AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગળામાં થતી આ સમસ્યા થાઈરોઈડ કેન્સરનું લક્ષણ હોય શકે છે, આ રીતે કરો તેની ઓળખ

જો તમારા ગળાની આસપાસ ગાંઠ જેવા કેટલાક લક્ષણ હોય તો તે થાઈરોઈડ કેન્સરના (Thyroid Cancer) લક્ષણ હોય શકે છે. આ પ્રકારના કેન્સર થવા પાછળ જેનેટિક કારણ પણ હોય શકે છે. આ બીમારી નાના બાળકથી લઈને વૃદ્ધ સુધીના તમામ ઉંમરના લોકોને થઈ શકે છે. જણાવી દઈએ કે મહિલાઓમાં આ સમસ્યા વધારે જોવા મળે છે.

ગળામાં થતી આ સમસ્યા થાઈરોઈડ કેન્સરનું લક્ષણ હોય શકે છે, આ રીતે કરો તેની ઓળખ
Thyroid cancer symptom Image Credit source: File photo
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 27, 2022 | 5:33 PM
Share

Symptom of thyroid cancer : વ્યસ્ત દિનચર્યા, અયોગ્ય ખોરાક અને રોગપ્રતિકારક શક્તિ ઓછી હોવાને કારણે લોકોએ ઘણીવાર મોટી સમસ્યાનો સામનો કરવો પડે છે. હાલમાં થાયરોઈડની સમસ્યા પહેલા કરતા વધી છે. મોટાભાગના લોકો આ સમસ્યાને સામાન્ય ગણે છે, પણ તેની યોગ્ય સારવાર કરવામાં ન આવે તો તેને કારણે મોટું નુકશાન થઈ શકે છે. આ બીમારી કેન્સરનું રુપ પણ લઈ શકે છે. જો તમારા ગળાની આસપાસ ગાંઠ જેવા કેટલાક લક્ષણ હોય તો તે થાઈરોઈડ કેન્સરના (Thyroid Cancer) લક્ષણ હોય શકે છે. આ પ્રકારના કેન્સર થવા પાછળ જેનેટિક કારણ પણ હોય શકે છે. આ બીમારી નાના બાળકથી લઈને વૃદ્ધ સુધીના તમામ ઉંમરના લોકોને થઈ શકે છે. જણાવી દઈએ કે મહિલાઓમાં આ સમસ્યા વધારે જોવા મળે છે.

ડોક્ટરના જણાવ્યા અનુસાર, થાઈરોઈડ ગ્લૈંડ ગળામાં પંતગિયાના આકારનું થાય છે. તેનું વજન લગભગ 20 ગ્રામ હોય છે. થાઈરોઈડ ગ્લૈંડના કારણે એવા હાર્મોન બને છે જે હૃદયની ગતિ અને શરીરના તાપમાનને નિયંત્રિત કરે છે. જ્યારે આ કેન્સર થાય છે ત્યારે થાઈરોઈડ ગ્લૈંડમાં સોજો આવે છે અને તે ગળાના ભાગે ઉપસી આવે છે.

4 પ્રકારના હોય છે થાઈરોઈડ કેન્સર

થાઈરોઈડ કેન્સરના મુખ્ય 4 પ્રકાર છે. તેમાં ફોલિક્યુલર થાઈરોઈડ કેન્સર, પૈપિલરી થાઈરોઈડ કેન્સર, એનાપ્લાસ્ટિક થાઈરોઈડ કેન્સર અને મેડુલરી થાઈરોઈડ કેન્સરનો સમાવેશ થાય છે. પૈપિલરી થાઈરોઈડ કેન્સર સૌથી વધારે પ્રમાણમાં થતુ હોય છે અને તેની સારવારનો ખર્ચ પણ વધારે હોચ છે.

થાઈરોઈડ કેન્સરના આ છે લક્ષણો

મોટાભાગના થાઈરોઈડ કેન્સર ગળાના ભાગે નાની ગાંઠના રુપમાં હોય છે, જે કઠોર હોય છે અને તેના કારણે દુખાવો પણ થાય છે. બોલવામાં અને શ્વાસ લેવામાં તકલીફ એ થાઈરોઈડ કેન્સરના લક્ષણ છે. યોગ્ય તપાસ દ્વારા જ તેની જાણકારી મેળવી શકાય છે. હાલ દુનિયાભરમાં થાઈરોઈડ કેન્સરના કેસ વધ્યા છે.

આ રીતે થાઈરોઈડ કેન્સરને કરો નિયંત્રિત

જો તમને પણ તમારા શરીરમાં આવા થાઈરોઈડ કેન્સરના લક્ષણો દેખાય છે, તો તરત ડોક્ટર પાસે જઈ તેની તપાસ કરાવો. આ થાઈરોઈડ કેન્સરની તપાસ માટે થાઈરોઈડ ફંક્શન ટેસ્ટ કરવામાં આવે છે. જેમાં ટી3, ટી4 અને ટીએસએચ સામેલ છે. તે સિવાય ગળામાં અલ્ટ્રાસોનોગ્રાફી ટેસ્ટ થાય છે.

આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
g clip-path="url(#clip0_868_265)">