મેટાબોલિક સમસ્યા પણ વધે છે. સિન્ડ્રોમથી થતી સમસ્યા ઘટાડવા માટે પીસીઓએસનું અગાઉ નિદાન કરવું જરૂરી છે. પીસીઓએસ ધરાવતી મહિલાઓને મ્યોકાર્ડિયલ ઇન્ફાર્ક્શન, રિવસ્ક્યુલાઇરાઇઝેશન અને એન્જેનાનું જોખમ વધારે હોય છે, અને યુકેની કાર્ડિફ યુનિવર્સિટી દ્વારા હાથ ધરવામાં આવેલા અભ્યાસમાં આ કહેવામાં આવ્યું છે.
ઘણી સ્થિતિની અસર હૃદય રોગમાં વધારો કરે છે, જેમાં હાઈ બ્લડ પ્રેશર અને આર્ટિઓસ્ક્લેરોસિસ (કેલ્શિયમ જમા થવાને કારણે ધમનીઓ કઠણ બને છે. PCOS માં બ્લડ સુગરનું સ્તર અને ઇન્સ્યુલિન પ્રતિકાર કોરોનરી હૃદય રોગની પ્રથમ અવસ્થામાં ફાળો આપી શકે છે.) PCOS નું નિદાન કરનારી મહિલાઓએ ચોક્કસ જીવનશૈલીમાં ફેરફાર કરવાની જરૂર છે, વ્યાયામનો સમાવેશ જીવનમાં કરવો જોઈએ અને નિયમિત ટેસ્ટ અને ડોક્ટર દ્વારા સૂચવેલ આહારનું પાલન કરવું જોઈએ જેથી તેમના પરિમાણો સામાન્ય ગંભીર ના બને.
આ પણ વાંચો: Health : પનીરથી લઈને ઘી સુધીની આ ડેરી પ્રોડક્ટ છે તમારા ડેઇલી ડાયટમાં ઉમેરવા જેવી
(નોંઘ: આ લેખમાં આપેલા મુદ્દાઓ પ્રાથમિક માહિતીઓને આધારે તૈયાર કરવામાં આવ્યા છે. આરોગ્યને લાગતાં કોઈ પણ પ્રયોગ કે નિર્ણય લેતા પહેલા અનુભવી તબીબ અથવા જે તે વિષયના નિષ્ણાંતની સલાહ લેવી હિતાવહ છે.)